તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારી વાર્તા:મુંબઈના રસ્તા પરનાં હોર્ડિંગ્સ જોઇને રીવાએ વિચાર્યું, ‘એક દિવસ મારાં પણ આવાં હોર્ડિંગ્સ લાગશે...’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમારી અંદર પણ એક વાર્તા પડી છે અને બહાર નીકળવા માટે થનગની રહી છે? શબ્દો, ઘટનાઓ, લાગણીઓ, અનુભૂતિઓ તમારા ટેરવે કૂદાકૂદ કરી રહ્યાં છે? જો બંને સવાલના જવાબ ‘હા’ હોય, તો આ વિભાગ તમારો જ છે. લખો એક વાર્તા અને મોકલી આપો અમને આ ઈ-મેઇલ એડ્રેસ marivarta.divyabhaskar@gmail.com પર. ચૂંટેલી વાર્તાને દિવ્ય ભાસ્કર એપના માધ્યમથી લાખો વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારું.
***
પર્સમાં પડેલાં મોબાઈલને હાથમાં લેતા જ રીંગ વાગી અને રીવા હસી પડી. હજુ તો કંઈ બોલે એ પહેલાં જ સંભળાયું "હેલો બેટા...ક્યાં છે તું ?" બને એટલો ધીમો અવાજ કરીને રીવા બોલી, "અરે મમ્મી...ગજબ છે તું! ભૂલી ગઈ? રાત્રે તો કીધું હતું કે આજે ફાઇનલ વાતચીત માટે જવાનું છે...કલા સ્ટુડિયો જવા નીકળી છું...રસ્તામાં છું... ટેક્સીમાં....અરે ભાઈ સૌથી પહેલાં તને જ તો કહીશ. મૂકું હવે?..ચાલ આવજે."
ફોન મૂકી રીવાએ રિસ્ટવોચમાં જોયું અને બોલી, ભાઈ કોઇ શોર્ટકટ નથી? બાર વાગ્યે કેમ પહોંચાશે? ડ્રાઇવર મહાશય ખૂબ શાંતિથી બોલ્યા "મેડમ મુંબઈમાં નવાં છો? તમારે થોડું વહેલું નિકળવાની જરૂર હતી...પણ હું તમને સાડા બાર વાગ્યે તો પહોંચાડી દઇશ..." રીવા થોડી મૂંઝાઈ. તેને લાગ્યું કે આટલી સારી તક ન ચૂકાય તો સારું. એણે મનોમન લગભગ બધાં જ દેવતાઓને યાદ કરી લીધા હતાં. રસ્તામાં લાગેલા હોર્ડિંગ્સે એની સફર સરળ બનાવી દીધી. એક દિવસ મારા પણ આવા હોર્ડિંગ્સ લાગશે, લોકો મને પણ ઓળખશે...ટેકસી ભીડને ચીરતી આગળ વધી રહી હતી અને સરોજબેન ફ્લેશબેકમાં જઇ રહ્યા હતા....

એમની નજર સમક્ષ નાનકડી રીવાના સંસ્મરણો તાજા થઇ ગયા. એક માત્ર સંતાન હોવા છતાં પણ એમણે રીવાને કોઈ ખોટા લાડ લડાવ્યાં ન હતાં. ભણવામાં એ કેટલી હોંશિયાર, દસમા ધોરણમાં તો એ બોર્ડમાં ય સાતમો નંબર લાવેલી. સિવિલ એન્જિનિયરિંગમાં પણ એ ડિસ્ટિંકશન લાવેલી, ખબર નહીં એને ક્યાંથી આ એક્ટિંગનું ભૂત વળગ્યું! એ વિચારે એમને ઉદાસ કરી દીધા. પહેલાં ઓડિશનમાં જ ન જવા દીધી હોત તો આ મુસીબત ન થાત! મનને મનાવવાનો કોઇ જ રસ્તો મળતો ન હતો. દીકરી અજાણ્યા શહેરમાં સાવ અજાણ્યા લોકો વચ્ચે હતી, રીવા પર એમને પૂરો ભરોસો પણ માનાં જીવને ક્યાંય ધરપત ન હતી. એમણે રીવાના પપ્પાને ય કેટલીય વાર ટોક્યા.. કેવા છો? તમને જરાય ચિંતા નથી થતી? રોકતા કેમ નથી એને? સુરેશભાઈ એને સમજાવતાં "એને પાંખો આપી છે તો એને એનું આકાશ શોધવા દે." ચિંતા ન કર. બધું જ બરાબર થઈ જશે. એમના શબ્દોમાં સરોજબેનને એક નવી આશા તો જરૂર બંધાતી.

