• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • How To Do Smart Work To Succeed In Exams? Do You Know That Children Also Have Basic Rights? From Meghani's New Story, Enjoy A Glimpse Of Nature In Today's Rangat Sangat

રંગત સંગત:પરીક્ષામાં સફળ થવાની સ્માર્ટ વર્ક ફોર્મ્યૂલા, ગુજરાતનું નવું એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન, ભાજપનો ગેમપ્લાન, મેઘાણીની ઓડિયો વાર્તા સહિત આજનું રંગત સંગત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
હજારો કિમી દૂરથી ઉડીને આવતા પક્ષીઓનું અનેરું વિશ્વ એટલે વદોડરા પાસે આવેલી રામસર સાઈટ 'વઢવાણા પક્ષી અભયારણ્ય'

વડોદરા નજીક આવેલા ડભોઇ પાસે વઢવાણા પક્ષી અભયારણ્ય આવું જ એક આંતરરાષ્ટ્રીય ફલક પાર નામના ધરાવતું સ્થળ છે. અહીં દેશ-વિદેશનાં પક્ષીઓ શિયાળામાં અવાર નવાર આવે છે અને શિયાળો પૂરો થતા જ ફરી પોતાનાં વતન પરત ફરે છે. બાળકોને નેશનલ જિયોગ્રાફિક ચેનલનો વાસ્તવિક અનુભવ પ્રકૃતિ વિશ્વમાં વિહરીને જ આપી શકાય.
***
ઈતિહાસ ગવાહ હૈ/
રાજા મહેન્દ્ર પ્રતાપનું પુણ્યસ્મરણઃ સર્વસમાવેશક સમાજ રચનામાં માનનારા રાજાને 32 વર્ષ બાદ બ્રિટિશ સરકારે ભારત આવવાની મંજૂરી આપી હતી

મૂળે જાટ રાજવી પરિવારના હોવા છતાં રાજા મહેન્દ્ર પ્રતાપ લગ્નસંબંધે શીખ રજવાડા જિંદના જમાઈ હતા. એમના સાળા મહારાજા રણબીર સિંહ અંગ્રેજોને પક્ષે હતા. એમના થકી વાઇસરોય રાજા પ્રતાપને માફ કરે એવું હોવા છતાં એને એમણે કબૂલ રાખ્યું નહોતું. જાપાનમાં સાળો-બનેવી એકસાથે હોય પણ બંને મળ્યા નહીં હોવાની હકીકત આ મક્કમ મિજાજના ક્રાંતિવીરની પ્રકૃતિ સ્પષ્ટ કરે છે.
***
મનન કી બાત/
પરીક્ષાની તૈયારી કરવા મહેનત સાથે સ્માર્ટ વર્ક કરો...તો તમને સફળ થતાં કોઈ નહીં રોકી શકે

દરેક બાળક અને મા-બાપના મનમાં પ્રશ્ન હોય છે કે શું ભણવાની એક સાચી અને ચોક્કસ રીત છે? જે રીતે હું અથવા મારું બાળક વાંચે તો એને સારું પરિણામ મળશે જ મળશે? મેં પોતે હજારો એવાં બાળકો જોયા છે જે ખૂબ મહેનત કરે. પરંતુ પરિણામ ન મેળવી શકે. આપણે સાંભળીએ છે કે સ્માર્ટ વર્ક કરવું પણ સ્માર્ટ વર્ક એટલે શું? ચાલો જાણીએ...
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકના મૂળભૂત અધિકારોઃ બાળકનો શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક વિકાસ સ્વસ્થ રીતે થવો જોઇએ

ડેક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ ચાઈલ્ડમાં જણાવ્યા પ્રમાણે, બાળકને એવી તકો અને સુવિધાઓ આપવી જોઈએ જેમાં તેનું શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક વિકાસ સ્વસ્થ અને સામાન્ય રીતે થાય અને એ પણ એવી પરિસ્થિતિમાં જેમાં તેની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠા જળવાયેલી રહે પણ શું હકીકતમાં આવું થઇ રહ્યું છે?
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘દુશ્મન’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘દુશ્મન’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

***

ડિજિટલ ડિબેટ/
ગુજરાતમાં ભાજપની ‘નો રિપીટ’ થિયરીથી કોઈ ફાયદો થશે ખરો?​​​​​​​

બોલ્ડ ડિસિઝનની બોલબાલા હોય છે, કેમ કે તેનાથી ફાયદો થાય ત્યારે તે કેસ સ્ટડી બને છે. પરંતુ કહેવાતા બોલ્ડ ડિસિઝનથી અનેક વહાણો ડૂબી ગયાના પણ દાખલા છે, પણ તેના રડ્યાખડ્યા કેસ સ્ટડી જ થાય છે. સફળતાને ગાઈ વગાડીને કહેવામાં આવે છે, નિષ્ફળતા ભૂલવાડી દેવામાં આવે છે. એટલે આ પ્રયોગ સફળ રહેશે તો ઐતિહાસિક ગણાશે, સફળ નહીં થાય તો ભૂલવાડી દેવાશે.​​​​​​​

​​​​​​​
(આવરણ તસવીરઃ વઢવાણા, વડોદરા તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...