• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • I Know, It Was All My Fault ... The Young Man Didn't Say Anything, Just Kept Smiling ને Sitting Next To Sarika Holding A Water Bottle

મારી વાર્તા:ફોન પર ખોવાયેલી સારિકાને ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે સિગ્નલ ગ્રીન થઈ ગયું અને પાછળથી આવતી એક કાર સારિકાના પ્લેઝર સાથે અથડાઈ...

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિગ્નલનો રંગ બદલતાં જ રોડ પર જાણે વાહનોના થપ્પા થવા લાગ્યા... એટલામાં જ જેટ સ્પીડે આવતું પ્લેઝર રિષભની ગાડીની બાજુમાં આવી રોકાયું. પોતાની ધૂનમાં મસ્ત રિષભનું ધ્યાન અચાનક સારિકા તરફ પડ્યું… ગોલ્ડન યલો કુર્તી, નુડલ્સ જેવા જ પેલા શું કહેવાય, કર્લી... હા, એવા જ કંઈક કર્લી બ્રાઉન લાંબા વાળ, હવાની લહેર સાથે અવાજ કરતાં કાનમાં મસમોટા ઝુમકાઓ અને આ સુંદરતામાં ચાર ચાંદ ઉમેરતા મોટી ફ્રેમવાળાં ચશ્માં...

રિષભ સારિકાને નિહાળતો જ રહ્યો...

ફોન પર વાતોમાં ખોવાયેલી સારિકાને ખબર જ ન પડી કે સિગ્નલ ક્યારે ગ્રીન થઈ ગયું, પાછળથી આવતી એક ગાડી સારિકાના પ્લેઝર સાથે અથડાઈ અને સારિકા રોડ પર પડી ગઈ... રોડ પર વાહનોના એ મેળામાં રોજ થતાં એક્સિડન્ટનો શિકાર આજે સારિકા બની ગઈ... જોતજોતામાં માણસોનુ ટોળું ફરી વળ્યું. સારિકાને ઊભી કરી એકબાજુ બેસાડી, પાણી પાયું... કોઈ ગાડીવાળાનો વાંક કાઢી રહ્યું’તું તો કોઈ ટ્રાફિકનો... પણ મોટાભાગે બધાનો મત એવો જ હતો કે એટલું તો ફોનમાં શું મશગુલ રહેવાનું કે સિગ્નલની ખબર જ પડે...? બેન, તમારે ધ્યાન રાખવું જોઈતું હતું તો આ ઘટના જ ન ઘટત... હવે એ લોકોને કોણ સમજાવે કે 'યે ઝિંદગી ભી કોઈ ટ્રાફિક સી હૈ ઔર કભી કભી એક્સિડન્ટ હોના ખુદ કે લિયે જરૂરી હૈ...' ખેર સલાહ આપતી આ દુનિયાએ દસ મિનિટ સલાહ આપી અને પોતપોતાના રસ્તે વળવા લાગી. ટોળું હજી છૂટું જ પડ્યું હતું કે ફર્સ્ટ એઈડ બોક્સ અને પાણીની બોટલ સાથે એક યુવાન તેના તરફ આવ્યો.

‘હા, તો તમે બાકી રહી ગયા’તા... રાઇટ....? આઈ નો, બધો જ વાંક મારો હતો... એ સિવાય કહો... એ યુવાન કંઈ જ ન બોલ્યો, માત્ર હસતો રહ્યો… સારિકાની બાજુમાં બેસીને પાણીની બોટલ ધરતાં કહ્યું,

'હેલ્લો... પ્લીઝ હેવ સમ વોટર...' સારિકા તેને જોતી જ રહી...

તે ફરી બોલ્યો, ‘ટ્રસ્ટ મી, આ પાણી જ છે...’ સારિકા પાણી પીતી જ હતી ત્યાં તે યુવકનું ધ્યાન સારિકાના પગેથી વહેતા લોહી તરફ પડ્યું.

'થેન્ક યુ.' સારિકાએ પાણીની બોટલ પાછી આપતાં કહ્યું.

'ઇટ્સ ઓકે...'

