તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • One click Presentation Of The Latest Blockbuster Product From Tourism, History, Psychology, Parenting And Technology World, Read Today's 'Rangat Sangat'

રંગત-સંગત:લદ્દાખનાં બૌદ્ધ મઠોની સફર, મેઘાણીની નવી વાર્તાનો આસ્વાદ, બાળઉછેરની ગુરુચાવી, આજના ‘રંગત-સંગત’નું અઢળક વાંચન આ રહ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
વિશ્વનાં સૌથી ઊંચા અને વિષમ પ્રદેશ લદ્દાખમાં બૌદ્ધ સંસ્કૃતિની અનન્ય ઝાંખી કરાવતી સુંદર મોનેસ્ટ્રીઝનો પ્રવાસ માણવા જેવો ખરો!!

લદ્દાખને કુદરતે જેટલી અપાર સુંદરતા બક્ષી છે એટલી જ વિષમતાઓ પણ આપી છે. આગળના ભાગમાં આપણે સ્તકના, થિકસે અને શેય મોનેસ્ટ્રીની મુલાકાત લીધી હતી. આજે એ મુસાફરીને આગળ વધારી પ્રેમ અને કરુણાનો સંદેશો આપતા શાંતિ અને અસીમ સુંદરતાનાં પ્રદેશનો પ્રવાસ ખેડીએ.
***
ઇતિહાસ ગવાહ હૈ/
આઝાદીના સમયનું મહાસંકટ પાર કરીને વિકાસની હરણફાળ

વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આગ્રહના પ્રતાપે હરિયાળી ક્રાંતિ થકી ખાદ્યાન્નમાં દેશ સ્વનિર્ભર થયો. પોખરણના અણુવિસ્ફોટ સાથે અણુમહાસત્તાઓની હરોળમાં ભારતને આણ્યું. ઈમરજન્સી માટે ઇન્દિરા ગાંધી બદનામ ભલે થયાં હોય પણ એ જ સમયગાળામાં સિક્કિમ દેશને ભારતમાં ભેળવવા ત્યાં જનમત કરાવીને સિક્કિમને ભારતનું રાજ્ય બનાવ્યું હતું
***
મનન કી બાત/
શું તમારા પરિવારનો કોઈ યુવાન વીડનું વ્યસન કરે છે?

વીડથી ટૂંકા સમય માટે આનંદ મળતો હોય છે, સારી ઊંઘ આવતી હોય છે અને થાક ઉતરતો હોય છે. પરંતુ લાંબા સમય માટે વીડ કરવાથી એનું વ્યસન થવું ખૂબ સામાન્ય છે, જેના કારણે સાયકોસીસ જેવી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.
***
નેટસ્કેપ/
Magzter પર 5,000થી વધુ પ્રતિષ્ઠિત મેગેઝિન અને ન્યૂઝપેપર્સ વાંચો, ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરતાં શીખવું હોય તો Cardexpertની સલાહ ચોક્કસ લેજો

ગિરીશ રામદાસ અને વિજય કુમાર રાધાક્રિષ્નન નામના બે ભારતીયોએ વર્ષ 2011માં Magzter વેબસાઇટની શરૂઆત કરી હતી. 2013માં કંપનીએ amazon kindle fire સાથે જોડાણ કર્યું અને ત્યારબાદ પાછું વળીને જોયું નથી. આજે આ વેબસાઇટ પર તમે દુનિયાભરનાં 5000થી વધારે મેગેઝિન વાંચી શકો છો.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
શું તમે ખરા અર્થમાં તમારા બાળકોને સાંભળી રહ્યા છો...?

માનવ તરીકે આપણે ઘણી બધું વસ્તુઓનું શ્રવણ કરીએ છીએ પણ ખરા અર્થમાં સાંભળવું એ એક ખૂબ જરૂરી કૌશલ્ય છે, જેને શીખીને આપણે તેનો સદુપયોગ આપણા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં કરી શકીએ છીએ.
***
વેદવાણી/
મહર્ષિ વિશ્વામિત્ર: તપ અને ઊર્જાનો મહાસંગમ!!

વિશ્વામિત્ર ચંદ્રવંશી કુશિક વંશના મહારાજા ગાધિના પુત્ર છે. એટલે તેમને ગાધેય પણ કહેવા છે. મહારાજા ગાધિને સત્યવતી નામની ચારિત્ર્યવાન કન્યા હતી. તેમના લગ્ન મહાન તપસ્વી ઋષિ ઋચીક સાથે થયા હતા. સત્યવતીની સેવાથી પ્રસન્ન થયેલા ઋષિ ઋચીકે યજ્ઞના પ્રસાદનો ચરુ પત્નીને આપ્યો અને કહ્યું કે, યજ્ઞનારાયણની કૃપાથી તેને એક મહાન તપસ્વી પુત્ર પ્રાપ્ત થશે અને તેની માતાને ક્ષત્રિય ગુણ સંપન્ન વીર પુત્ર પ્રાપ્ત થશે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘કાઠિયાણીની કટારી’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘કાઠિયાણીની કટારી’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
***
(આવરણ તસવીરઃ લદ્દાખ, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...