તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનન કી બાત:શું તમારા પરિવારનો કોઈ યુવાન વીડનો નશો કરે છે?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીર એક 21 વર્ષીય ફિઝિયોથેરપી સ્ટુડન્ટ છે. વીરનાં માતા-પિતા ડોક્ટર પાસે થોડા સમય પહેલા આવ્યા એ ફરિયાદ લઈને કે વીર હમણાં થોડો ખોવાયેલો ખોવાયેલો રહે છે. સતત જાણે પોતાના વિચારોની દુનિયામાં જ રહે અને કોઈની જોડે વાતો પણ ન કરે. વીરના રૂમમાંથી એના મમ્મીને ઘાસ જેવો પદાર્થ, પેપર અને સિગારેટના ઠુંઠા મળ્યા હતા. છેલ્લાં થોડા સમયથી તો વીર પોતાના આજુબાજુવાળા લોકો પર શંકા પણ કરવા માંડ્યો છે. આપણા સમાજમાં વીડ (ગાંજા)નું ઉત્પાદન અને એનો વપરાશ દિવસે દિવસે વધતો જાય છે.

વીડ (weed) વિશે જાણવાલાયક કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ

 • વીડમાં મુખ્ય પદાર્થ કેનાબીસ હોય છે.
 • કેનાબીસ એટલે ભાંગનો પણ મુખ્ય પદાર્થ.
 • વીડને સિગારેટ જેવા રોલમાં વાળીને એને ફુંકવામાં આવે છે.
 • વીડને સામાન્યપણે લોકો જોઈન્ટ અથવા સ્ટફ પણ કહેતા હોય છે.
 • આપણા સમાજમાં વીડ કંઈ નવું નથી. ભાંગ અને ભાંગ જેવા પદાર્થો આપણા સમાજમાં ઘણા સમયથી વપરાય છે.
 • વીડથી ટૂંકા સમય માટે આનંદ મળતો હોય છે, સારી ઊંઘ આવતી હોય છે અને થાક ઉતરતો હોય છે. પરંતુ લાંબા સમય માટે વીડ કરવાથી એનું વ્યસન થવું ખૂબ સામાન્ય છે, જેના કારણે સાયકોસીસ જેવી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.

વીડ ઘણા દેશોમાં કાયદાકીય થઇ ગયું છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે એ કાયદામાં એના પર નિયંત્રણ મેળવવા અને એનાથી થતો કાળો ધંધો અટકાવવા કોઈ પગલાં લેવામાં આવ્યાં છે કે નહીં.

વીડથી થતી ગંભીર અસરો

 • મૂડ ફ્લક્ચ્યુએશન
 • ઘેનમાં રહેવું
 • ધ્યાન ન આપી શકવું
 • ભણતર અને સામાજિક જીવન બગડવું
 • સાયકોસીસ (ખૂબ શંકા થવી, ભણકારા સંભળાવા)

વીડનું વ્યસન થયા પછી ન લઈએ તો શું થાય? (વિથડ્રોવલ)

 • ખૂબ તલપ લાગવી
 • ધ્રુજારી આવવી
 • શ્વાસ લેવામાં તકલીફ પડવી
 • કોઈ વસ્તુમાં ધ્યાન ન રહેવું
 • હતાશા મેહસૂસ કરવી
 • ખૂબ ચિંતા મેહસૂસ કરવી

મન: જો તમારી આસપાસ કોઈ વીડ કરતું હોય તો તેમને તરત મનોચિકિત્સક પાસે લઇ જવું એ જ તેમના હિતમાં રહેશે. આ ઉપરાંત, તેમની વૈજ્ઞાનિક સારવાર કરાવવી પણ એટલી જ જરૂરી છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)