તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Relationship Sportsmanship, The Key To Happiness And The Smart Talk Of The Technology World And Much More, Read Interesting Articles Of Color association In Just One Click

રંગત-સંગત:પરીક્ષાઓ રદ કરીને સરકારે બાફ્યું છે? કોવિડમાં સંબંધોનું સત્ય પરખાઈ ગયું? આજના ‘રંગત-સંગત’ના તમામ લેખો વાંચો અહીં

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધોમાં છુપાછુપીનો જોખમી ખેલઃ પ્રદીપે લગ્ન કરતી વખતે તરાનાથી છુપાવ્યું કે તેને કેન્સર છે

કેન્સર ડિટેક્ટ થયું એ વાત પ્રદીપના પરિવારજનોએ ખરેખર કહી દેવી જોઈતી હતી. પરંતુ તેમણે આ વાત ન કરી. તેમણે એવો તર્ક વિચાર્યો કે ધારો કે લગ્ન પછી કેન્સર ડિટેક્ટ થયું હોત તો? બીજો તર્ક એવો પણ વિચાર્યો કે હવે તો કેન્સર મટી પણ જાય છે.
***
મારી વાર્તા/
જયવર્દનભાઈએ કહ્યું, 'જયુ!આદુવાળી ચા બનાવ. શરદી જેવું લાગે છે...જોતજોતામાં સોસાયટી અને સંબંધીઓમાં જયવર્દનભાઈ કોવિડ પોઝિટિવ છે એવી વાત પ્રસરી ગઈ!!

અડધી રાત્રે જયવર્દનભાઈને ખાંસી આવતાં જયંતિબેનને ધ્રાસકો પડ્યો. જયવર્દનભાઈ બોલ્યાં, 'તું પણ શું! ઊંઘમાં પણ તને જપ નથી. સિઝન બદલાય તો જરા થાય પણ ખરું. તારો આવો ચિંતાવાળો સ્વભાવ ક્યારે બદલાશે? ચાલ, શાંતિથી સૂઈ જા. આરામ કર.' પણ, સવાર પડતાં જયવર્દનભાઈનું શરીર તપતું હતું.
***
સુખનું સરનામું/
સંપત્તિની સાથે સંતાનને પણ પ્રેમ કરતા શીખીએ

ઘરની ચીજ વસ્તુઓને સાચવવી જરૂરી છે કારણ કે, એ આપણી સંપત્તિ છે પરંતું સંતાન તો આપણી સૌથી મોટી સંપત્તિ છે માટે એને સાચવવું વધુ મહત્ત્વનું છે. જરા શાંતિથી વિચારો, ફૂલદાની તો ઘરમાં બીજી પણ આવશે પણ બીજો દીકરો ક્યાંથી લાવશો?'
***
ટેક્નોહોલિક/
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ: માળામાં પરોવાયેલા સ્માર્ટ મણકા

વડોદરાથી મહાબળેશ્વર જતા હો અને ત્યાં તમને યાદ આવે છે કે અરે, ફ્રીજનું તાપમાન ઓછું કરવાનું તો રહી જ ગયું કે ફ્રીજ બંધ કરવાનું તો રહી જ ગયું! હવે તો કંઈ થઇ શકે એમ જ નથી સિવાય કે કારણ વગર ફ્રીજ ચાલતું રહે અને બિલ વધતું રહે. વેલ, અહીં તમારી મદદે આવી શકે છે IOT એટલે કે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ!
***
ડિજિટલ ડિબેટ/
હવે ધોરણ 12ની પરીક્ષા રદઃ મામલો ઊલટાનો વધુ ગૂંચવાયો?

વેક્સિનેશન મોટા પ્રમાણમાં ન થાય ત્યાં સુધી રોગચાળાનો ભય રહેવાનો છે. આટલી સમજ સરકારમાં હોત તો આ વર્ષે શૈક્ષણિક વર્ષનું શું કરીશું તે વિચારી લેવાનું કામ શિક્ષણશાસ્ત્રીઓને સોંપી દેવાની જરૂર હતી. તે થઈ શક્યું નથી એટલે હવે સરકાર ફાંફા મારે છે.