આ તરફ રીવા સપનાંઓની મંઝિલથી હજુ થોડી દૂર હતી...સાવ અનાયાસે જ એ ફિલ્મ માટે સિલેક્ટ થઇ ગઇ હતી અને એની ઝોળીમાં આવેલો રીજનલ ફિલ્મનો લીડિંગ રોલ...એનું કામ પણ ખૂબ વખાણાયું હતું અને રીજનલ ફિલ્મનો નવોદિત અભિનેત્રીનો એવોર્ડ પણ એને જ મળ્યો હતો...સાવ સામાન્ય છોકરીને હવે થોડા ધણાં લોકો જાણતાં હતાં. ઈન્સ્ટાગ્રામ એની ખૂબસૂરતી અને સ્ટારડમનો એને રોજ પૂરાવો આપતું. એકવાર આ મેગા બજેટવાળી ભવ્ય સિરીયલમાં રોલ ફાઇનલ થઈ જાય એટલે નામ તો થઈ જશે. દામમાં તો એને કોઈ ખાસ રસ ન હતો. આજે ફાઇનલ મીટિંગ હતી ડાયરેક્ટર સાથે. એટલે જ તો એ મહાનગર મુંબઈ આવી હતી એના સપનાંઓ લઈને. વિચારોમાં ખોવાયેલી રીવાને કલા સ્ટુડિયો આવી ગયો એની ખબર જ ન રહી. ડ્રાઇવરને પૈસા આપી એ સ્ટુડિયો તરફ ભાગી.

આટલી ભવ્ય ઓફિસ જોઈને એ તો દંગ રહી ગઈ. રિસેપ્શન પર બેઠેલી એક સુંદર છોકરીએ એને કહ્યું કે, સર મીટિંગમાં છે....થોડી વાર બેસો. ત્યાં એના સિવાય પણ બીજી બે છોકરીઓ હતી. ઓફિસમાં એને સિરિયલમાં કામ કરતા થોડા જાણીતા ચહેરાઓ ય દેખાયા. પણ બધા પોતાની ધૂનમાં મસ્ત. લગભગ વીસેક મિનિટ પછી રિસેપ્શન પર બેઠેલી છોકરીએ મધમીઠા અવાજમાં એને કહ્યું, "રીવામેમ અબ આપ અંદર જા સકતી હૈ" અને એ ઊભી થઈ.

દરવાજાને હળવેથી ધકેલી એ અંદર દાખલ થઈ. ડાયરેક્ટર સાહેબ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. એમણે ઇશારાથી રીવાને બેસવા કહ્યું. રીવા એમની વાતો મને - કમને સાંભળી રહી હતી. જાણીતા ડાયરેક્ટર અનુકૂલસર કહી રહ્યા હતા "હાં છોકરી ટેલન્ટેડ છે, સારી છે..હમ્મ એક્ટિંગ દમદાર કરી શકે છે એનું મૂવી જોયું છે.. ના હજુ ફાઇનલ નથી...એ હસ્યા અને બોલ્યા.. લેટ મી કમ્પ્લીટ માય વર્ક..બાય. એમણે ફોન સાઈડમાં મૂક્યો. " હેલ્લો રીવા તારી જ વાત થઈ રહી હતી. આઈ લાઇક યોર વર્ક. યુ કેન ડુ ઈટ. રાણી લક્ષ્મીબાઈના રોલ માટે તું પરફેક્ટ છે. પૈસાની વાત આઈ થિંક તારે મહેશ સાથે થઈ ગઈ છે..બરાબર ને?" રીવાએ હકારમાં માથું હલાવ્યું. સિરીયલ પૂરી ન થાય ત્યાં સુધી તું બીજા પ્રોજેક્ટ નહી કરી શકે ઓકે? રીવાએ પાછું હકારમાં માથું હલાવ્યું.

અનુરાગ હસતાં હસતાં ઊભો થયો અને સિગરેટ સળગાવીને આંખો મિચકારતાં બોલ્યો.." ડન..તો પછી સાઇનિંગ માટેના પેપર્સ રેડી થાય ત્યાં સુધી આપણે ત્રણેક દિવસ માલદીવ જઈ આવીએ.. આઈ વીલ એકસપ્લેઈન યુ વોટ આઈ વોન્ટ ઈન માય" રાણી લક્ષ્મીબાઈ"...એન્ડ ઈટ વીલ બી ગ્રેટ ફન." અનુકૂલ વિજયી સ્મિત સાથે સિગરેટનાં ધુમાડા ફેલાવી રહ્યો હતો. ગુસ્સાથી રીવા સમસમી ગઈ. એને લાગ્યું કે એના લમણાંની નસો ફાટી જશે. એના સપનાંમાં આવું તો કંઈ જ ન હતું! એ હજુ કંઈ બોલે એ પહેલા મોબાઈલની રીંગ વાગી, સ્ક્રીન પર મમ્મીનું નામ વાંચી એણે પળના ય વિલંબ વગર ફોન ઉપાડી લીધો અને બોલી "હા મમ્મી, ઓફિસમાં જ છું...એમની શરતો મને યોગ્ય ન લાગી. હું સાંજે ધરે આવું છું...મૂકું?.. કરું ફોન..હમણાં જ..એમ કહીને એણે ફોન પર્સમાં મૂક્યો અને અનુકૂલ સામે જોઈ અને મક્કમતાથી બોલી "શેમ ઓન યુ..આ રીતે લક્ષ્મીબાઈ શોધો છો? પડદાં પર મહાન બનવા માટે વાસ્તવિક જિંદગીમાં આવી શરતો અને સમાધાન મને મંજૂર નથી. મારૂં આકાશ હું શોધી લઈશ અને એ ઉતાવળે બહાર નીકળી ગઈ. ધૂંધવાયેલા અનુકૂલે રિસેપ્શનિસ્ટને ફોન લગાવ્યો અને બોલ્યો...નેક્સ્ટ...

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો