તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગત-સંગત:ગાંધીજીને મૃત્યુનો પૂર્વાભાસ થઈ ગયેલો? તમે કેવા પેરેન્ટ્સ છો? સ્પિતિમાં કેમ દૈવી અનુભવ થાય છે? વાંચો આજના ‘રંગત સંગત’ના બધા જ લેખો અહીં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
ભારત અને તિબેટ વચ્ચે ઇતિહાસનો ભવ્ય વારસો સાચવીને અડીખમ ઊભેલું કુદરતી વંડર-સ્પિતિ

માટીનાં બનેલા વિશાળકાય પહાડો, આકાશમાં ઉડાઉડ કરતાં હિમાલયનાં પંખીઓ, શાંતિ અને સૌમ્યતા ફેલાવતા પ્રેયર ફ્લેગ્સ, એકસાથે અનેક પ્રવાહોમાં વહેતી સ્પિતિ નદી અને દૂર ક્યાંક પહાડોમાંથી ઊડતી ધૂળ આ બધું જ એક સાથે મનમાં એ રીતે વસી ગયું જાણે હું સ્પિતિનો નહીં, સ્પિતિ મારું છે.
***
મનન કી બાત/
શું તમારી વાણી તમારી સફળતાની વચ્ચે આવે છે?

ધર્મેન્દ્રના પરિવારમાં અને ધર્મેન્દ્રને પોતાને પણ મીઠું બોલતા ન આવડે. એટલે કેટલી પણ મહેનત કરે અંતે કડવું બોલીને બધા પર પાણી ફરી જાય. એ મનોચિકિત્સક પાસે એવી દવા, ઔષધિ કે તરકીબ માગવા આવ્યો કે જેથી એની આ તકલીફનું નિવારણ નીકળે અને એ પોતાના ટેલેન્ટનો સાચો ઉપયોગ કરી સફળતા મેળવી શકે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
પોતાના મૃત્યુનો પૂર્વાભાસ રાષ્ટ્રપિતાને સતત થયા જ કર્યો હતો...અને એક દિવસ પ્રભુની પ્રાર્થના કરવા નીકળેલો જીવ પ્રભુમાં મળી ગયો

તત્કાળની ફરજ છોડીને કોઈ ભવિષ્યની તૈયારીમાં સમય ગાળે એ ગાંધીજીને પસંદ નહોતું. એમણે કહ્યું:’રાત પડતાં પહેલાં શું થશે અને હું પણ જીવતો હોઈશ કે કેમ એની કોને ખબર?' નોઆખલીમાં ફરતા હતા ત્યારથી જ તેમણે પોતાના ભાવિ અંગે આવા ઉલ્લેખ કરવા માંડ્યા હતા
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
પેરેન્ટિંગ સ્ટાઇલઃ ઓથોરિટેરિયન, ઓથોરિટેટિવ, પર્મિસિવ...આમાંથી તમે કેવાં પેરેન્ટ્સ છો?

પશ્ચિમી સંસ્કૃતિ વ્યક્તિવાદી હોય છે એટલે વાલીઓ પોતાના બાળકોનો ઉછેર વધુ સ્વાયત્તતાથી કરે છે અને તેમને વ્યક્તિગત લક્ષ્યો કેળવવા માટે પ્રોત્સાહન આપે છે. બીજીબાજુ, જો બાળક વ્યક્તિગત અને સ્વતંત્રરૂપે નિર્ણય લે તો ઘણા એશિયન વાલીઓને અપમાનજનક લાગે છે કારણ કે, અહીંના વાલીઓ કુટુંબને હંમેશાં પોતાનાથી પહેલાં મૂકવામાં માને છે.
***
વેદવાણી/
મહર્ષિ ભરદ્વાજ: મંત્રદૃષ્ટા વૈજ્ઞાનિક અને આધુનિક ભાષાના ટેક્નોક્રેટ

આયુર્વેદનું સૌપ્રથમ જ્ઞાન મહર્ષિ ભરદ્વાજે ઇન્દ્ર પાસેથી લીધું હતું. જેના આધારે તેમણે 'આયુર્વેદ સંહિતા'ની રચના કરી હતી. મહાભારતમાં ઉલ્લેખ છે કે, મહર્ષિ ભૃગુ પાસેથી ભરદ્વાજે ધર્મશાસ્ત્રનો ઉપદેશ લઇને 'ભરદ્વાજ સ્મૃતિ'ની રચના કરી હતી.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘માણસિયો વાળો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘‘માણસિયો વાળો’’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

(આવરણ તસવીરઃ કી મોનેસ્ટ્રી, તિબેટ, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)