• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Is Hardik's Decision To Join BJP Right? What Is The 'counseling' Process? Today's 'Rangat Sangat' With A Glimpse Of Jim Corbett's Magic On World Environment Day

રંગત સંગત:હાર્દિકનો BJP પ્રવેશ, કોણે કોની ‘ગેમ’ કરી? રવિવારને તરબતર કરતા લેખોનું ચિક્કાર વાંચન પીરસતો વિભાગ ‘રંગત સંગત’ આ રહ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/ હાર્દિક પટેલની શરણાગતિ કરાવીને ભાજપે કેટલો મોટો સ્કોર કર્યો છે?
ભારતીય જનતા પક્ષે હાર્દિક પટેલને 'કેસરિયો ખેસ પહેરાવી દીધો' અને અનામત આંદોલનનું છેલ્લું પ્રકરણ લખાઈ ગયું. આ અંગે કોનું હિત સધાઈ ગયું અને કોનો ઉપયોગ થઈ ગયો તે ઇતિહાસ કહેશે, પણ વર્તમાનમાં ટૂંકા ગાળે કોને ફાયદો એ જ ચર્ચા રહેવાની છે

************************

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/ પતિ-પત્નીમાં વિશ્વાસની ખોટ: લગ્નજીવનમાં મૂંઝવણ અને ગૂંચવણ ઊભું કરનાર મૂળ બને છે
પત્ની હોય કે પતિ બંનેએ એકબીજાને વિશ્વાસમાં લઈને જ આગળ વધવું જોઈએ. મહત્ત્વના નિર્ણયો તો સાથે મળીને જ કરવા જોઈએ. કેટલીક પરંપરાઓને સમયની સાથે બદલવી જ જોઈએ.

************************

ઈતિહાસ ગવાહ હૈ/ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક સર સી.વી.રામનની હકાલપટ્ટીની પરંપરા અને નોબેલ પ્રાઈઝ માટે ઈર્ષ્યા
1930માં નોબેલ પારિતોષિક મેળવનાર સર સી. વી. રામને પોતાની રીતે નાણાં ઊભાં કરીને 1948માં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરીને પોતાનું સંશોધન કાર્ય બેંગલુરુ પરિસરમાં આવેલી આ સંસ્થામાં આદર્યું હતું.

************************

મનન કી બાત/ થેરાપી સેશનમાં શું થતું હોય છે? 'કાઉન્સિલિંગ' માં આટલી લાંબી-લાંબી વાતો શા માટે કરવામાં આવે છે?
થેરાપી એક ખૂબ જ વૈજ્ઞાનિક અને સાબિત થયેલ માનસિક સ્વાસ્થ્યની ટ્રીટમેન્ટ છે. થેરાપીના શરૂઆતના સેશનમાં વ્યક્તિને રિલેક્સેશન ટેકનિક શીખવવામાં આવે છે. જેના દ્વારા મગજ શાંત થાય છે.

************************

મારી વાર્તા/ ગફૂરભાઇએ મનને ટપાર્યું, પરંતુ હઠીલી નજર એ સુરેખ પીઠ પર ફરી-ફરીને જવા માગતી હતી
શહેરનાં શ્રેષ્ઠ હોલમાં મહાનુભાવો સમક્ષ સંગીત રજુ કરવા માટે સૌ કોઈ જરા બેચેન હતાં. સૌએ પોતાની બેઠક લીધી. ગફૂરભાઇની નજર શાલીનીદેવીની સીધી સટાક, સુરેખ, ગૌર પીઠ પર ભુરી રેશમની દોરીઓ તીવ્ર વિરોધાભાસ રચતી ઝૂલી રહી હતી તેના ઉપર પડી.

************************

સુખનું સરનામું/ ઘરને ઘર જ રહેવા દઈએ, ઓફિસ ન બનાવીએ
સફળ જીવન માટે ઓફિસમાં હોઈએ ત્યારે ઘર ભૂલી જવું અને ઘરમાં હોઇએ ત્યારે ઓફિસ ભુલી જવી. ઓફિસની સમસ્યાઓ અને પ્રશ્નો ઘરે લઇને આવીએ તો એનો કોઈ ઉકેલ આવવાનો તો નથી જ ઉલટાના પરિવારના સભ્યો વગર કારણે ટેન્શનમાં આવી જશે.

************************

એક્સપ્લોર ઇન્ડિયા/ વિશ્વ પર્યાવરણ દિવસ પર દેશભરનાં ખુલ્લાં વન વગડાની એક ઝલક જેનો જાદુ દરેક જીવોને અભિભૂત કરી શકે એટલો સાર્થક છે! અંગે...

************************

સૌરાષ્ટ્રની રસધાર/ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ભાઈબહેન’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
​​​​​​
​આપણા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર’. લગભગ એક સૈકો થવા આવ્યો આ કાળજયી કૃતિને, પણ એમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આ વાર્તાઓને હવે આપણે માણીશું ઓડિયો-વીડિયો સ્વરૂપે. આ અઠવાડિયે માણીએ ‘ભાઈબહેન’. લ્યો ત્યારે, થાવા દ્યો...

અન્ય સમાચારો પણ છે...