• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • How Important Is Freedom In A Relationship? Pramukhswami's Technique Of Becoming God's Favorite ... Read Along With This Story And Debate On OBC Issue ... Today's Rangat Sangat

રંગત સંગત:સંબંધમાં સ્વતંત્રતાનું કેટલું મહત્ત્વ? પ્રભુના પ્રિય બનવાની પ્રમુખસ્વામીની ટેક્નિક...આ સાથે વાંચો વાર્તા અને OBC મુદ્દે ડિબેટ... આજનું ‘રંગત-સંગત’ આ રહ્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
જે વ્યક્તિને બાંધી રાખે એને સંબંધ કહેવાય જ કઈ રીતે? સાચો સંબંધ બાંધી ના રાખે... પ્રેમીજનને જેટલી સ્વતંત્રતા આપો એટલી નિકટતા વધે...

લગ્ન કર્યાં પછી પરમ અને પ્રાપ્તિ એક પ્રોફેસરના આશીર્વાદ લેવા ગયાં. તેમણે બંનેની સરસ આગતા-સ્વાગતા કરીને એક સોનેરી સલાહ આપી કે, પતિ-પત્ની તરીકે એકબીજાનાં મિત્રો બનજો. એકબીજાનાં માલિક ના બનતાં. આ વિશ્વમાં મોટાભાગે પતિ-પત્ની એકબીજા પર માલિકીભાવ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. જ્યાં માલિકી ભાવ આવે છે ત્યાં પ્રેમ ઝાંખો પડે છે. પ્રેમનું તેજ અખિલાઈમાં જ ખીલે છે.
***
મારી વાર્તા/
'ધન્યવાદ પ્રભુ! મારો પરિવાર વધતો જાય છે'...કહીને અનુએ હજી તો ટાપુ પર પગ મૂક્યો કે પેટાળમાં એક ભેદી ઘરઘરાટી સંભળાઈ અને દરિયાનો રંગ બદલાઈ ગયો...

અનુ એટલે મૂળે એક ટૂરિસ્ટ ગાઈડ, જે આંદામાનના પોર્ટબ્લેરમાં રહેતી. એ રોજ સામાન લઈને બોટમાં બેસી રોસ ટાપુ પર જાય ત્યારે વન્ય જીવો એની રાહ જોતાં જ હોય. 'આજે મીનુનો પગ મચકોડાયો છે તો હળદરનો લેપ લગાવવાનો છે અને સોનાલી એને સારું હશે ને? બિચારી ગાભણી! હું હમણાં પહોંચી જઈશ ત્યાં સુધી બચ્ચાંને જન્મ ન આપી દે તો સારું...’
***
ડિજિટલ ડિબેટ/
OBC અનામત મુદ્દે આટલી ગેરસમજ કેમ ફેલાઈ રહી છે?

કોંગ્રેસ અને ભાજપ બંને OBC અનામત માટે આતુર નહોતા પણ પ્રાદેશિક પક્ષો સામે ટક્કર લેવા હવે બંને મુખ્ય પક્ષો OBCની તરફેણ કરે છે. મંડલ સામે કમંડલ લાવનારો ભાજપ પણ હવે મંડલ-2નાં મંડાણ કરી રહ્યો છે એવી ચર્ચા ચાલી છે. પરંતુ ચર્ચામાં ગેરસમજો બહુ છે - શા માટે અને કોણ ફેલાવી રહ્યું છે એ પણ સવાલ છે.
***
સુખનું સરનામું/
પ્રમુખસ્વામીના હૈયામાંથી વહેતી કરુણાગંગા... માનવતાની સેવા કરશો તો પ્રભુના પ્રિય બનશો
https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/karunaganga-flowing-from-pramukhswamis-haiya-if-you-serve-humanity-you-will-become-gods-beloved-128807738.html
સાચા સંતની આ એક લાક્ષણિકતા છે કે એ જગતના તમામ જીવોની પીડા સમજે છે અને પીડાનું નિવારણ પણ કરે છે. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની 96મી જન્મ જયંતિ પર ચાલો જાણીએ તેમના હૈયામાંથી વહેતી કરુણાગંગા...

અન્ય સમાચારો પણ છે...