તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટ ડ્રાઈવ:ન્યૂડ બેટ સાથે ક્લિક થયેલી 21મી સદીની સૌથી યાદગાર સેન્ચુરી!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમના ફ્યુચર તરીકે ઓળખાતો અને રાહુલ દ્રવિડ ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ થઈને ઇન્ડિયન ટીમમાં પહોંચેલો શુભમન ગિલ ઓસ્ટ્રેલિયામાં અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ન્યૂડ બેટ એટલે કે કોઈપણ સ્ટીકર વગરના બેટ સાથે રમતો જોવા મળ્યો હતો. ગિલ કોઈ કંપની સાથે મોટો કરાર કરવા માગતો હશે એટલે જ ન્યૂડ બેટ સાથે બેટિંગ કરવા આવ્યો હતો. આખરે, આજની જનરેશન બધું વિરાટ કોહલીને જોઈને જ શીખે છે. કોહલીએ વર્ષ 2017માં MRF સાથે 8 વર્ષ માટે 100 કરોડ રૂપિયાથી વધુનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો.

કોહલી કે રોહિત શર્મા કે ડેવિડ વોર્નર જેવો સુપરસ્ટાર જે બેટ વાપરે એ જ બેટ સાથે રમવા પ્રોફેશનલ્સથી લઈને શેરીનાં ટાબરિયાં પ્રેરિત થાય છે. પછી ભલેને ગલીમાં ખપાટિયા બેટ પર 10 રૂપિયાનું સ્ટિકર લગાવીને રમે પણ રમવાનું તો એ જ સ્ટિકરથી, જેનાથી એમનો ફેવરિટ પ્લેયર રમતો હોય.

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં અમદાવાદ ખાતે ન્યૂડ બેટથી બેટિંગ કરતો શુભમન ગિલ.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં અમદાવાદ ખાતે ન્યૂડ બેટથી બેટિંગ કરતો શુભમન ગિલ.

સ્ટિકર વગરના બેટથી રમીને કોઈ સ્ટાર ખેલાડી સેન્ચુરી મારે તો ફેન્સને મૂંઝવણ થાય કે મારું બેટું આ કઈ કંપનીનું બેટ યૂઝ કરતો હશે? જ્યારે ફેમસ બ્રાન્ડ્સને એટલું લાગી આવે કે એમણે પ્રમોશનની સુવર્ણ તક ગુમાવી દીધી. ગિલનું ન્યૂડ બેટ જોઈને મને ક્રિકેટમાં 21મી સદીની એક યાદગાર તસવીર વિશે વાત કરવાનું મન થયું.

વર્ષ 2001માં સ્ટીવ વો ઇન્ટરનેશનલ કરિયરના 16મા વર્ષમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે વોની બેટ મેનુફેક્ચરર્સ Gunn & Moore સાથેની ડીલ પતી ગઈ હતી. Gunn & Mooreની કંપની નુકસાનમાં હતી અને તેમની પાસે વોને ચૂકવવા જેટલાં નાણાં નહોતાં. ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ક્રિકેટર્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો કારણકે, ICC ત્યારે બેટ્સમેનને માત્ર બેટ મેન્યુફેક્ચરર્સના લોગો જ વાપરવાની છૂટ આપતું હતું અને આ મેનુફેક્ચરર્સ પાસે MRF કે Reebok જેટલી નોટ નહોતી કે સ્ટાર પ્લેયર્સની સ્પોન્સરશિપ કરી શકે.

તમે વિચારતા હશો કે ICC બેટ મેન્યુફેક્ચરર્સના લોગો જ વાપરવાની છૂટ આપતું હતું તો પછી MRFને સચિનના બેટ પર જગ્યા કેવી રીતે મળી? વેલ, મદ્રાસ રબર ફેક્ટરી (MRF) એ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પરંતુ ICCના રૂલ્સને માન આપવા અને સૌથી પોપ્યુલર ખેલાડીના બેટ પર ચમકવા તેમણે બેટ ફેક્ટરી ખરીદી લીધી હતી!

હાલો ભાઈ, હવે વોની સ્ટોરી આગળ વધારીએ તો Gunn & Moore સાથેની ડીલ સમાપ્ત થયા બાદ આ ઓસ્ટ્રેલિયન લિજેન્ડે ઘણી અન્ય કંપનીઓનો સંપર્ક સાધ્યો. પરંતુ કોઈએ રસ દાખવ્યો નહીં. વોએ કહ્યું કે, ‘કોઈને મારી સાથે કરાર કરવામાં રસ નહોતો કારણ કે, મારી ઉંમર થઈ ગઈ હતી. અને તેમણે આગામી વર્ષો માટે યુવા ખેલાડીઓને સાઈન કરી લીધા હતા.’

તેથી વો બેટ પર કોઈપણ પ્રકારના સ્ટિકર વગર એશિઝ રમવા ઇંગ્લેન્ડ રવાના થયો હતો. આ કેલ્ક્યુલેટેડ મૂવ હતું કારણ કે, સ્પોન્સર વગર જવા પર તેને ખર્ચો થવાનો હતો. પરંતુ તેને લાગતું હતું કે તે કોઈ ને કોઈ રીતે આ લોસને પ્રોફિટમાં કન્વર્ટ કરી દેશે.

વોએ પોતાની એશિઝ ડાયરી 2001માં લખ્યું કે, ‘સ્ટીકર વગરના બેટથી રમીને મને મજા પડી. હું નીચે જોઉં તો બેટ પર કંઈ નહીં. એવું લાગતું જાણે અંડર-10 ક્રિકેટ રમી રહ્યો હોઉં.’ જો કે, એ શ્રેણીની અંતિમ મેચમાં તેણે એ રીતે બેટિંગ કરી જાણે એ અંડર-10ના છોકરાઓ સામે રમી રહ્યો હોય.

ઇજાને લીધે ચોથી ટેસ્ટમાં રમી શક્યો નહોતો
વો શ્રેણીની ચોથી ટેસ્ટમાં ઇજાને લીધે રમી શક્યો નહોતો. ત્રીજી ટેસ્ટ દરમિયાન તેને કાફ મસલ્સમાં ઇજા થયેલી અને ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડે એમ હતું. તેમ છતાં તે કોઈ મિરેકલની માફક ફિટ થઈને પાંચમી ટેસ્ટમાં પ્લેઇંગ-11નો ભાગ બન્યો. તે 100% મેચ ફિટ નહોતો. પરંતુ ટીમ ઓલરેડી સિરીઝ જીતી ગઈ હોવાથી તે ટીમ સાથે રહીને ટ્રોફી ઉપાડવા માગતો હતો તેમજ તેની ગેરહાજરીમાં કાંગારુ ચોથી ટેસ્ટ હારી ગયું હતું.

મેચમાં સ્ટીવ તેના ભાઈ માર્ક સાથે બેટિંગ કરી રહ્યો હતો. સ્ટીવે 30 રનનો આંક વટાવ્યો ત્યાં તેને ભારે દુખાવો ઊપડ્યો હતો. તેણે પોતાના ભાઈને કહ્યું કે, ‘હવે ટાઈટ સિંગલ નથી લેવા. મને દુઃખે છે. તો હું બેન્ગ-બેન્ગ ક્રિકેટ રમીશ.’ તેણે ક્રિઝ પર ઊભાં ઊભાં એવા અદભુત શોટ્સ ફટકાર્યા કે ઓવલનું વેરી મચ ઇંગ્લિશ ક્રાઉડ પણ દરેક રન માટે ચીયર કરવા લાગ્યું.

કરિયરની 27મી સદીએ વોએ જમીન પર સૂઇને લોકોનો આભાર માન્યો
વો 99 રને હતો ત્યારે બધા ફિલ્ડર્સ 30 યાર્ડના સર્કલ પર હતા. ડેરેન ગોફની બોલિંગમાં વોએ ટાઈટ સિંગલ લીધો અને માંડ માંડ ક્રિઝની અંદર ટાઈમમાં પહોંચ્યો. કરિયરની 27મી સદી. એશિઝની સૌથી યાદગાર સદીમાંથી એક. વોને જમીન પર સૂતાં જ હસતાં હસતાં સ્ટિકરલેસ બેટ ઊંચું કરીને બધાનો આભાર માન્યો. ફોટો ક્લિક્ડ. વર્લ્ડવાઇડ બધી કંપનીઓએ કેવી તક ગુમાવી!

ઉલ્લેખનીય છે કે, એ ઇનિંગ્સમાં વોએ અણનમ 157 રન કર્યા અને ઓસ્ટ્રેલિયાએ એક ઇનિંગ્સના અંતરથી મેચ અને 4-1થી શ્રેણી પોતાના નામે કરી. નવેમ્બરમાં MRFએ 36 વર્ષીય વો સાથે ત્રણ વર્ષની ડીલ સાઈન કરી. જે-તે સમયે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઇતિહાસમાં બેટ સ્પોન્સરશિપની સૌથી મોંઘી ડીલ હતી. ઇંગ્લિશમાં કહેવાય એમ, પેશન્સ પેઝ. શુભમન ગિલ, તેરા ટાઈમ ભી આયેગા!
vayamanan.dipak@dainikbhaskar.com
(લેખક ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે સંકળાયેલા યુવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો