તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Learn New Things To Enjoy In Relationships, Technology, Sports, Cinema, Motivation And Read Along With Interesting Stories, All Together Here In 'Rangat Sangat'

રંગત-સંગત:રિલેશનશિપ, ટેક્નોલોજી, સ્પોર્ટ્સ, સિનેમા, મોટિવેશન પર મજા પડે એવી અવનવી વાતો જાણો અને સાથે વાંચો રસપ્રદ વાર્તા, બધું જ એકસાથે અહીં ‘રંગત-સંગત’માં

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
જે સંબંધ નિભાવી શકાય તેમ ના હોય તેને એક સુંદર વળાંક આપીને છોડી દેવો જોઈએ
સંબંધો માણસને પ્રેમ વ્યક્ત કરવાની મસ્ત અને સુંદર તક આપે છે. સંબંધો માણસને જીવવાનું પ્રયોજન આપે છે. સંબંધોથી માણસમાં ઊર્જાનો સંચાર થાય છે અને તેને ઉત્સાહ પણ મળે છે. સંબંધો જીવનને રસપ્રદ બનાવે છે અને જીવવા જેવું પણ.
***
મારી વાર્તા/
‘નો ‘મેડમ!’ ઓનલી નેન્સી!’...સાંભળતા જ વસંત પૂરબહારમાં ખીલી ગઈ અને તે નેન્સી સાથે આખું જીવન પસાર કરવાનું સપનું જોવા લાગ્યો!!
બોબકટ વાળ, અણીદાર આઇબ્રોવાળી ચમકતી આંખો, મધુર સ્માઇલથી મનને હરી લેતો સોહામણો ચહેરો, એક હાથ પર લકી અને જિન્સ પર ફેશનેબલ ટોપ પહેરેલી આધુનિક યુવતી! પોતે નોબેલ ઇન્ડસ્ટ્રીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે દાખલ થયો ત્યારે સૌથી પહેલા એને નેન્સી જ મળી હતી.
***
સ્ટ્રેટ ડ્રાઇવ/
કોરોનાકાળમાં ઘણાયને મૂંઝવતો પ્રશ્ન: રોજ સેંકડો લોકો જીવવા માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે એની હારોહાર ક્રિકેટનો તહેવાર ચાલે એ વ્યાજબી ખરું?
ખેલાડીઓ બહારની દુનિયા સાથે ડિસ્કનેક્ટેડ છે. દર બીજા દિવસે તેમનો ટેસ્ટ થાય છે અને આખા દેશમાં વાઇરસ સામે સૌથી સારી રીતે સિક્યોર્ડ છે આપણા સ્ટાર્સ. તેમજ, દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નથી એવામાં ક્રિકેટ માટેનું ગાંડપણ લોકોને સુપર સ્પ્રેડર બનાવે એવો પણ કોઈ સિનારિયો છે નહીં, તો પ્રોબ્લમ શું છે?
***
સુખનું સરનામું/
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઇ પાર નથી!!
ભગવાનની મળેલી મદદની આપણે નોંધ લઇએ કે ન લઇએ એ કરુણાનો સાગર સતત પોતાની હેતવર્ષા કર્યા જ કરે છે. ભગવાનની આપણા ઉપરની કૃપાને સમજવા માટે માત્ર આપણું શરીર જ કાફી છે.
***
ટેક્નોહોલિક/
મંગળ ઉપર ઉડ્યું હેલિકોપ્ટર: રાઈટ બ્રધર્સ સાંભરે રે!

મંગળ પર 1.8 કિલોગ્રામ વજન ધરાવનાર મિનિ ચોપર એટલે કે હેલિકોપ્ટર 'ઇંજેનુંઈનિટી'એ 25 એપ્રિલે મંગળ ગ્રહ પર ત્રીજી ઉડાન ભરી. આ ત્રીજી ઉડાન વધુ ઝડપી અને દૂર સુધી હતી, જેણે મિશન મંગળ ગ્રહ માટે ઘણી બધી સંભાવનાના દરવાજા ખોલી દીધા.
***
ડિજિટલ ડિબેટ/
કોરોના સંકટ વચ્ચે ચૂંટણીઓ, એક્ઝિટ પોલ, આંકડાં અને કરૂણતા!!

સોશિયલ મીડિયામાં કોરોનાનો કહેર જોઇએ તો એવું લાગે કે મોદી સરકાર કોરોનાના બીજા વેવમાં સાવ નિષ્ફળ ગઇ છે. આ પાંચેય રાજ્યોમાં ભાજપનો સફાયો થઇ જવો જોઇએ પરંતુ એક્ઝિટ પોલના વરતારા જોઇએ તો આસામમાં ભાજપની જીત નકકી જણાય છે.