સજાવટ:લિવિંગ રૂમનો ઝગમગાટ વધારતી લાઇટિંગ ટિપ્સ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્યા દેસાઇ

દરેક વ્યક્તિ પોતાના ઘરને સારી રીતે સજાવવા ઇચ્છતી હોય છે. અત્યાર સુધી ઘરમાં લાઇટનું મહત્ત્વ માત્ર પ્રકાશ ફેલાવવા પૂરતું જ હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી લાઇટ્સ હવે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઇ છે. ઇન્ટિરિયર ડિઝાઇનર્સ એની સાઇઝ, સ્કેલ તેમજ આકાર સાથે પ્રયોગ કરીને જગ્યાને અલગ જ લુકમાં ટ્રાન્સફોર્મ કરી શકે છે. ઘરમાં સામાન્ય રીતે લિવિંગ રૂમમાં વ્યક્તિ વધારે સમય કરે છે અને જો લાઇટ વ્યવસ્થા શાનદાર હોય તો અલગ જ ફીલ આવે છે. જો તમારે લિવિંગ રૂમને લાઇટિંગથી સજાવવો હોય તો કેટલીક ટિપ્સનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
દરેક સમય માટે અલગ અલગ વાતાવરણ
લિવિંગ રૂમ એવી જગ્યા છે જ્યાં વ્યક્તિ સવારે, બપોરે અને સાંજે એમ દિવસના ત્રણેય તબક્કા દરમિયાન સમય પસાર કરતી હોય છે. આ કારણોસર લિવિંગ રૂમ માટે સવારે, બપોરે અને સાંજે અલગ અલગ સ્ટાઇલનું લાઇટિંગ પસંદ કરવું જોઇએ અને આ કામમાં ડિમર્સ તેમજ લાઇટિંગ કંટ્રોલ સિસ્ટમની મદદ લઇ શકાય છે. ડિમર્સ ઇન્સ્ટોલ કરવાનું સરળ અને સસ્તું છે. જો તમે દિવસના સમયે રૂમને લાઇવ લુક આપવા ઇચ્છતા હો તો સીલિંગ લાઇટ્સ ફુલ રાખવી પણ ટેબલ લેમ્પ ડિમ રાખવો. સાંજના સમયે તમે સોફ્ટ લેમ્પ નાઇટ ચાલુ કરી શકો છો.
લેયર લાઇટિંગની ટ્રિક
ઇન્ટિરિયર ડિઝાઇનર મોટાપાયે લેયર લાઇટિંગનો ઉપયોગ કરે છે. એનાથી રૂમનું ટેક્સચર સારી રીતે હાઇલાઇટ કરી શકાય છે. જો તમારો લિવિંગ રૂમ નાનો હોય તો ઓછામાં ઓછા ત્રણ લાઇટિંગ સોર્સ લગાવવા પડે છે. આનાથી રૂમમાં દરેક સ્તરે રોશની ફેલાવી શકાય છે. તમે સીલિંગ પર લગાવવા માટે સ્પોટલાઇટ અને ઝુમ્મરની પસંદગી કરી શકાય.
સેન્ટરપીસની પસંદગી
લિવિંગ રૂમની લાઇટિંગ આકર્ષક લાગે એ માટેનો સૌથી સારો આઇડિયા છે યોગ્ય સેન્ટરપીસની પસંદગી. જો તમે એવું ન ઇચ્છતા હો કે લિવિંગ રૂમની બધી વસ્તુઓ ધ્યાન આકર્ષિત કરવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે તો એવી વસ્તુને હાઇલાઇટ કરવી જોઇએ જે રૂમનું કેન્દ્ર બની જાય.

અન્ય સમાચારો પણ છે...