તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Sporting Index, A British Company That Shed Tears Of Blood At Every Wide In The 1999 World Cup, Is A Classic Case Of Why Guessing In Cricket Is Harmful.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટ ડ્રાઈવ:1999ના વર્લ્ડ કપમાં દરેક વાઇડ પર લોહીના આંસુએ રડી 'સ્પોર્ટિંગ ઇન્ડેક્સ' નામની બ્રિટિશ કંપની, ક્રિકેટમાં અનુમાન લગાવવું કેમ હાનિકારક છે તેનો ક્લાસિક કેસ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બેટ્સમેનને મજો પડે જ્યારે કંઈપણ કર્યા વગર વધારાનો એક રન મળે. બોલર નિરાશ થાય, ‘યાર હું લાઈન એન્ડ લેન્થ જાળવી કેમ નથી શકતો?’ આ વાઇડ બોલ પડે ત્યારે અમ્પાયર્સે પોતાના આર્મ સ્ટ્રેચ કરવા પડે અને બોલરે રનઅપ પર જઈને ઓવરમાં વધુ એક બોલ નાખવા તૈયાર થવું પડે. પણ શું તમે જાણો છો, વર્ષ 1999ના ક્રિકેટ વર્લ્ડ કપમાં દરેક વાઇડ પર સ્પોર્ટ્સ સ્પ્રેડ્સ બેટિંગમાં મહારત ધરાવનાર 'સ્પોર્ટિંગ ઇન્ડેક્સ' નામની બ્રિટિશ કંપની લોહીના આંસુ રડી હતી. દરેક વાઇડ એમના હૈયે એટલો વાગ્યો હતો જાણે દુનિયામાં બધો અન્યાય તેમની સાથે જ થઈ રહ્યો છે.

સ્પોર્ટ્સ સ્પ્રેડ્સ બેટિંગ એટલે?
તમને આખી ઘટના વિશે કહું એ પહેલાં સ્પોર્ટ્સ સ્પ્રેડ્સ બેટિંગ વિશે બ્રીફ આઈડિયા હોવો જરૂરી છે. તે કેવી રીતે કામ કરે છે અને લોકો કઈ રીતે પૈસા ગુમાવે છે કે કમાય છે? વેલ, માની લો ઇન્ડિયા-ઇંગ્લેન્ડની જે વનડે શ્રેણી ચાલી રહી છે તેમાં વિરાટ કોહલી 5 મેચમાં જે ટોટલ રન કરશે તેનો આંકડો 320-370નો આપવામાં આવ્યો છે. પન્ટર બાય (ખરીદે) કરે છે 370 રન. એટલે કે તેઓ પૈસા લગાવે છે કોહલીના 370+ રન પર. પન્ટર સેલ કરે (વેચે) છે 320 રન પર. એટલે કે તેઓ પૈસા લગાવે છે કે કોહલી 320થી ઓછા રન કરશે. કંપની પાસે આવા અનેક સોદા આવે છે અને 320થી 370ની વચ્ચે કોહલી રન કરે એટલે તેમને જેકપોટ લાગે છે. ઓવરઓલ કંપની પૈસા ગુમાવે તેવું ઓછું બને છે, જ્યારે ઘરાકની સીધેસીધી હાર-જીત થઈ જાય છે.

250 આસપાસ વાઇડનું અનુમાન લગાવ્યું
વર્ષ 1999માં જ્યારે 16 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો ત્યારે સ્પોર્ટિંગ ઇન્ડેક્સે ટૂર્નામેન્ટમાં 250 આસપાસ વાઇડનું અનુમાન લગાવ્યું હતું. કુલ 42 મેચ રમાવવાની હતી અને એ પહેલાંના રેકોર્ડ્સને ધ્યાનમાં રાખતાં મેચ દીઠ 5-7 વાઇડની એવરેજ પકડીને આ કંપની ચાલી હતી. આપણે કોહલીના કેસ જેમ શ્રેણીમાં ટોટલ રનનું ઉદાહરણ આપ્યું હતું, તે રીતે સ્પોર્ટિંગ ઇન્ડેક્સે આખા વર્લ્ડ કપમાં 244-247નો સ્પ્રેડ આપ્યો હતો.

કૂકાબુરાની જગ્યાએ ડ્યુક્સ બોલનો ઉપયોગ થયો
ટૂર્નામેન્ટ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે, મેચો કૂકાબુરાની જગ્યાએ ડ્યુક્સ બોલથી રમાશે. મેનુફેક્ચરર્સ બ્રિટિશ ક્રિકેટ બોલ્સ લિમિટેડે છાતી ઠોકીને કહ્યું હતું કે, 'બોલ બધી મેચમાં સમાન રીતે જ બિહેવ કરશે.'

પ્રથમ 10 મેચમાં જ 250+ વાઇડ
14 મે 1999ના રોજ ઇંગ્લેન્ડ-શ્રીલંકાની મેચથી વર્લ્ડ કપનો શુભારંભ થયો. પ્રથમ મેચમાં જ કુલ 21 વાઇડ પડ્યા. બધાને લાગ્યું ખરાબ બોલિંગ. આ તો વન-ઓફ મેચ હતી, બધી મેચમાં ટીમો થોડી આવી અનુસાશન વગરની બોલિંગ થોડી કરશે? વેલ, થયું એવું જ. ટૂર્નામેન્ટની 9મી મેચ ભારત-પાકિસ્તાન વચ્ચેની હતી, જેમાં કુલ 55 વાઇડ પડ્યા! 10મી મેચ પાકિસ્તાન-સ્કોટલેન્ડ વચ્ચે હતી, જેમાં 90 ઓવર પણ નહોતી નંખાઈ તેમ છતાં 50 વાઇડ પડ્યા. પ્રથમ 10 મેચમાં જ 250+ વાઇડ. 42 મેચની ટૂર્નામેન્ટમાં 244-247 વાઇડના સ્પ્રેડરનું રામ નામ સત્ય હૈ.

હાઈએસ્ટ વાઇડ પર મેચનો રેકોર્ડ
વર્ષ 1999નો વર્લ્ડ કપ એકમાત્ર ટૂર્નામેન્ટ છે, જેમાં ડ્યુક્સ બોલનો ઉપયોગ થયો. ઇંગ્લેન્ડની હેલ્પફુલ કન્ડિશનમાં બોલ બહુ સ્વિંગ થઈ રહ્યો હતો. બોલર્સ બોલ પર કંટ્રોલ કરી શકતા નહોતા. એ ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ વાઇડ પર મેચનો રેકોર્ડ નોંધાયો હતો. વર્ષ 1999ના એ વર્લ્ડ કપમાં મેચ દીઠ 20.05 વાઇડ પડ્યા હતા. આ સૂચિમાં 2015નો વર્લ્ડ કપ મેચ દીઠ 13.94 વાઇડ સાથે બીજા સ્થાને છે.

3.50 લાખ પાઉન્ડથી વધુનું નુકસાન
જ્યાં સ્પોર્ટિંગ ઇન્ડેક્સે 244-247 વાઇડનું સ્પ્રેડર રાખ્યું હતું ત્યાં ટૂર્નામેન્ટમાં લગભગ 4 ગણા... 979 વાઇડ પડ્યા હતા. સ્પોર્ટિંગ ઇન્ડેક્સને ઓવરઓલ 3.50 લાખ પાઉન્ડથી વધુનું નુકસાન થયું હતું.

ક્રિકેટમાં અનુમાન લગાવવું હાનિકારક છે
આ સ્ટોરીથી આપણને શીખ મળે છે કે, જ્યારે બેટિંગ કરાવનાર કંપનીનું અનુમાન આટલી હદે ખોટું પડી શકે છે ત્યારે ક્રિકેટમાં અનુમાન લગાવવાની વાત કરવી જ ખોટી છે. તાજેતરમાં લિમિટેડ ઓવર્સમાં ‘ટોસ જીતો, ફિલ્ડિંગ કરો, મેચ જીતો’ના નારા વચ્ચે ભારતે સતત ત્રણ મેચ (2 T-20 અને 1 વનડે)માં ટોસ હાર્યા બાદ ત્રણેય મેચમાં ટાર્ગેટ ડિફેન્ડ કરીને જીતની હેટ્રિક લગાવી. કન્ડિશન અને એક્સ્ટર્નલ ફેક્ટર રમતનો ભાગ છે, જેની ઇમ્પેક્ટ રહે છે તેમાં ના નહીં. ક્યારેક તો એ હદે ઈમ્પેક્ટ રહે છે કે ઇંગ્લેન્ડમાં વનડે દીઠ એવરેજ કરતાં 4 ગણા વાઇડ એક ટૂર્નામેન્ટમાં પડી જાય છે. પણ છેલ્લે તો હાર-જીત સ્કિલના આધારે જ નક્કી થાય છે અને અનુમાન લગાવું એક સ્કિલ ન હોઈ શકે! સમજે ના?
vayamanan.dipak@dainikbhaskar.com

(લેખક ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે સંકળાયેલા યુવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો