તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગત-સંગત:રિલેશનશિપ, વાર્તા, મોટિવેશન અને ટેક્નોલોજી વર્લ્ડના નવા નક્કોર લેખોનો અમૂલ્ય ખજાનો, વાંચો આજનું રંગત-સંગત

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/માલતીની મૂંઝવણઃ રિલેશનશિપમાં હોઈએ ત્યારે પોતાના પરિવારની કેટલી વાતો શેર કરવી?
ક્યારેય પોતાના પરિવારની અંગત વાતો કહેવામાં ઉતાવળ ન કરવી. તમારી પોતાની અંગત અને વ્યક્તિગત વાતો પણ શેર કરતી વખતે ધ્યાન રાખવું. ખરેખર તો સંબંધોમાં વિશ્વાસનું સવિશેષ મહત્ત્વ હોય છે. જો વિશ્વાસ જાણે અજાણે તૂટે તો આખા પરિવારને નુકસાન થઈ શકે છે.
***
મારી વાર્તા/'આઆઆઆઉઉઉઉઉ' અવાજ કરીને ગલુડિયું તો દુઃખી શ્વાસ બહાર કાઢી નાખતું...પણ તેને નવાઈ લાગતી કે, આ કાકો કેમ એનું દુઃખ મનમાંથી કાઢી નથી નાખતો?
કુરકુરિયું આજકાલ એકલું પડી ગયું હતું. ઓતરા ચિતરાના તાપે એના ભાઈ-બહેનને ઝૂંટવી લીધાં હતાં. એકલું બિચારું ગલુડિયું સોરાતું પણ હતું'હહહહાઉ...' ઘણીવાર એમના પાથરણાની ગંધ કુરકુરિયાને પોતાની તરફ ખેંચતી અને તેને થતું કે, 'હાઉ, હાઉ, કોણ છે મારા જેવો એકલો, બિચારો!'
***
સ્ટ્રેટ ડ્રાઇવ/માઇકલ બેવન: ફિનિશર શબ્દ ફેમસ થયો એ પહેલા ફિનિશર કોને કહેવાય એની વ્યાખ્યા આપી ગયો
આજના હીરોઝ માફક તેની રમત મસલ પાવર પર નહીં, પરંતુ સંપૂર્ણ રીતે માઇન્ડ પાવર પર જ નિર્ભર હતી. ગેપ કેવી રીતે કાઢવો, સતત સ્કોરબોર્ડ કેવી રીતે ફરતું રાખવું, વિકેટ 8 પડી હોય કે 9, બેવન ક્યારેય પ્રેશરમાં લાગતો જ નહીં. ઇંગ્લિશમાં કહેવાય એમ કામ એન્ડ કમ્પોઝ્ડની છબી એટલે આ ડાબોડી બેટ્સમેન.
***
સુખનું સરનામું/આપણી જાતને બદલીએ તો દુનિયા પણ બદલાશે
આપણે જેટલી વ્યક્તિઓના સંપર્કમાં આવીએ એ તમામ વ્યક્તિઓના હૃદયમાં આપણા નામનું એક લાગણીનું ખાતું ખુલેલું હોય છે. જેવી રીતે બેંક ખાતામાં નાણાની લેવડ-દેવડથી બેલેન્સની વઘ-ઘટ થાય છે એવી જ રીતે આ લાગણીના બેંક ખાતાંમાં પણ આપણા વાણી-વર્તનની બેલેન્સની વઘ-ઘટ થાય છે.
***
ટેક્નોહોલિક/શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણું મગજ નવરું કરી નાખશે?
માણસનું ફ્યુચર કેવું છે? માણસ ભવિષ્યમાં ટેક્નોલોજીની બાબતમાં ટોપ ઉપર પહોંચશે તો કયું પરિબળ તેને પહોંચાડશે? એનો એક જ જવાબ આવે છે - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI.
***
ડિજિટલ ડિબેટ/મરાઠા અનામતનો અંત, પરંતુ અનામતના મુદ્દે વિખવાદ યથાવત
પાછળ રહી ગયેલા અને નબળા વર્ગોને સહાયરૂપ થઈને બધા જ વર્ગોની નજીક પહોંચાડવા માટે અનામતની જોગવાઈ બંધારણના ઘડવૈયાઓએ બહુ વિચારીને આપી હતી. તે દલીલ માન્ય છે. પરંતુ તે પછી આટલા દાયકામાં સત્તા પર જે પણ પક્ષો આવ્યા તેમની દાનત શું હતી તે બહુ અગત્યનો મુદ્દો રહ્યો છે.