તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોહોલિક:રેડિયો કાનની સ્કૂલ છે તો પોડકાસ્ટ એટલે કાનની કોલેજ!

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજથી થોડા વર્ષો પહેલાં નાના ગામમાં જોયેલું દૃશ્ય યાદ આવે છે. ગામમાં નવી ફિલ્મ આવી હોય, રસીકરણનો કાર્યક્રમ હોય કે પછી નસબંધી કેમ્પ કે કઈ પણ નવા જૂની હોય. ગામમાં જેનો અવાજ પ્રભાવી હોય એ ઘોડાગાડી કે ખુલ્લી જીપમાં મોટા ભૂંગળા જેવું લાઉડ સ્પીકર લઇને બધા કાર્યક્રમોની જાહેરાત ગામની ગલીએ ગલીમાં ફરીને કરે અને ગામવાળા તે સમાચારોથી અવગત થાય. હવે જમાના પ્રમાણે લોકો સાથે સંવાદ એના એ જ રહ્યા છે પણ માધ્યમો બદલાયા છે. આમ પણ પહેલાના જમાના કરતાં લોકો ખૂબ વ્યસ્ત રહે છે. એટલે જ સંવાદના એવા માધ્યમની જરૂર ઊભી થઇ કે જે લોકો બીજા કામ કરતા કરતા પણ કરી શકે જેમ કે, રોટલી વણતા, ડ્રાઇવિંગ કરતા, બ્યુટી સલૂનમાં વાળ કપાવતાં કે પછી ટોઇલેટની સીટ પર બેસીને થતા! આ સંવાદના મજબુત પર્યાય તરીકે આવ્યું પોડકાસ્ટ..!!

અત્યારે પોતીકો અવાજ રજૂ કરવાના પર્યાય તરીકે ઝડપથી લોકપ્રિય થઇ રહેલા આ પોડકાસ્ટ છે શું? ટેક્નિકલી પોડકાસ્ટ એ બોલાતાં શબ્દોની એવી ફાઈલ છે જેને સાંભળવાવાળા પોતાને ગમતા ડિવાઇસ જેવા કે મોબાઈલ વગેરે પર ડાઉનલોડ કરી શકે અને એને સમય હોય ત્યારે સાંભળી શકે. પોડકાસ્ટમાં સામાન્ય રીતે એક અથવા વધારે હોસ્ટ કોઈ એક વિષય વિશેની ચર્ચા કરે, પોતાનું મંતવ્ય આપે અને એ તમે તમારા ગમતા ડિવાઇસ પર ડાઉનલોડ કરીને સાંભળી શકો કે એ લાઈવ પણ હોઈ શકે.

હવે સવાલ એ થઇ શકે કે જયારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન વગેરે જેવા સંવાદના માધ્યમો છે ત્યારે પોડકાસ્ટનો ઉપયોગ શું કામ? તો જવાબ છે પોડકાસ્ટ કેમ નહીં? એના ફાયદા અનેક છે. એક તો પોડકાસ્ટ માધ્યમથી વ્યક્તિ પોતાના અવાજમાં પોતાના અલગ-અલગ વિષયો જેવા કે રાજકારણ, ફિલ્મ્સ, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, વિજ્ઞાન, સંગીત, સાહિત્ય જેવા અનેક વિષયો પર પોતાનું મંતવ્ય આપી શકે છે અને આ દ્વારા અલગ-અલગ સામાજિક અને રાજીકીય કે સાંસ્કૃતિક વર્તુળોમાં પોતાનો પ્રભાવ અને હાજરી ઊભી કરી શકે છે. આ ઉપરાંત, નેટવર્કિંગ કરવા માટે અને રીસોર્સિસ વધારવા માટે પણ પોડકાસ્ટ ખૂબ અસરકારક સાબિત થઇ રહ્યા છે. પોડકાસ્ટ દ્વારા તમે સમાન વિચારસરણી ધરાવતા લોકોના સંપર્કમાં આવો છો, જે તમને વ્યવસાયિક રીતે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. ટૂંકમાં તમને એક સ્ટેજ મળે છે જ્યાંથી તમે તમારો મત કોઈપણ વિષય ઉપર અસરકારક રીતે રજૂ કરી શકો છો.

આ ઉપરાંત પોડકાસ્ટની લોકોપ્રિયતા અને ઉપયોગના બીજા કારણો પણ છે. પોડકાસ્ટ તમે કાર ડ્રાઈવ કરતી વખતે, રોટલી બનાવતી વખતે કે પછી ટ્રેડમિલ પર ચાલતી વખતે પણ સાંભળી શકો છો. આમ પોડકાસ્ટ સાંભળતી વખતે તમે મલ્ટિટાસ્કીંગ કરી શકો છો. જે સમય સની રીતે ખૂબ કિંમતી વાત છે. બીજું પોડકાસ્ટમાં અલગ-અલગ વિષયો લોકો કવર કરતા હોય છે, જે તમને એકમત બાંધવામાં મદદ કરે છે.

પોડકાસ્ટ પર્ફોર્મિંગ આર્ટ્સનું માધ્યમ છે એટલે કોઈ સારો પોડકાસ્ટર હોય તો તે આખી વાતને ખૂબ જ મનોરંજક રીતે રજૂ કરી શકે છે અને આ રીતે કોઈપણ સમાચાર કે મંતવ્ય કે ઘટના વિશેનું વિશ્લેષણ કંટાળાજનક નથી બની જતું. આમ પોતીકો અવાજ હોય અને પ્રતિભા હોય તો પોડકાસ્ટ દ્વારા આખું એક કરિયર ઓપ્શન ઊભું થાય છે.

પેટ્રેન જેવી ક્રાઉડ ફંડિંગ વેબસાઈટ દ્વારા શ્રોતાઓ પણ મેળવી શકાય છે, જે ફીના બદલામાં શ્રોતાઓને કન્ટેન્ટ પૂરું પાડે છે
પેટ્રેન જેવી ક્રાઉડ ફંડિંગ વેબસાઈટ દ્વારા શ્રોતાઓ પણ મેળવી શકાય છે, જે ફીના બદલામાં શ્રોતાઓને કન્ટેન્ટ પૂરું પાડે છે

એક પોડકાસ્ટ બનાવવા માટે સામાન્ય રીતે ખૂબ ઓછો ખર્ચ થાય છે અને મોટાભાગે એ વિનામૂલ્યે પ્રસારિત કરવામાં આવે છે. જો કે, પોડકાસ્ટર્સ વ્યવસાયિક કંપનીઝને જાહેરાતનો સ્લોટ આપીને કમાણી કરી શકે છે. તેઓ પેટ્રેન જેવી ક્રાઉડ ફંડિંગ વેબસાઈટ દ્વારા શ્રોતાઓ પણ મેળવી શકે છે, જે ફીના બદલામાં શ્રોતાઓને કન્ટેન્ટ પૂરું પાડે છે. આમ કરિયરની દૃષ્ટિએ પણ પોડકાસ્ટિંગ એક સારો વિકલ્પ છે.

પોડકાસ્ટના નામકરણ અને એની શોધનો ઇતિહાસ પણ પોડકાસ્ટને સાંભળવા જેટલો જ રસપ્રદ છે. પોડકાસ્ટ એ આઇપોડ અને બ્રોડકાસ્ટ શબ્દના સંયોજનથી બનેલો શબ્દ છે. આ શબ્દના જનક છે અંગ્રેજી અખબાર 'ધ ગાર્ડિયન' અને BBCના પત્રકાર બેન હેમેરસલી. પોડકાસ્ટ શબ્દમાં ભલે આઇપોડ છે પણ તમે પોડકાસ્ટ, કોમ્પ્યૂટર કે કોઈપણ મોબાઈલ જેવા ડિવાઇસ કે જે મીડિયા ફાઈલ વગાડી શકે એના દ્વારા સાંભળી શકો છો.

