ડિજિટલ ડિબેટ/
મહારાષ્ટ્ર મહાખેલ દ્વિતિયઃ કોકડું ઉકેલાયું કે ગૂંચવાયું? થોડું વિશ્લેષણ, થોડી અટકળો...
રાજકારણમાં નાટકીય વળાંક નવી વાત નથી, પણ મહારાષ્ટ્રમાં મધર ઓફ ઑલ પૉલિટિકલ ડ્રામા ભજવાયો. સીએમ બનવાનું સપનું જોનારા ફડણવીસને બળવાખોર શિંદેના ડેપ્યુટી બનવાનો 'આદેશ' સ્વીકારી લેવો પડ્યો. આ રાજકારણની આંટીઘૂંટી તો હજી શરૂ થઈ છે. વધુ એક વાર મહારાષ્ટ્ર રાજકારણની ચર્ચા.
***
ઈતિહાસ ગવાહ હૈ/
મુઘલ બાદશાહો પણ રંગેચંગે દિવાળી મનાવતા
ભારતમાં ઘણો લાંબો સમય શાસન કરતા રહેલા મુઘલ બાદશાહો પણ હોળી-દિવાળીના તહેવારને મનાવીને હિંદુ-મુસ્લિમ એખલાસની ભાવનાને વધુ દૃઢ કરતા રહ્યા છે.
***
મનન કી બાત/
તમારી વાણી તમારા મનોવસ્થા વિશે શું કહે છે?
આપણી વાણી અને આપણું વર્તન આ બે જ એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે સામેવાળાના મનમાં શું ચાલી રહ્યું છે અને સામેવાળી વ્યક્તિ કેવી છે એનું એક અનુમાન લગાવી શકીએ છીએ. આપણું મગજ જાણતાં-અજાણતાં એ વસ્તુ માટે ટ્રેઇન થઈ ગયેલું છે કે આપણે સામેવાળાને જાણી અને માપી શકીએ.
***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
એને કેવું લાગશે? એને ગમશે ને? એ નારાજ તો નહીં થાય ને? હું શું કરું તો તે રાજી રહે? એક યુવાનની રસપ્રદ મનોગત...
સગાઈથી લગ્ન સુધીનો ગાળો કોઈ પણ યુવક-યુવતી માટે સુવર્ણયુગ હોય છે. એેની એક એક મિનિટ યાદગાર અને પ્રેમથી ભરેલી હોય છે. નિમિષ-નિયતિ આ પિરિએડ માણી રહ્યાં છે પણ નિમિષ એક પ્રકારની ચિંતા કે દ્વિધામાં અટવાયો છે.
***
એક્સપ્લોર ઇન્ડિયા/
પ્રકૃતિ સાથે ગોષ્ઠિ માંડવાની મોસમ વર્ષા ઋતુમાં ગુજરાતનું અલૌકિક પોળોનું જંગલ
હિંમતનગરનાં પોળોનાં જંગલના દરેક તત્ત્વમાં ખોવાઈ જવા માટે સહુ કોઇ થનગની ઊઠે. પોળોનાં જંગલોમાં પ્રકૃતિનો આવો અખૂટ ખજાનો છે, લૂંટી શકો તો લૂંટી જ લેજો, રખેને આધુનિકતાની ગર્તામાં એ ધકેલાઈ જશે તો પછી કહેશો...અમે તો આવું પોળો ક્યારેય નથી જોયું.
***
મારી વાર્તા/
‘પારસમલ, સિરિયસ મેટર છે, આપણે અર્જન્ટ મળવું પડશે...’ આ સાંભળીને એક વખત જેલની હવા ખાઈ આવેલો પારસમલ સહેજ ગભરાયો
મોબાઇલ ફોનની ઘંટડી રણકી. સ્ક્રીન પર ગિરીશ મહેતા નામ વાંચીને પારસમલે કહ્યું, ‘ગિરીશ, હું અત્યારે કાર ડ્રાઈવ કરું છું..’,
‘પારસમલ, બહુ સિરિયસ મેટર છે. આપણે અર્જન્ટ મળવું પડશે...’ એક વખત જેલની હવા ખાઈ આવેલો પારસમલ સહેજ ગભરાયો. બોલ્યો, ‘જરૂર આવું છું...!’
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકોને વાર્તા કહેવી કે સંભળાવવી તે એક વિધિ પણ છે અને એક કલા પણ! માતા-પિતા માટે પણ સ્ટોરીટેલિંગ ફાયદાકારક છે!
આજના ડિજીટલ યુગમાં જ્યારે વાર્તાઓ માત્ર એક વોઈસ મેસેજના માધ્યમથી સિરી અને એલેક્સા જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ થકી બોલાવડાવી શકાય છે ત્યારે વાલિયો પાસે આ પ્રવૃત્તિની અપેક્ષા રાખવી તે લગભગ અસંભવની અપેક્ષા કરવા જેવું છે… પણ આ પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે કારણ કે તે વાલી અને બાળકો વચ્ચે એક સ્પેશિયલ પુલ બાંધે છે. આ વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
***
સુખનું સરનામું/
રોજ-બરોજનું સામાન્ય કાર્ય પણ ભક્તિ બની શકે
ધાર્મિક કે સામાજિક સંસ્થાના કામો કરતી વખતે ત્યાં પોતાપણાની ભાવના રહેલી છે. હું જે કંઇ કાર્ય કરું છું એ મારા માટે નહીં, ભગવાન માટે કે મારા સમાજ માટે કરું છું એ વિચાર કામ કરવા માટેનું એક નવું બળ આપે છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘આઈ જાસલ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
આપણા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ખમતીધર વાર્તા ‘આઈ જાસલ’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે. લ્યો ત્યારે, થાવા દ્યો તમતમારે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.