• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • How To Make Children Self reliant? How Important Is Selfishness In Relationships? Today's 'Rangat Sangat' With A Lot Of Reading On A Trip To The Heavenly Himalayan Village

રંગત-સંગત:મહારાષ્ટ્રની ‘ગેમ ઓફ થ્રોન્સ’, હિમાચલી ગામડાંનો વૈભવ, કપડાં અને સાઇકોલોજી સહિત ‘રંગત સંગત’ના 9 લેખ વાંચો એક જ ક્લિકમાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/ ઉદ્ધવ સેના વિરુદ્ધ એકનાથ સેનાઃ મામલો માત્ર સત્તાપ્રાપ્તિનો છે?
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર સત્તા માટેની ખેંચતાણ ચાલુ થઈ છે, શિવ સેના જેવા પ્રાદેશિક પક્ષોને નબળા પાડી દેવાની ગણતરી ભાજપની અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની રહેવાની. મહારાષ્ટ્રની ઘટનાના પડઘા આ બધા મુદ્દાઓમાં કેટલે દૂર સુધી પડશે?

***

મનન કી બાત/ શું તમારાં કપડાંનો તમારા મનોવિજ્ઞાન જોડે કોઈ સંબંધ છે?
કોઈપણ વ્યક્તિની ઓળખ તેના કપડાંથી ન હોવી જોઈએ. કહેવામાં એવું પણ આવે છે કે કોઈના દેખાવથી અથવા કોઈના હાલવા ચાલવાના ઢંગથી એ કેવી વ્યક્તિ છે એ આપણે વિચારી ન લેવું જોઈએ. પરંતુ ખરેખર એવું હોય છે ખરું? કપડાં વ્યક્તિની સાઇકોલોજીમાં ભાગ ભજવે છે ખરો?

***

ઈતિહાસ ગવાહ હૈ/ શિવાજી મહારાજ હિંદુ-મુસ્લિમ ભેદ વિનાના સેક્યુલર શાસક
‘શિવાજી ના હોતે તો સબ કી સુન્નત હોતી’ જેવાં કથનો થકી એમને હિંદુવાદી સીમાડામાં અંકિત કરવાની કોશિશ કરાય છે, પણ શિવાજી મહારાજ માટે તો પોતાની પ્રજાનું કલ્યાણ કેન્દ્રસ્થાને હતું.

***

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/ સ્વાર્થથી સંબંધો વેરવિખેર થાય; માપસરનો સ્વાર્થ અને અમાપ પ્રેમ દરેક સંબંધને તાજો રાખી શકે
એક યુવતી ઈ-મેઇલમાં કહે છે કે, ‘હું સાસરાંમાં હળી-મળીને સાથે રહેતી હતી પણ સમાજના કેટલાક દાખલા જોઇને મારી ભૂલ થઈ. મેં જુદા રહેવાની જીદ કરી.’

***

પોઝિટિવ પેરેન્ટિંગ/ ચાલો, આપણાં બાળકોને આત્મનિર્ભર બનાવીએ; તેમને તેમના પગે 'ઊભાં' રહેતાં શીખવીએ
આજના જમાનામાં દરેક વાલી પોતાના બાળકને ઇન્ડિપેન્ડન્ટ (આત્મનિર્ભર) બનાવવા માટે તત્પર છે; પણ તમારા બાળકને ખરા અર્થમાં ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માટે શું ચોક્કસ પગલાં લેવા જોઈએ તે જાણવા માટે આ લેખ વાંચો.

***

એક્સપ્લોર ઇન્ડિયા/ સ્વર્ગીય આનંદની અનુભૂતિ એટલે હિમાચલી ગામડાંઓનું પ્રવાસી જીવન- કુદરત અને ટ્રેડિશનલ લોકજીવનની અનોખી ઝાંખી!
જ્યારે મન શહેરના ઘોંઘાટથી કંટાળે ત્યારે શાંતિ અને સૂકુન મેળવવા માટે હિમાચલ પ્રદેશનાં ગામડાંથી વિશેષ શું હોઈ શકે! ભારતમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી હિમાચલ પ્રદેશ ધરાવે છે. ગામડાંની સાદગીના વૈભવ સાથે જ્યારે હિમાલયનું સાંનિધ્ય ભળે તો પરિણામ અવિરત આનંદ હોય છે.

***

સુખનું સરનામું/ મારી ઇચ્છા કરતાં હરિ ઇચ્છા વધુ સારી
આપણા હાથ કરતાં ઉપરવાળાનો હાથ અને હૈયું બંને બહુ મોટાં છે. માટે માગવાને બદલે શું આપવું એ એના પર છોડી દેવું જોઇએ. આપણી જાતે લેવા જઇશું તો નાની મુઠ્ઠી ભરાય એટલું મળશે અને એના પર છોડી દઇશું તો ખોબો ભરાય એટલું મળશે.

***

મારી વાર્તા/ ‘મમ્મી હું ભણતી હતી ત્યારે એક અંગ્રેજ હારે મારે મિત્રતા થઈ હતી’, અંગ્રેજનું નામ સાંભળતા જ દયાબેન તાડૂક્યા
‘તું અંગ્રેજની હારે મિત્રતા કેવી રીતે કરી શકે? તને ખબર છે તારા બાપુને ગોળીએ વીંધનાર એક અંગ્રેજ હતો. દયાબેનની સામે ચિત્ર ખડું થઇ ગયું. મા, દીકરી બેઉ એકબીજાને આશ્વાસન આપતાં રહ્યાં

***

સૌરાષ્ટ્રની રસધાર/ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘મરશિયાની મોજ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક વાર્તા ‘મરશિયાની મોજ’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે. લ્યો ત્યારે, થાવા દ્યો...

અન્ય સમાચારો પણ છે...