પોડકાસ્ટ અમેરીકાની દેન છે. અત્યારે સૌથી વધુ પોડકાસ્ટ બ્રિટીશર્સ અને અમેરીકન્સ કરે છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ તેનું ચલણ છે. ટાઈમ મેગેઝિન જેવા માતબર મેગેઝિન પણ સારી પોડકાસ્ટ ચેનલને રેકમેન્ડ કરતા હોય છે. તો ચાલો આપણે જોઈએ એમાંની કેટલીક સારી પોડકાસ્ટ ચેનલો:

(1) 1619 : પોડકાસ્ટ ચેનલનું નામ 1619 છે. નામ પરથી જ સમજાઈ જાય કે અહીં ઈતિહાસની વાતો થતી હશે. આ પોડકાસ્ટમાં એક સમયે અમેરીકામાં ચાલતી ગુલામી પ્રથાની વાતો પણ થાય અને સિવિલ વોરની પણ. અમેરીકન મ્યૂઝિકના ઈતિહાસની રસપ્રદ વાતો અહી સાંભળવા મળે. ન્યૂ યોર્ક ટાઈમ્સના લેખકો પણ અહીં પોડકાસ્ટમાં ભાગ લેતા હોય છે.

(2) 2 બ્લેક ગર્લ્સ, 1 રોઝ: નામ રસપ્રદ છે. અમેરીકાનું ફેવરિટ ગિલ્ટી પ્લેઝર હોય તો એ છે શ્યામ ચામડી ધરાવતા લોકો વિશે ટીપ્પણી કરવી. રંગભેદની નીતિ તો હજુ પણ ગઈ નથી. તો અહીં બે બેચલર છોકરીઓ રંગભેદની વાતો સાંસ્કૃતિક માહિતીમાં વણીને હસતાં-હસતાં કરે છે.

(3) બીઅર બ્રુક: આ પોડકાસ્ટનું CID છે. 1985 પછી જે ક્રિમિનલ કેસોએ ચકચાર જગાવી હોય તેની અહીં વાત થાય. કોઈ ચોરીનો ભેદ ન ઉકેલાયો હોય કે કોઈ ખૂની પકડાયો જ ન હોય. લાવારીસ મૃતદેહ મળ્યો હોય અને પછી ગજબનાક રહસ્યો ઉજાગર થયા હોય. ક્રાઈમ-થ્રીલર જેને ગમતું હોય એને આ પોડકાસ્ટ મજા કરાવે.

(4) બ્યુટીફુલ સ્ટોરીઝ ફ્રોમ એનોનીમસ પીપલ: આ પોડકાસ્ટ શોનું ફોર્મેટ મજાનું છે. અહીં દર એપિસોડમાં કોઈને કોઈનો ઇન્ટરવ્યૂ થાય. જેનો ઈન્ટરવ્યૂ થાય તેની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવે. પછી એક કલાક સુધી તેને તેના જીવનની જે પણ વાતો કરવી હોય તે કરી શકે. સમલૈંગિક માણસો પણ અહીં પોતાની વાત કરે અને માસ શૂટિંગમાંથી બચ્યા હોય એવા સર્વાઇવર પણ પોતાની દાસ્તાન સંભળાવે. સાંભળનાર એકદમ ધ્યાનથી અજાણ્યા લોકોની લાગણીમાં ભીંજાતા રહે. આ તો છે પોડકાસ્ટની મજા.

(5) ધ બર્થ અવર: અહીં વાત છે સગર્ભાવસ્થાની, માતૃત્વની અને જન્મ સમયની ડિલિવરીની. દરેક પ્રેગ્નન્સીની એક અલગ સ્ટોરી હોય. દરેક માંના અલગ અનુભવો હોય. તે આ પોડકાસ્ટ ચેનલમાં શેર થાય. તેમજ, જે પહેલી વખત માં બનવા જઈ રહી છે તેવી સ્ત્રીઓ માટે અહીં જરૂરી માર્ગદર્શન અને હેલ્થ ટિપ્સ મળી રહે. નવાસવા લગ્ન થયા હોય એવા દંપતીઓની આ ફેવરિટ પોડકાસ્ટ ચેનલ હોય છે.

દુનિયામાં લાખો લોકો એક સમયે પોડકાસ્ટના ફેન હતા. આજે કરોડો લોકો તેના ચહીતા બની ગયા છે. આંખ સિવાય કાન એવું માધ્યમ છે જે માણસનું ઘડતર કરી શકે છે. ટૂંકમાં, રેડિયો જો કાનની સ્કૂલ હોય તો પોડકાસ્ટ કાનની કોલેજ છે.
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો