તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગત-સંગત:રિલેશનશિપ, ટેક્નોલોજી, સ્પોર્ટ્સ, સિનેમા, મોટિવેશન પર નવા નક્કોર લેખો અને બ્રાન્ડ ન્યૂ વાર્તા, વાંચો આજનું ‘રંગત-સંગત’ એકસાથે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

1. ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
નાનકડી તકેદારી મોટી આફત બનતાં અટકી, પિતાએ પુત્રીને યોગ્ય ઉંમરે સેક્સ એજ્યુકેશન આપ્યું તો સંબંધોમાં થતી ગૂંચવણો ઉકેલાઈ ગઈ...


હસમુખભાઈ ભણેલા ઓછું પણ ગણેલા ઘણું. તેમને વિચાર આવ્યો કે શા માટે આપણે પોતે જ દીકરીને યોગ્ય ઉંમરે સેક્સની સાચી સમજણ ન આપવી? તેમની દીકરી 10 વર્ષ પૂરાં કરીને 11મા વર્ષમાં આવી ત્યારથી તેમણે દીકરીને સેક્સની સાચી સમજણ તબક્કે તબક્કે આપવાનું શરૂ કર્યું.
***
2. મારી વાર્તા/
અંગતને એક પળ રંગતના રંગે રંગાઈ જવાનું મન થાય તો બીજી પળે હૈયું સંગતનો સંગ કરવા લલચાય.. .પણ છેલ્લે તો લજવાઈ જતી લજ્જા પર જ પસંદગી ઊતરી!


અંગત રંગત અને સંગતની સરખામણી કરવાના કાર્યમાં તલ્લીનતાથી પરોવાયેલો હતો. પીપરમિન્ટ ચગળતાં એનો મીઠોમધુરો રસ મોંની સાથે મનને પણ તરબતર કરી દે તેમ અંગતના દિલોદિમાગમાં રંગત અને સંગતની મીઠાશ પ્રસરતી ગઈ પણ કશોક ખખડાટ થતાં રસભંગ થયો. તંદ્રાવસ્થામાંથી બહાર આવેલા અંગતે જોયું તો દરવાજે ઊભેલી રંગત અને સંગત.
***
3. સ્ટ્રેટ ડ્રાઈવ/
1999ના વર્લ્ડ કપમાં દરેક વાઇડ પર લોહીના આંસુએ રડી 'સ્પોર્ટિંગ ઇન્ડેક્સ' નામની બ્રિટિશ કંપની, ક્રિકેટમાં અનુમાન લગાવો કેમ હાનિકારક છે તેનો ક્લાસિક કેસ


ટૂર્નામેન્ટ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે, મેચો કૂકાબુરાની જગ્યાએ ડ્યુક્સ બોલથી રમાશે. મેનુફેક્ચરર્સ બ્રિટિશ ક્રિકેટ બોલ્સ લિમિટેડે છાતી ઠોકીને કહ્યું હતું કે, 'બોલ બધી મેચમાં સમાન રીતે જ બીહેવ કરશે.'
***
4. સુખનું સરનામું/
મનમાં ભરીને જીવીશું તો મન ભરીને નહીં જીવાય


જીવનમાં બનતી દુ:ખદ ઘટનાઓ પાણીના ભરેલા ગ્લાસ જેવી છે. જો એને પકડી રાખીએ તો દુખાવો સતત વધતો જાય અને જો એને નીચે મૂકતા શીખીએ તો દુખાવામાંથી રાહત થાય.'
***
5. ટેક્નોહોલિક/વર્ચ્યુઅલ કમ્પ્યૂટર: હવામાં ચણાતા મહેલમાં રહેવાની સાચુકલી મજા!

'કર્ઝ' ફિલ્મમાં કે 'ઓમ શાંતિ ઓમ'માં વિલનની સામે સ્કિટ દ્વારા આખો ભૂતકાળ રજૂ કરવામાં આવે. એટલે કે આપણે જે ફિલ્મ જોતા હોઈએ એ ફિલ્મની વાર્તામાં જ એક બીજું નાટક ભજવાય. એ નાટકને વર્ચ્યુઅલ કમ્પ્યૂટર કહી શકાય!
***
6. ડિજિટલ ડિબેટ/
ઘરકામ કરવાના બદલામાં ગૃહિણીને પગાર મળવો જોઇએ?


અભિનેતા કમ રાજનેતા કમલ હાસને ગૃહિણીઓને તેમના ગૃહકાર્યના વળતર રૂપે પગાર આપવાનો વાયદો કરીને નવી ચર્ચા છેડી છે. આ અઠવાડિયાની ડિજિટલ ડિબેટ પણ આ જ મુદ્દે કરી રહ્યા છીએ કે સ્ત્રીઓને ઘરના કામ બદલ પગાર મળવો જોઇએ કે કેમ.
***
7. બિન્જ વૉચ/
ભારતીય ફિલ્મમાં ચાર મિનિટ લાંબા ચુંબને નવ દાયકા પહેલાં વિવાદ જગાવેલો, આજે પણ એ જ સ્થિતિ છે


અંગ્રેજોએ એક સૈકા પહેલાં ભારતીય સિનેમામાં પ્રતિબંધોનો પાયો નાખેલો, આજે નવા પ્રતિબંધો પછી તેમાં ઓર મજબૂતી આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે હવે આપણું સિનેમા કઈ દિશામાં જશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો