રંગત-સંગત:દાર્જીલિંગમાં ટોય ટ્રેનની મુસાફરી, આત્મવિશ્વાસ કેળવવાની 3 Key અને સિંહની જેમ જીવેલાં સરદાર અંગે બધું જ જાણો ‘રંગત સંગત’માં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/ નૂપુર શર્માનાં ઉશ્કેરણીજનક નિવેદનોના પડઘા ક્યાં સુધી, કેવાં પડશે?
ભલે એવું કહેવાતું હોય કે નૂપુર શર્માનું નિવેદન ખોટું નહોતું, પણ ધાર્મિક લાગણીઓ દુભાય એવાં નિવેદનનો કોઈ બચાવ ન જ હોય. મુશ્કેલી આ મુદ્દામાં જ થઈ છે- તમે અમારી ધાર્મિક લાગણી દુભવો છો એટલે તમારી અમે દુભવીશું. અજબ છે આ લાગણીના ખેલ!

************************

મારી વાર્તા/ હે ભગવાન! તેં મને જ કેમ આવી હૈયાસૂની મા આપી? પૂર્ણાનાં મન પર હથોડા પડતા રહ્યા અને એ ચક્કર ખાઇને નીચે ઢળી પડી
પૂર્ણાના પગ હીંચકાને ઠેસ માર્યે જતાં હતાં, તદ્દન યંત્રવત!! એને કંઇ જાણ જ નહોતી, એ ક્યાં છે, એણે શું કરવાનું છે! એનું મન વારે-વારે એને એક સવાલ પૂછ્યા જ કરતું. “કઇ ઘડીએ મારું નામ પૂર્ણા રાખ્યું? શા માટે આવું નામ રાખ્યું?”

************************

મનન કી બાત/ આત્મવિશ્વાસનું મનોવિજ્ઞાન શું હોય છે? સમજો, આત્મવિશ્વાસ કેળવવાની ત્રણ મહત્ત્વની Key
કોઈ વ્યક્તિ કેટલી સાચી કે ખોટી છે એના તરફ કેન્દ્રિત થવા કરતા તે વ્યક્તિ કેટલી આત્મવિશ્વાસુ છે, તેનાથી લોકો એના તરફ વધારે કેન્દ્રિત થતા હોય છે

************************

ઈતિહાસ ગવાહ હૈ/ આયખું આખું સિંહની જેમ જીવેલા સરદારને અન્યાયની વાત જ 'અન્યાયકારી'
વલ્લભભાઈ 15 ડિસેમ્બર 1950ના રોજ આ ફાની દુનિયા છોડી ગયા ત્યારે એમનું બેંક બેલેન્સ રોકડા 262 રૂપિયા હતું! આ રાષ્ટ્રનાયક આગળ દુનિયાના સૌથી ધનાઢ્ય એવા બાદશાહોમાં નિઝામ જેવા પણ ધ્રૂજતા હતા એટલું જ નહીં, અંગ્રેજ શાસકોને કાયમ વલ્લભભાઈના શબ્દોમાં ભરોસો રહેતો હતો.

************************

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/ એક આધુનિક યુવતીની મૂંઝવણ: મારે લગ્ન સંસ્થામાં પ્રવેશ કરવો કે નહીં?
જેમને લગ્ન સંસ્થામાં શ્રદ્ધા નથી. જેમના મનમાં લગ્ન સંસ્થા માટે અસંતોષ, અશ્રદ્ધા, અભાવ કે અવિશ્વાસની લાગણી હોય છે. આવી વ્યક્તિએ પણ લગ્ન કરવાથી દૂર રહેવું જોઈએ

************************

પોઝિટિવ પેરેન્ટિંગ/ તમારું બાળક વંદો, ગરોળી કે ભૂતના નામે ડરી જાય છે? માતા-પિતા બાળકોનો આ ડર શી રીતે કાઢી શકે?
શું તમે જાણવા માગો છો કે તમારું બાળક કેમ વંદો કે ગરોળીને જોઈને ચીસો પાડવા માંડે છે? કેમ તે અંધારામાં જવાથી ડરે છે? તો આ લેખ તમારા માટે છે...

************************

સુખનું સરનામું/ પરંપરાઓને સમય સાથે બદલવી જોઈએ, આંધળા બનીને અનુસરશો તો મૂર્ખા લાગશો
આપણા વિજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા ઋષિઓએ કે વડવાઓએ જે કંઇ પરંપરાઓ શરૂ કરી તે એ સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઇને કરી હશે આજે સમય બદલાતા એ પરંપરાઓમાં પણ પરિવર્તન કરવું જરૂરી હોય છે છતાંય આપણે મુરખાઓની જેમ એ પરંપરાને અનુસરીએ છીએ

************************

એક્સપ્લોર ઇન્ડિયા/ ‘The queen of hills’ કહેવાતા દાર્જીલિંગમાં ચાના બગીચા, ટાઇગર હિલ અને હિમાલયન ટોય ટ્રેન સ્વર્ગની મુસાફરી સમાન બની જાય છે
આજે આપણે પહાડોની રાણી તરીકે ઓળખાતા એટલે કે The queen of hills એવા દાર્જીલિંગની મુસાફરી કરીશું. પશ્ચિમ બંગાળની ઉત્તર દિશામાં આવેલું હિમાલયની શિવાલીક રેન્જનો ભાગ એવું આ હિલસ્ટેશન અનુપમ સૌંદર્ય ધરાવે છે

************************

સૌરાષ્ટ્રની રસધાર/ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘પિંજરાનાં પંખી’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
આપણા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર’. લગભગ એક સૈકો થવા આવ્યો આ કાળજયી કૃતિને, પણ એમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આ વાર્તાઓને હવે આપણે માણીશું ઓડિયો-વીડિયો સ્વરૂપે. જી હા, મેઘાણીદાદાના શબ્દોને ઘૂંટાયેલા સ્વરના સ્વામીઓ પોતાના કંઠથી નવો ઘાટ આપશે. દર રવિવારે ‘દિવ્ય ભાસ્કર’ એપના આ ડાયરે આપણે ‘સૌરાષ્ટ્રની રસધાર’ની એક ખમતીધર વાર્તા સાંભળીશું. આ અઠવાડિયે માણીએ ‘પિંજરાનાં પંખી’. લ્યો ત્યારે, થાવા દ્યો...

અન્ય સમાચારો પણ છે...