• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Preservations Of Relationships, Salute To Sardar Patel, Visit To Adalaj's Vav And Also The Unique Story Of Animal Assisted Therapy For Children ...

રંગત સંગત:સંબંધોની સાચવણી, સરદાર પટેલને સલામી, અડાલજની વાવની મુલાકાત અને સાથે બાળકોને માટે એનિમલ આસિસ્ટેડ થેરપીની અનોખી વાત...આજનું રંગત-સંગત આ રહ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/
પેગાસસ મામલામાં ખરેખર તપાસ થશે અને તથ્ય બહાર આવશે?

પત્રકારોની જાસૂસી થયાના કે ફોન ટેપિંગના મામલા ભૂતકાળમાં પણ બન્યા છે પણ હવે સ્માર્ટફોનના જમાનામાં ફોન ટેપિંગથી વાત આગળ વધી છે ત્યારે જાસૂસી કેટલી ખતરનાક અને કેટલી નૈતિક એની સાથે બીજા મુદ્દા જોડાઈ ગયા છે પણ સુપ્રીમકોર્ટ સુધી મામલો પહોંચ્યો છે ત્યારે ખરેખર હવે તપાસ થશે અને તથ્ય બહાર આવશે ખરું?

***

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધને સાચવવામાં, નિભાવવામાં અને પૂર્ણ રીતે માણવામાં મદદ કરશે 15 ટિપ્સ...અનુસરશો તો ધબકતા સંબંધોનો લય કાયમ જળવાયેલો રહેશે

જિંદગીમાં સંબંધોનું સૌથી વધારે મહત્ત્વ હોવાથી સંબંધોને ખૂબ ધ્યાનથી લેવા પડે છે. આપણા મનમાં કંઈ ન હોય પરંતુ એક નાનકડી ભૂલ, એક નાનકડી ચૂક, એક નાનકડી ગફલત સંબંધોમાં તિરાડ પાડી દે છે. આવું ન થાય એ માટે જો કેટલીક બાબતોને સમજી લેવામાં આવે તો તકલીફ ઓછી પડે...તો ચાલો જાણીએ આવી કેટલીક ટિપ્સ...

***

મારી વાર્તા/
બહુ વહાલ ઊભરાઇ આવે છે ને તને એની પર પણ શું સગલી થાય છે તારી એ તો કે મને? તે આમ ઘરનાં કામ ખોટી કરે છે એની પાછળ... ના જોઇ હોય તો મોટી સેવા કરનારી!!

'લક્ષ્મીને ચક્કર આવતાં હતા એટલે તેને રિક્ષામાં એકલી મોકલતાં જીવ ન ચાલ્યો. વળી, ભુખ્યા પેટે દવા ન લેવાય એટલે તેને ચા-નાસ્તો કરાવ્યો અને દવા પિવડાવી એટલે થોડી વાર લાગી. બહુ વહાલ ઊભરાઇ આવે છે ને તને એની પર હ...અ...! ના જોઇ હોય તો મોટી સેવા કરનારી! 'પુષ્પાબાએ માળા ફેરવતા ફરી બબડાટ ચાલુ કર્યો.

***

સુખનું સરનામું/
સરદાર પટેલ: કંચન અને કામિનીના ત્યાગી સાચા સાધુ

સમગ્ર દેશ જેને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હોય, 15 પ્રાંતિક સભાઓમાંથી 12 પ્રાંતિક સભાઓ પણ સરદારના શિરે જ રાજમુકુટ મૂકવાની દરખાસ્ત રજૂ કરતી હોય એવા સમયે હસતાં હસતાં વડાપ્રધાન પદ કોઇ બીજાને આપી દે એના જેવો મોટો વૈરાગી બીજે ક્યાં જોવા મળે? વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાનનું પદ જતુ કરવાનું હતું અને સરદાર પટેલે બહુ સહજતાથી ગાંધીજીના એક ઇશારે આ પદ જતુ કરી દીધું.

***

એક્સપ્લોર ઇન્ડિયા/
સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ સમજ સાથે સોનેરી ઉજાસને સંઘરીને બેઠેલી આપણી વિરાસત 'અડાલજની વાવ'

ગુજરાતમાં અનેક વાવ આવેલી છે. દરેક વાવનું લોકકલ્યાણ સાથે સાથે ધાર્મિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ પણ છે. આજે આપણે પાટનગર ગાંધીનગર નજીક આવેલી અડાલજની વાવનું સાંનિધ્ય માણીશું. અડાલજ ગામમાં આવેલી વાવ કે જે રાણી રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે. આ વાવ પંદરમી સદીના સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

***

મનન કી બાત/
ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગઃ મગજ બધી માહિતીને એક મેપ અથવા એક પેટર્નમાં ગોઠવવશે અને બિનજરૂરી વસ્તુઓ ડિલિટ કરી દેશે

દુનિયાના દરેક માણસની એક પોતાની વાસ્તવિકતા, એક પોતાનું સત્ય હોય છે. જે રીતે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ એવી જ રીતે આપણી આજુબાજુમાં થતી ઘટનાઓનો મતલબ સમજવા માટે આપણું મગજ એ બધી માહિતીને એક મેપ અથવા એક પેટર્નમાં ગોઠવવાનો પ્રયત્ન કરતું હોય છે.

***

પોઝિટિવ પેરેન્ટિંગ/
ડિપ્રેશનમાંથી બહાર આવવામાં ફાયદાકારક નિવડશે એનિમલ આસિસ્ટેડ થેરપી, ભાવનાત્મક સ્થિરતા સાથે બાળકનાં સામાજિક કૌશલ્યનો વિકાસ પણ થશે

એનિમલ આસિસ્ટેડ થેરપી ખૂબ જ લોકપ્રિય થઇ રહી છે. બાળક એક પશુ જોડે એક ખાસ લક્ષ્યને મેળવવા માટે નક્કી કરેલો સમય વિતાવે છે. આ પશુ એક કૂતરું કે પછી બિલાડી અથવા કોઈ બીજું પશુ જેમ કે, ઘોડો પણ હોઈ શકે જેને બાળક જોડે શાલીનતાથી વર્તવાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. આનાથી બાળક પોતાની ભાવનાઓને એક્સપ્રેસ કરતા શીખે છે અને તેની દબાયેલી ભાવનાઓ બહાર કાઢવાની એક તક મળે છે.

***

સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘બહારવટિયો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
​​​​​​​

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘બહારવટિયો’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

*** (આવરણ તસવીરઃ અડાલજની વાવ, ગુજરાત, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...