• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Relationship Training, True Understanding Of Defeats And Victories, Tricks To Check Personality And Much More ... Read All The Articles Of Rangat Sangat In Just One Click

રંગત સંગત:તમારી પર્સનાલિટી, પેટ્રોલના ભાવઘટાડા પાછળનું ગણિત, દિવાળી જેવી ખુશી બારેમાસ મેળવો, અમદાવાદની હેરિટેજ વૉક પર ચાલો... આજનું ભરચક ‘રંગત સંગત’ આ રહ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધોમાં બેલેન્સ જરૂરીઃ ઓફિસના સંબંધો, ઘરના સંબંધો, નજીકના સંબંધો, દૂરના સબંધો બાંધવાની સાથે તેને નિભાવવાની આવડત પણ કેળવો

હવે ઘણા કહે છે કે સગાં હોય છે વહાલાં હોતાં નથી. સગાં સાથે સતત પ્રેમભરેલું બનતું હોય એવું ઘણી જગ્યાએ જોવા મળતું નથી. અનેક પરિવારો સગાંને બદલે અન્ય સંબંધોને વધારે મહત્ત્વ આપે છે. ઘરની બહાર આમ તો અનેક પ્રકારના સંબંધો બંધાય છે પણ તેમાં સૌથી અગત્યના સંબંધો બિઝનેસના, ઓફિસના ગણાય છે.
***
મારી વાર્તા/
‘મારે મન તો મારો અંશ જ ભજન અને અંશ જ કીર્તન... તેનો સારી રીતે ઉછેર કરું ઈ જ ખરો સત્સંગ...’

'પણ, બેટા... નાનાં બાળકોને રાતે ખીચડી જ અપાય...', સરિતાબેને મીરાંને કહ્યું. 'અરે, મમ્મી તમે પ્લીઝ રહેવા દો ને... હવેનાં બાળકો ક્યાં ખીચડી ખાય છે, એ હવે તમને કોણ સમજાવે...?' ગુસ્સામાં બોલતી બોલતી મીરાંએ ફેરેક્ષ બનાવી હજી ટેબલ પર મૂક્યું અને અંશને તેમના હાથમાં આપી ‘અમારે લેટ થશે હો’ કહી પાર્ટી માટે જતાં રહ્યાં...
***
સુખનું સરનામું/
સ્વયંના પ્રકાશથી દિવાળીની સાચી ઉજવણી કરીએ

દિવાળીની ઉજવણીનો આ આનંદ થોડા દિવસ ટકવાને બદલે કાયમી ટકી રહે તો કેવી મજા આવી જાય? ખરેખર, જો આપણે ઇચ્છીએ તો દિવાળીની મજા માત્ર થોડા દિવસો માટે જ નહીં, પરંતુ જીવનભર માણી શકાય એમ છે
***
એક્સપ્લોર ઇન્ડિયા/
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનાં હૈયામાં ધબકતા પોળ કલ્ચરની હેરિટેજ સફર થકી અમદાવાદનો સાચો પરિચય - હેરિટેજ વોક

અમદાવાદમાં અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહરો આવેલી છે. ભવ્ય ભૂતકાળ અને વર્તમાનનો સુંદર સમન્વય તમને અમદાવાદમાં જોવા મળશે. અમદાવાદની ઓળખ સમાન પોળ અને મધ્યકાલીન સમયના કેટલાક સ્થાપત્યો અમદાવાદને હેરિટેજ સિટી બનાવે છે. તો ચાલો અમદાવાદની ગલીઓમાં રખડીને, સદીઓ પૂર્વે બંધાયેલા સ્થાપત્યોના પથ્થરોમાં જીવંત વાર્તાઓ સાંભળવા નીકળી પડીએ.
***
ઈતિહાસ ગવાહ હૈ/
જૂનાગઢના આરઝી હકૂમત દિવસનું રાષ્ટ્રગૌરવ: ‘જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહિયે’...અને ગાંધીજીનું એ સ્વપ્ન સાકાર થયું

કાઠિયાવાડનું જૂનાગઢ રાજ્ય 15 ઓગસ્ટ, 1947ના રોજ ૩૦૦ માઈલ દૂર આવેલા પાકિસ્તાન સાથે જોડાય ત્યારે એટલે કે જૂનાગઢ રાજ્યના જ મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોકાર પાડે કે ‘જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહિયે.’ દર વર્ષે ભારતની સ્વતંત્રતાના દિવસ તરીકે 15 ઓગસ્ટ મનાવવા ઉપરાંત 9 નવેમ્બરને આરઝી હકૂમત દિવસ તરીકે મનાવાય છે એ પાછળનો ઈતિહાસ પણ સમજવો પડે.
***
મનન કી બાત/
પર્સનાલિટી ચેક કરવાના 4 પ્રકારઃ રેડ, યલો, ગ્રીન, બ્લુ...તો તમે કયા કલરના વ્યક્તિ છો?

કોઈપણ વ્યક્તિ જોડે કામ કરતા શીખવા અથવા કામ કઢાવતાં શીખવા માટે એ વ્યક્તિની વિચારવાની શૈલી સમજવી ખૂબ જરૂરી છે અને કોઈપણની વિચારવાની, લાગણી અનુભવવાની અને વર્તનની શૈલી એની પ્રકૃતિ એટલે કે એની પર્સનાલિટી ઉપર નિર્ભર હોય છે. પર્સનાલિટીને સમજવાની સહેલામાં સહેલી રીત હિપોક્રેટિસે આપેલી રીત છે. એમના પ્રમાણે પર્સનાલિટીના ચાર પ્રકાર છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
શું ક્રિએટિવ ગેમ્સ જેન્ડરના નક્કી કરેલાં મૂલ્યોની મર્યાદામાંથી બહાર નીકળવામાં બાળકને મદદરૂપ થશે?

લેગો કંપનીએ ઘણા દેશમાં એક સર્વે કર્યો. જેમાં જાણવા મળ્યું કે, સર્જનાત્મક રમતો બાળકોના મનમાં હજી પણ ગ્રંથિ લાવે છે કે છોકરાઓ અને છોકરીઓએ જુદી-જુદી પ્રવૃત્તિઓમાં રોકાયેલાં રહેવું જોઈએ. છોકરાઓ કરતાં એવી છોકરીઓની ટકાવારી વધારે હતી જે એવું માનતી હતી કે છોકરીઓ ફૂટબોલ રમી શકે અને છોકરાઓ ડાન્સ કરી શકે છે. ટૂંકમાં છોકરાઓએ રમતમાં જેન્ડર સ્ટિરીયોટાઈપ પાળવાના ચાલુ રાખ્યા છે.
***
ડિજિટલ ડિબેટ/
ખોટા ભ્રમમાં ન રહેશો...વૈશ્વિક બજારમાં તો ક્રૂડ ઓઈલના ભાવ વધી જ રહ્યા છે એટલે દેશની ફોર્મ્યુલા મુજબ પેટ્રોલના ભાવ વધવાના જ...

નવા વર્ષના શુભારંભ પહેલાં જનતાને પેટ્રોલ અને ડીઝલના ભાવવધારામાં દિવાળીના બોનસ જેવી રાહત મળી ત્યારે સોશિયલ મીડિયાએ તેને એકથી વધુ પરિપ્રેક્ષ્યમાં જોઈ છે. જો કે, ભાવિના ગર્ભમાં શું રહેલું હોય છે તે આધુનિક યુગમાં પણ જાણી શકાય એવી સોનોગ્રાફી હજી તૈયાર થઈ નથી. એટલે આગામી વર્ષે ચર્ચામાં રહેનારા મુદ્દાઓ વિશે થોડી ચર્ચા, જેમાં સંદર્ભ છે પેટાચૂંટણીના પરિણામો અને ભાવઘટાડો...
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘દીકરાનો મારનાર’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘દીકરાનો મારનાર’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

અન્ય સમાચારો પણ છે...