તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • How Reasonable Is The Celebration Of Navratri In Corona Period? How To Maintain The Freedom Given By Parents? A True Understanding Of The Story, The Debate And The Relationship ... This Is What Happened Today

રંગત-સંગત:કોરોનામાં નવરાત્રિની ઉજવણી કેટલી વાજબી? મા-બાપે આપેલી સ્વતંત્રતા કેવી રીતે જાળવવી? એક નવી વાર્તા ને સંબંધોની સાચી સમજણ... આજનું રંગત-સંગત

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શૈલેષ સગપરિયા, રમેશ તન્ના, દિલીપ ગોહિલની કોલમો તથા એક નવી નક્કોર વાર્તા એક જ ક્લિકમાં વાંચો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
પરિવારને સાચવીને નોકરી કર્યા વિના પણ સ્ત્રી પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરીને જાતને ન્યાય આપી શકે?

લગ્નને હજી છ મહિના પણ નહોતા થયા અને એક મોટો સંઘર્ષ સામે આવી ગયો. મેહુલ અને મધુ વચ્ચે મતભેદ થયો. મેહુલ કહેતો હતો કે તારે નોકરી કરવી અનિવાર્ય નથી. હું એકલો નોકરી કરીને ઘર ચલાવી શકું એમ છું. તું ઘરે રહે અને તારી મનગમતી પ્રવૃત્તિ કર. મધુ કહેતી કે મારી નોકરી એ જ મારી મનપસંદ પ્રવૃત્તિ છે.
***
મારી વાર્તા/
કાગળ જોયો તો નવનીતલાલ દોશી લખેલું...વિરલે જય જિનેન્દ્ર કહ્યું તો કન્યા વધારે રોમાંચિત થઈ ગઈ...પછી તો વિરલની રાતોની નીંદ હરામ થઈ ગઈ!!

વિરલે પૂછી લીધું, 'અંકલને કેમ છે હવે?’ ને જવાબ પણ મળ્યો, 'હા, હોં, હવે તો સારું છે, હવે તો દેરાસર પણ જાય છે. તમે? તબિયત તો સારી ને?’ વિરલે અદબ વાળીને પોતાનાં મસલ્સનું પ્રદર્શન થાય તેમ જવાબ આપ્યો, 'યુવાન માણસની તબિયતને તો શું થાય? જોકે આ બીજી મુલાકાતમાં પણ છોકરી ખાસ ખીલી નહીં, પણ ધીમે હસીને ચાલતી થઈ.
***
સુખનું સરનામું/
હે સંતાનો! જરા મા-બાપનો પણ વિચાર કરજો...સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમે, એનું ધ્યાન રાખજો

આપણને આપવામાં આવેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમે. માત્ર આપણા માટે નહીં, થોડું એમના માટે પણ જીવીએ. કોઇ બે-ચાર મીઠી વાતો કરીને જન્મોજન્મનો સંબંધ હોય એવી ભ્રમણા રાખે છે ત્યારે ખરેખર જેની સાથે જન્મોજન્મનો સંબંધ છે એવાં મા-બાપ મીઠી વાતો ન કરી શકતા હોવાના કારણે તેઓ તમારાથી દૂર જતા ન રહે એનું ધ્યાન રાખવું.
***
ડિજિટલ ડિબેટ/
કોરોના વચ્ચે સરકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવાની મંજૂરી...નવરાત્રિની આ ઉજવણી કરવાનો નિર્ણય કેટલો વાજબી?

નવરાત્રિ માટે પણ નિયમોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસીસની સંખ્યા નહિવત્ આવી રહી છે, રસીકરણ મોટી સંખ્યામાં થયું છે. તેથી, પ્રજાની શ્રદ્ધા અને લાગણી સંતોષાય, સાથે જ તહેવારોની ઉજવણીથી હજારો પરિવારોને રોજી મળે તે દિશામાં સરકાર વિચારી રહી હોય એવું મને લાગે છે. તો ગરબાની મંજૂરી આપતો આ નિર્ણય કેટલો વાજબી છે તેની પર એક ચર્ચા...

અન્ય સમાચારો પણ છે...