હાથમાં રહેલા ફર્સ્ટ એઈડ બોક્સને આગળ કરતાં તે યુવક બોલ્યો, 'લકીલી તમે બચી ગયા... થેન્ક ગોડ વધારે ઇજા નથી થઈ...' સારિકાના ચહેરા પરનું આશ્ચર્ય જોઈ તે બોલ્યો...

'વેલ, હેલ્લો, માયસેલ્ફ રિષભ... રિષભ બત્રા... હું એક ડોક્ટર છું. તમારા પગમાંથી લોહી વહી રહ્યું છે. તો પ્લીઝ હવે ડ્રેસિંગ કરવા દો.'

સારિકાએ પગ આગળ ધર્યો.

‘કેન આઈ આસ્ક યુ સમથિંગ...?’ ડ્રેસિંગ કરી રહેલા રિષભને સારિકાએ પૂછ્યું.

‘યા શ્યોર...’

‘આ એક્સિડન્ટ પાછળ આટલા બધા લોકોએ મને જ જવાબદાર ગણાવી, પણ તમે... તમે આ વિશે મને કંઈ કીધું જ નહીં... આવું કેમ...?’ રિષભના ચહેરા પર હળવું સ્મિત રેલાઈ ગયું...

‘ફર્સ્ટ ઓફ ઓલ તો તમે કોની સાથે વાત કરતા હતા કે એટલીય શું મહત્ત્વની વાત હતી કે સિગ્નલ તરફ ધ્યાન ન ગયું એ હું જાણતો નથી, રાઇટ? તો, હાઉ કેન આઈ જજ યુ...?’ રિષભનો આ જવાબ સાંભળતાં જ સારિકાની આંખો ભીની થઈ ગઈ...

'સિગ્નલ પર તમે આવ્યાં ત્યારથી હું તમને જોઈ રહ્યો’તો કે તમે કોઈ તો ઉતાવળમાં જરૂર છો... વારંવાર સમય જોઈ રહ્યાં’તાં... ટ્રાફિક જોઈ પરેશાન થઈ રહ્યાં’તાં... અને એટલામાં જ ફોન આવ્યો અને તમારો ચહેરો મલકાઈ ગયો. તમારા આ બિહેવિયરનું રિઝન હું જાણતો જ ન હોઉં તો તમને કઈ રીતે જવાબદાર ગણાવી શકું...? આઈ હોપ યુ ગોટ યોર આન્સર...’

'ય...યસ'

'એક્ચ્યુલી આજે માઈરા, આઈ મીન મારી દીકરીનો બર્થડે છે... આઈ એમ અ સિંગલ મધર... અડોપ્ટ કરી છે મેં એને... પાર્ટી માટે હોટેલ પહોંચવાની ઉતાવળ હતી, ધેટ્સ ઈટ... અને ફોન પણ માઇરાનો જ હતો કે મમ્મા ક્યાં પહોંચી...? અને હું આ બધું એક સ્ટ્રેન્જરને કેમ કહું છું આઈ ડોન્ટ નો... અને હા, તમે હવે જઈ શકો છો, આઈ વિલ મેનેજ નાઉ...'

'ઓહ, સિરિયસલી...?' રિષભે સારિકાના પગ તરફ ધ્યાન દોરતા પૂછ્યું.

'ઈટ્સ ઓકે, આઈ વિલ ડ્રોપ યુ...'

'ઓકે ડોક્ટર...' સારિકાએ હસતાં હસતાં કહ્યું.

હોટેલે પહોંચીને સારિકાએ ગાડીમાંથી ઊતરતાં કહ્યું, 'ક્મોન લેટ્સ જોઇન અસ...'

'ના... ના થેન્ક યુ... મારેય એક ફેમિલી ફંક્શનમાં જવાનું છે અને હું ઓલરેડી લેટ છું...'

'ઓહ... ઓકે... થેન્ક યુ સો મચ...'

'ઈટ્સ ઓકે...' *** *એક મહિના પછી*

સારિકાના એક ફ્રેન્ડના મેરેજ હોવાથી તેને બોમ્બે જવાનું થયું, બસનો એક્સિડન્ટ થઈ જતાં તે હાઈવે પર બીજા વાહનની રાહ જોઈ રહી’તી અને એટલામાં જ કોઈ ગાડી આવીને એની પાસે ઊભી રહી, સારિકા ચોંકી ગઈ. બારીનો કાચ ખુલ્યો તો જોયું કે તે રિષભ હતો...

'તમે અહીંયા પણ...?' રિષભ હસવા લાગ્યો...

'એની હેલ્પ...?'

'અરે, બોમ્બે જઉં છું, એક ફ્રેન્ડના મેરેજ માટે અને બસનો એક્સિડન્ટ થતા હવે બીજા કોઈ વાહનની રાહ જોઉં છું...'

'ઓહ... વોટ અ કોઈન્સિડન્સ... હું પણ બોમ્બે જ જઉં છું કોન્ફરન્સ માટે... ઈટ્સ ઓકે... યુ કેન જોઈન મી...'

'થેન્ક યુ...' સારિકા ગાડીમાં બેસી ગઈ.

'તમે કોઈ ભગવાન છો કે શું...? આઈ મીન હું જ્યારે પણ મુશ્કેલીમાં પડું છું, તમે મદદ કરવા પહોંચી જ જાઓ છો...'

'હા... હા... અલાદ્દીનનો કોઈ જીન જ સમજી લો...' સારિકા રિષભને જોતી જ રહી...

'યુઝવલી હું બહુ ઓછા લોકો પર ટ્રસ્ટ કરું છુ, જલ્દી કોઈની સાથે મિક્સ નથી થતી બટ આઈ ડોન્ટ નો હાઉ આઈ ટ્રસ્ટેડ યુ... રહી વાત મારી પર્સનલ લાઈફની એ તો હું કોઈની સાથે શૅર જ નથી કરતી...'

'હા, કદાચ એટલે જ તમે હજી તમારું નામ નથી કીધું...' રિષભ હસતાં હસતાં કહે છે.

'ઓહ… સોરી...સો હેલ્લો, માયસેલ્ફ સારિકા જૈન, હું એક આર્ટિસ્ટ છું... એન્ડ ટ્રસ્ટ મી, તમે પહેલા એવા અજાણ્યા વ્યક્તિ છો જેની સાથે મેં આટલી વાત કરી હશે... ઈટ્સ લાઇક... અમ્મ...'

'સોલ... સોલ કનેક્શન....' રિષભથી બોલી જવાયું.

'ઓહ સોરી....' સારિકા કંઈ જ ન બોલી, ફક્ત બારીની બાર જોતી રહી...

'સી સારિકા... લાઈફમાં બહુ ઓછા એવા લોકો મળે જેને મળીને લાગે કે અગર સાથ હૈ તો સબ ખાસ હૈ...આઈ થિંક યુ આર વન ઓફ ધેમ... હવે તું શું વિચારે છે એ તો ખબર નહીં પણ આઈ હેવ સ્ટાર્ટેડ એન્જોઈંગ યોર કંપની...'

'રોક... તું ગાડી રોક...' સારિકા ગાડીમાંથી ઊતરી ચાલવા લાગે છે. રિષભ ગાડીમાં બેઠો બેઠો જોયા કરે છે... સારિકા પાછી આવે છે અને રિષભને કહે છે,

'કેમ શું થયું....? ક્યાં ગયું તારું સોલ કનેક્શન...? હું જાઉં છું અને તું... તું રોકવા પણ ન આવ્યો...?'

'હા... હા... મને ખબર જ હતી તું પાછી જ આવીશ...સોલમેટ્સ છીએ એ એમ જ થોડું કીધું’તું... સો, મિસ સારિકા જૈન... આઈ થિંક મેરેજ ઇઝ નોટ અ ફાઈનલ ડેસ્ટિનેશન એન્ડ સોલમેટ્સ આર ફોર એવર... જીવતા કે જીવન પછી, સાથ ન છોડે એ સોલમેટ... સો, તમે આ સોલમેટ સાથે સો કોલ્ડ 'ફોરેવર' રહેવાનું પસંદ કરશો...?'

'અમ્મ... વિચારીશ...' બંને હસવા લાગે છે…​​​​​​​ એક્સિડન્ટ્સ કેન બી બ્યુટીફુલ એન્ડ ધિસ ઈસ જસ્ટ એન એક્ઝામ્પલ...
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)