તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Romance Of The Test Will Always Be Heavy On The Thrill Of T 20, After All It Happens Every Other Day, Is It Called A Little Miracle?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટ ડ્રાઇવ:T-20ના રોમાંચ પર ટેસ્ટનો રોમાન્સ કાયમ ભારે રહેશે, આખરે દર બીજા દિવસે થાય તેને મિરેકલ થોડો કહેવાય?

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક અઠવાડિયાની અંદર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થશે. રોજ બલ્કમાં ફોર-સિક્સ જોવા મળશે. હાઈ-સ્કોરિંગ મેચીસ અને આઉટફિલ્ડમાં શાનદાર કેચીસ. ખેર, એ બધું તો સમજ્યા, પણ પિચ પર ધીરજ દાખવી સમય કાઢવા માટેની ટેક્નિક અને ટેમ્પરામેન્ટનો જલવો જોવા મળશે નહીં. હા, હું એ પણ માનું છું કે T-20માં પણ માત્ર ટાઈમિંગ અને ટેક્સ્ટ-બુક બેટિંગથી ગોડ-સ્પીડે રન ફટકારી શકાય છે. તેમાં મારી ના નથી, પરંતુ આડેધડ શોટ મારવા જતાં કોઈ ખેલાડી આઉટ થાય તો ‘નીડ ઓફ ધ અવર’ કહીને વાત ટૂંકી કરવામાં આવે છે. એ ટાઈમ કાઢવાની વાત તો માત્ર ક્રિકેટના મંદિર ટેસ્ટમાં જ થાય છે. યુ સી, T-20માં ઇનિંગ્સ બિલ્ડ કરી શકાતી નથી, તમે ઓલરેડી ઓન ટોપ ધ વર્લ્ડ - 'બુર્જ ખલીફા' પર છો- એમ માનીને જ બેફામ રમવાનું હોય છે.

ટેસ્ટ ક્રિકેટની મને સૌથી વધુ ગમતી બાબત છે ડિટેલિંગ. 'ડિટેલિંગ ઇઝ ગોડ.'

‘ફોર્થ સ્ટમ્પની બહાર બોલ હતો, લીવ કરી શકાતો હતો. આ અશ્વિનયો ભારતની બહાર લૂપ મેળવી શકતો નથી. રોહિત સ્વિંગિંગ કન્ડિશનમાં કેવી રીતે ક્રિઝ પર ઊભો રહી શકે છે એ જોઈએ એટલે ખબર પડે એનું સાચું ગજું.’ વેલ, કોઈ ખેલાડી કંઈ સાબિત કરી શક્યો નથી, તો કોઈ કઈ સાબિત કરવા ઉત્સુક છે. ટેસ્ટ ક્રિકેટમાં થતી ટીકા કાયદેસર લાગે. બાકી બીજા ફોર્મેટમાં થાય એ તો ડૂચો. ટીકાકરને પણ યાદ ન હોય કે બે દિવસ પહેલાં કોની ફીરકી લેતા હતા. T-20ને આમ જોઈએ તો મિરેકલ ગેમ માનવામાં આવે છે, એણે નાણાંકીય રીતે ગેમને નેક્સ્ટ લેવલ મજબૂત કરી છે. પણ મારા જેવા મિનિમલિસ્ટને પૈસાથી નહીં, પણ પ્રેમ કરવાના વિચારથી જ પ્રેમ છે. અને જો પ્રેમ એ વ્હેમ છે, તો મને એ વ્હેમથી પણ પ્રેમ છે. બાકી તમે જ કહો દર બીજે દિવસે થાય એને મિરેકલ થોડો કહેવાય?

હા ભાઈ, મને ખબર છે... T-20માં પણ મેચઅપ્સ... ડિટેલિંગ છે

મારી ઉપરની વાત વાંચીને કેટલાય T-20ના બ્લાઇન્ડ ભક્ત કહેશે કે T-20માં ડિટેલિંગ નથી, તો મેચઅપ્સ અને એનાલિસ્ટ પાછળ ફ્રેન્ચાઈઝ ખર્ચો કરે છે એ બધું શું મજાક છે? હા ભાઈ, મને ખબર છે કે તમારા T-20માં પણ મેચઅપ્સ હોય છે. પ્લેયર ટૂ પ્લેયર એનાલિસિસ થાય છે. કોણ કોના પર ભારી છે, વગેરે વગેરે... પણ આ ટોપિક પર બગાસું ખાતાં એટલું જ કહીશ કે તમે બર્ગર કિંગ અને મેકડોનાલ્ડ્સ બંનેમાં કોણ સારું છે... (એક જ યુનિવર્સની અંદરના મેચઅપ્સ) એના પર અભ્યાસ કરી શકો છો અને પછી વધુ રીઝનેબલ અને ડિપેન્ડેબલ વાનગી (ખેલાડી) પસંદ કરી શકો છો... પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે, છે તો જંક ફૂડ જ ને? કલાક પૂરતી ભૂખ મટશે. પણ સંતોષ? ઓર્ગેઝમ? નો બેબી નો.

છેલ્લી ઓવર્સમાં રનચેઝનો રોમાંચ
રસિયાઓને સૌથી વધુ રસ હોય છે અંતિમ એટલે કે ડેથ ઓવર્સના રોમાંચમાં. 3 ઓવરમાં 50 રનની જરૂર હોય, પાણીની ડોલમાં બોળીને કાઢેલો બોલ (ડ્યુ ઇફેક્ટ), 65 મીટરની બાઉન્ડરી, આન્દ્રે રસેલનું 1500 પ્લાસ્ટર ભેગા કરીને તૈયાર કરેલું જાડું બેટ અને ફિનિશિંગ ટચ. આમાં બેટ્સમેન બદલાઈ શકે, બોલર બદલાઈ શકે, પણ બેટ્સમેન માટે સ્વર્ગસમાન પરિસ્થિતિ તો એવી ને એવી જ રહેશે. તમારી સાસુના સમ ખાઈને કહેજો, 3 ઓવરમાં 50 રન ચેઝ થાય એમાં મિરેકલ જેવું કઈ રહ્યું છે, હવે? 3 ઓવરમાં 30 રન ડિફેન્ડ થાય તો નવાઈ લાગે છે. અલબત્ત, જસપ્રીત બુમરાહ પાસે 2 ઓવર બાકી હોય તો નહીં. બાકી વો સુની સુનાઈ બાતેં: 'આ અંતિમ ઓવરમાં કેવા રન ચેઝ કર્યા પોલાર્ડે, રસેલે, પંડ્યાએ....' એ તો એના જેવું થયું કે- 'ભાઈને કૈસે ક્લાઈમેક્સમાં શર્ટલેસ હો કે ગુંડો કી પીટાઈ કી. એકદમ સીટી માર મોમેન્ટ.' માય ફૂટ.

છેલ્લા દિવસે મેચ બચાવવાનો રોમાન્સ
બીજી તરફ, ટેસ્ટ મેચનો પાંચમો દિવસ. બેટ્સમેનની ડાબી કે જમણી બાજુ ફાસ્ટ બોલરના ફૂટમાર્કથી બનેલા રફ પેચીસ. પિચની વચ્ચે પડેલી કોઈ ક્રેક. ગુડ લેન્થ પર ટપ્પી પડ્યા પછી કાન પાસેથી જતો બોલ. અમુક ટાઇમ એનાથી એ અઘરું, શોર્ટ લેન્થ પર ટપી પડ્યા પછી પગની ઘૂંટી સુધી ઊછળતો બોલ. એમાં ત્રણ સ્લિપ, એક ગલી, સિલી પોઇન્ટ, ફોરવર્ડ શોર્ટ લેગ, લેગ સ્લીપ, લેગ ગલી, શોર્ટ કવર, શોર્ટ મિડવિકેટ. કેચ માટે એકદમ સજાગ અને તૈયાર ફિલ્ડર્સ. એમાં 4 કલાક અડીખમ ઊભો રહે એ સાચો સાવજ.

લેગસી- ક્લાસ અને માસ વચ્ચેનું અંતર
મેં પોતે ઉપર લખ્યું એમ, આજે પિત્ઝા અને બર્ગર દબાવવાવાળો વર્ગ વધારે અને વઘારેલી ખીચડી, કઢી, રોટલો અને લસણની ચટણી જ જીવનનું સત્ય છે તેવું માનવાવાળો વર્ગ ઓછો છે. T-20 એટલે એવી આઈસ્ક્રીમ- જેમાં વેનિલા, સ્ટ્રોબેરી, ચોકલેટ, બ્રાઉની, ડ્રાયફ્રૂટ્સ, વગેરે, એટલું બધું ઉમેરવામાં આવે છે કે તમે કોઈ વસ્તુને રૉ ફીલ નથી કરી શકતા. બીજી તરફ, ટેસ્ટ ક્રિકેટ એ પ્લેન-પ્યોર-રૉ વેનિલા છે. જેટલું પણ મેળવો એના અસલ રંગ અને રૂપમાં મેળવો છો. અને લત લાગી જાય તો એકસાથે કેટલા ફેમિલી પેક ખાઈ શકો તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

T-20માં હીરોઝ યાદ નથી રહેતા, ટેસ્ટમાં ખોટા શોટ એક્ઝિક્યુશન પર પણ પિનપોઇન્ટ એનાલિસિસ થાય છે

તમારામાંથી કેટલાને યાદ છે કે, 1) અરુણ કાર્તિક નામના ખેલાડીએ છેલ્લા બોલે સિક્સ મારીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને મેચ જીતાડી હતી. 2) પોલ વલથાટી નામના વન સીઝન વન્ડર ઓપનરની બેટિંગ યાદ હોય તો એ ખબર છે એ વ્યક્તિ અત્યારે ક્યાં છે? શું કરે છે? 3) મનવિન્દર બિસ્લાએ 2012માં કોલકાતા નાઈટ રાઈડર્સને ફાઇનલમાં ચેમ્પિયન બનાવ્યું હતું, એની ઇનિંગ્સ વિશે ક્યારેય ચર્ચા થાય છે? આવું તો અનહદ લાંબું લિસ્ટ છે. કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે, T-20માં ઈન ધ મોમેન્ટ જે થયું એ લોકો માણે છે, પછી ભૂલી જાય છે. કોઈ ટીવી સિરિયલના ડેલી એપિસોડ માફક. એની આપણી લાઈફ કે રાધર ટેમ્પરરી ખુશીવાળા મગજના કેમિકલ્સમાં પણ સમાવેશ થતો નથી.

બીજી તરફ, ટેસ્ટ ક્રિકેટમાં એક એવા ખરાબ ગણાતા શોટ વિશે વાત કરીએ જેની ક્લિપ આગળ ઇન્ટરનેટમાં બિલિયન્સ વ્યૂઝનું પાટિયું છે. 2017માં ડોમિનિકામાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ ચાલી રહી હતી. મેચમાં 7 બોલ જ બાકી હતા. વિન્ડીઝની 9 વિકેટ પડી હતી. સ્ટ્રાઇક પર હતો પૂંછડીઓ શેનોન ગેબ્રિયલ. આ પાકિસ્તાની લીજેન્ડ મિસ્બાહ ઉલ હક અને યુનુસ ખાનની છેલ્લી ટેસ્ટ હતી. આગળ શું થયું એ માટે નીચેની ટ્વીટ પર ક્લિક કરીને પહેલાં વીડિયો જોઈ લો.

હેલ્લો. શું લાગ્યું વીડિયો જોઈને? હા, 7 બોલ જ બાકી હતા અને શેનોન ગેબ્રિયલે વાઈલ્ડ સ્લોગ કર્યો અને વિન્ડીઝે મેચ ગુમાવી. ખાલી એક બોલ રમી લેત તો સામા છેડે 6 કલાકથી બેટિંગ કરતો અને 101 રને રમી રહેલો રોસ્ટન ચેઝ છેલ્લી ઓવર રમીને મેચ ડ્રો કરી નાખત. પણ એવું થયું નહીં. ગેબ્રિયલના આ શોટને ક્રિકેટ ઇતિહાસના સૌથી ખરાબ શોટ્સમાંથી એક માનવામાં આવે છે. પણ તેણે આવું કેમ કર્યું તેની પાછળ પણ એક તર્ક છે. ચાલો જાણીએ.

તમે વીડિયો પૉઝ કરીને ફિલ્ડ જુઓ. સ્લિપ, ગલી, બે સિલી પોઇન્ટ, શોર્ટ કવર, સિલી મિડ-ઓફ, સિલી મિડ-ઓન, ફોરવર્ડ શોર્ટ લેગ અને લેગ ગલી. બેટથી 5-6 યાર્ડના ડિસ્ટન્સમાં જ 8 ફિલ્ડર્સ. ડિફેન્સિવ શોટ રમવામાં સહેજ પણ ચૂક થઈ એટલે એજ એન્ડ કોટ. જ્યારે મોટો શોટ રમવામાં ખાલી 20 મીટર પણ દૂર બોલ ગયો તો સેફ, નોટઆઉટ. પૂંછડિયા બેટ્સમેન તરીકે પણ ગેબ્રિયલને એટલી ખબર છેલ્લો બોલ લેગ-સ્પિનર યાસિર શાહ રોન્ગ-વન (અંદર આવતો) જ નાખશે. લેગ સ્પિન નાખે તો બેટ્સમેન બીટ થાય, અથવા લિવ કરે તો બચવાના ચાન્સ વધારે. પણ રોન્ગ-વનની જગ્યાએ સ્લાઇડર (સીધો આવે એ બોલ) નાખે તો શું? એટલે સૌથી સેફ ઓપ્શન છે બેટ ઘુમાવવું. તમને એ કહેતાં તો ભૂલી ગયો કે ઓવરના ત્રીજા બોલે જ ડિફેન્સિવ શોટ રમવા જતા ગેબ્રિયલને આઉટ આપવામાં આવ્યો હતો અને તે રિવ્યૂ લઈને બચ્યો હતો. તેવામાં ફરી ડિફેન્સિવ રમવાની ભૂલ કેમ કરે. બોલ તેણે વિચાર્યું એમ પ્રોપર લેગ-સ્પિન નહોતો. તેમ છતાં તે ઇનસાઇડ એજ થઈને બોલ થયો. તેનું એક્ઝિક્યુશન થોડું ખરાબ હતું, પણ શોટ, ના ભાઈ શોટ ખરાબ નહોતો.

ચાલો ત્યારે, શુદ્ધ ખોરાક લેવા મળે ત્યાં સુધી જંક ફૂડ પર ભેગો હુમલો કરીએ. જ્યારે મહોબ્બત પોતાની પીક પર પહોંચે તો તેને ઇશ્ક કહેવાય. ઇશ્ક મુક્કમલ થાય ત્યાં સુધી આ 2.5 મહિના T-20 સાથે શિદ્દતથી મહોબ્બ્ત નિભાવી લઈએ. યુ-ટર્ન નથી લેતો, ઇશ્ક મુક્કમલ થાય એ માટે ત્યાગ કરું છું. ખેર, એ ફિલોસોફીને સાઈડમાં રાખીને કહો- તમને શું લાગે છે આ વખતે કોણ ચેમ્પિયન બનશે? હું તો છેલ્લા 13 વર્ષથી RCBને સપોર્ટ કરું છું અને સીઝન પતે ત્યારે મારા મોઢે એક જ ગીત હોય છેઃ મૈં ફિર ભી તુમકો ચાહૂંગા!

vayamanan.dipak@dainikbhaskar.com

(લેખક ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે સંકળાયેલા યુવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો