• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Connection Of Births And Deaths, The Trick Of Peeking Into The World Of Story And Getting The Desired Fruit From God ... Today's 'Rangat Sangat' With Daily Articles

રંગત સંગત:જન્મોજન્મનું જોડાણ, વાર્તાની દુનિયામાં ડોકિયું, ભગવાન પાસેથી ઇચ્છા મુજબનું ફળ મેળવવાની ટ્રિક...નિતનવા લેખો સાથે આજનું 'રંગત-સંગત' આ રહ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધો ભવોભવના, જન્મોજન્મના...કોઈ એક સંબંધ પાછલા જન્મનો અને કદાચ હવે પછી આવનારા જન્મોનું પણ જોડાણ બની શકે છે

જૂનાગઢમાં જોશી પરિવારમાં પુત્રી જન્મી. જયા તેનું નામ. એ નાનપણથી જ તેના પાછલા જન્મને યાદ કરે. તેનાં મમ્મી ગેસ પર રસોઈ બનાવતા હોય ત્યારે જયા કહે કે, તું ગેસ પર રસોઈ બનાવે છે પણ મારી આગલી મા તો ચૂલા પર રોટલા બનાવતી હતી. એક દિવસ તો જયા તેના પાછલા જન્મના ઘરે પણ પહોંચી ગઈ અને તેનાં માતા-પિતાને પણ મળી.
***
મારી વાર્તા/
'લીલા, તારા વિના આ સમય કેવી રીતે વીતશે! લીલા, કંઇક તો બોલ? લીલા, હું એકલો પડી ગયો છું', પણ લીલાબેન તો પતિનું નામ પણ ભૂલી ચૂક્યાં હતાં

લીલાબેનની હાલત છેલ્લાં દોઢેક વર્ષથી અન્યમનસ્ક જેવી હતી. તેઓ પોતાની યાદશક્તિ ગુમાવી ચૂક્યાં હતાં અને આજે બળવંતભાઈ પત્નીને પૂછતા હતા, જે પત્ની પોતાના પતિને એટલે કે બળવંતભાઈને પણ ઓળખતી નહોતી. આશરે પચાસ વર્ષ પહેલાં બળવંતભાઈ અને લીલાબેન ગામડેથી નોકરી માટે સુરત શહેરમાં આવ્યા હતા અને બંનેએ પોતાનું જીવન શરૂ કર્યું હતું.
***
સુખનું સરનામું/
જીવનમાં કંઇક મેળવવું છે...તો પ્રયાસો ચાલુ રાખો!! એક દિવસ ભગવાન પાસેથી આપણી ઇચ્છા મુજબની ગિફ્ટ ચોક્કસપણે મળશે

ભગાવાને રાજી થઇને લોકોની ઇચ્છા પુરી કરવાનું નક્કી કર્યુ. એના માટે ભગવાને સરસ મજાનું ગિફ્ટ પેક તૈયાર કર્યુ. ભગવાન આ ગિફ્ટ એમને આપે તે પહેલાં જ માણસે પ્રયાસ છોડી દીધા. ભગવાને તૈયાર કરેલી આ ગિફ્ટ્સ અહીંયા જ પડી રહી છે. પૃથ્વી પરના માણસોએ જો થોડીવાર વધુ પ્રયાસ ચાલુ રાખ્યા હોત તો આ ગિફ્ટ અહીંયા નહીં પરંતુ પ્રુથ્વી પર હોત અને બધા લોકોને એમની ઇચ્છા મુજનું મળી ગયુ હોત.
***

અન્ય સમાચારો પણ છે...