તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનન કી બાત:શું તમારા જીવનસાથી સાથેના શારીરિક સંબંધો પહેલાં જેવા નથી રહ્યા?

13 દિવસ પહેલા
 • કૉપી લિંક

પ્રદીપ અને પ્રિયા બે હંસોના જોડા જેવું કપલ હતું. એ લોકોએ ઘરેથી ભાગીને પ્રેમ વિવાહ કર્યાં હતાં. એ લોકો અલગ જ્ઞાતિના હોવાથી ઘરવાળા માન્યાં નહોતાં. ભાગીને લગ્ન કર્યાં બાદ લગ્નજીવનના પહેલા 3 વર્ષ ખૂબ સરસ રહ્યાં. બંને એક નવા ગામમાં નવું જીવન શરૂ કરીને પ્રેમથી બેફિકર થઈને રહેતા હતા. પ્રદીપ ઓછું કમાતો. પરંતુ બંને માટે પૂરતું થતું. પ્રિયાને રસોઈ કાચી પાકી બનાવવી ફાવતી. પરંતુ પ્રદીપ માટે ઉત્તમ હતી કારણ કે, કોઈપણ પુરુષની જેમ એને પોતાના જીવનસાથીના હાથનું બનાવેલું ખૂબ ભાવતું. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ સારાં હતાં. અઠવાડિયાંમાં ઓછામાં ઓછું 4થી 5 વખત એ લોકો સંબંધ બાંધતાં હતાં.

પરંતુ બંને જ્યારે મનોચિકિત્સક પાસે આવ્યા ત્યારે બીજા તમામ પ્રયત્નો કરી ચૂક્યાં હતાં. પ્રદીપ અને પ્રિયા બંનેએ દરેક પ્રકારના બ્લડ ટેસ્ટ અને કેટલાક તો ડોક્ટરે પણ ન સાંભળ્યા હોય એવા ટેસ્ટ કરાવી લીધા હતા. પરંતુ કોઈ કારણોસર બંને સંબંધ બાંધી શકતાં નહોતાં. પ્રદીપ સાથે એકલતામાં વાત કરી તો એણે કહ્યું કે એને પ્રિયા સિવાય કોઈ સાથે ન ક્યારેય પ્રેમ થયો છે ન થશે. હા, લગ્નના છેલ્લાં એકાદ વર્ષથી મને સંબંધમાં એટલો રસ નથી રહ્યો જેટલો પ્રિયાને રહ્યો છે. પરંતુ એનો મતલબ એવો ચોક્કસ નથી કે પ્રિયા સિવાય બીજું કોઈ ગમે છે.

પ્રદીપ નિયમિત હસ્તમૈથુન કરતો હતો. પ્રદીપ માટે આ એક સ્ટ્રેસ સાથે ડીલ કરવાની ક્રિયા હતી. જ્યારે પણ પ્રદીપે એક મહત્ત્વનું પ્રેઝન્ટેશન આપવાનું હોય અથવા કોઈ મહત્ત્વની મીટિંગ અટેન્ડ કરવાની હોય તો એ પહેલાં એ હસ્તમૈથુન કરતો. પરંતુ આ આદત એના કહેવા પ્રમાણે આજકાલની નહોતી. દસમા બારમા ધોરણના સમયથી પ્રદીપ સ્ટ્રેસ ઓછો કરવા આ કરતો હતો. તો પછી અચાનક એવું શું થઈ ગયું કે એના અને પ્રિયાના શારીરિક સંબંધો પર એની અસર પડવા માંડી?

હસ્તમૈથુન વિશે પૂછવામાં આવતા સામાન્ય પ્રશ્નો:

 • દિવસમાં કેટલી વાર હસ્તમૈથુન કરી શકાય?
 • શું હસ્તમૈથુનથી આપણી શારીરિક શક્તિ ઓછી થાય છે?
 • શું હસ્તમૈથુનથી વીર્યનાં કાઉન્ટ ઓછાં થાય છે?
 • શું મને હસ્તમૈથુન કરવાના કારણે મગજમાં વિકૃતિ થશે?
 • શું સ્ત્રીઓ હસ્તમૈથુન કરે?

હસ્તમૈથુન વિશે આપણા સમાજમાં ગેરમાન્યતાઓ
મેં પોતે ભારતમાં પ્રેક્ટિસ કરતી વખતે એવા હજારો દર્દી જોયા છે જે હજી પણ એવું માને કે વીર્યનું એક ટીપું લોહીના સો ટીપાંને બરાબર છે અને એટલે હસ્તમૈથુન કરવું એક ખરાબ વસ્તુ છે.
લોકો એવું પણ માને છે કે હસ્તમૈથુન કરવાથી આપણી તાકાત ઓછી થઈ જાય છે અથવા સ્ત્રી સાથે સંબંધ બાંધવામાં આપણો રસ ઓછો થઈ જાય છે
કેટલાક લોકો એવું માને છે કે એનાથી આપણું પુરુષત્વ ઓછું થઈ જાય છે.

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો હસ્તમૈથુન કરવાથી આ કોઈપણ આડઅસર નથી થતી. ઇનફેક્ટ, હસ્તમૈથુન કરવાથી આપણા વિચારો સતત સેકસ વિશે વિચાર કરવા કરતાં કામ પર ધ્યાન રાખી શકે છે. એવું કોઈ પણ વૈજ્ઞાનિક પેપર અથવા રિસર્ચ નથી જે એવું કહે કે હસ્તમૈથુનથી કોઈપણ શારીરિક તકલીફ થાય છે. સ્ત્રીઓ પણ હસ્તમૈથુન કરે છે. 95 ટકાથી વધારે સ્ત્રીઓ નિયમિત હસ્તમૈથુન કરે છે અને 5 ટકા જુઠ્ઠું બોલે છે. હસ્તમૈથુન કરવું એ કોઈ પાપ નથી. તકલીફ હસ્તમૈથુન કરવામાં નથી. પરંતુ જ્યારે હસ્તમૈથુન એક વિકૃત અથવા અન્હેલ્ધી સ્વરૂપ ધારણ કરે ત્યારે તકલીફ ચોક્કસ પડે છે.

 • હસ્તમૈથુન પોતાનું ધ્યાન વટાવવા માટે ઉપયોગમાં લઈશું તો લાંબા ગાળે એની અસર ચોક્કસ પડશે.
 • હસ્તમૈથુન કરતી વખતે પોર્ન જોવા અથવા કોઈ વિકૃત વિચારો કરવા કરતા હેલ્ધી અને સારા ઇન્ટિમસીના વિચાર કરવા એ આદત પાડવી જરૂરી છે.

એક યુગલ કપલની આવી તકલીફો માટે બિહેવિયરલ કપલ થેરપીથી સારવાર કરવામાં આવે છે:

 • 99 ટકા કપલમાં તકલીફ શારીરિક નથી હોતી. માનસિક હોય છે.
 • એમની સાથે ખુલ્લા મને વાત કરી અને એકબીજા માટે લાંબાગાળેથી બનેલા પ્રેજ્યુડાઇસ ઓગાળવામાં આવે છે.
 • એકબીજાની અણગમતી આદતો ઓછી કરી ગમતી આદતો અને વાતો પર ફોકસ કરવામાં આવે છે.
 • ધીમે-ધીમે કપલને માની ન શકાય એટલાં સુંદર પરિણામ મળતાં હોય છે.

મન: સેક્સ આપણા સમાજમાં એક ખૂબ જ ટેબુ ટોપિક છે. એટલે જ્યારે સેક્સમાં કોઈ કપલને તકલીફ પડતી હોય છે તો એ પોતાના સુધી રાખીને દુઃખી અને નાખુશ જીવન જીવે છે, જેની અસર એમની આજુબાજુના લોકો પર પણ પડતી હોય છે. કપલનો પુરુષ પોતાના પુરુષત્વ અને સ્ત્રી પોતાના સ્ત્રીત્વ પર કોન્ફિડન્સ ગુમાવી બેસે છે અને સૌથી મહત્ત્વની વાત પ્રેમ માણવાનો ભૂલી જાય છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...