રંગત સંગત:આર્યનને શાહરુખના દીકરા હોવાની સજા મળી? લોકોના દિમાગને પ્રભાવિત કરતા શીખવું છે? આંદામાનની સેલ્યુલર જેલનો પ્રવાસ ને અઢળક વાંચન સાથેનું આજનું ‘રંગત સંગત’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/આર્યન ખાનને NCBની ક્લીન ચિટઃ શાહરુખના દીકરા હોવાની સજા મળી કે ધાક બેસાડવાનો ધંધો ઉઘાડો પડ્યો? ઉકેલ માગતા પ્રશ્નો
શાહરુખના પુત્રની ડ્રગ કેસમાં ધરપકડ થઈ ત્યાર વખતના સંજોગો દેખાડતા હતા કે આમાં કંઈક કાળું છે. ધરપકડ કરનારા અધિકારી વાનખેડેના બદઈરાદા અને તેની સાથે જોડાયેલા દલાલી કરનારા અને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવનારા તત્ત્વોની બેફામગીરી દર્શાવતા હતા કે આખો કેસ ખોટી રીતે ઉપજાવી કઢાયો છે. તેમ છતાં આ કેસમાં ઘણા બધા પ્રશ્નો વણઉકલ્યા છે.

***

મનન કી બાત/ લોકોનાં મન-વિચારોને પ્રભાવિત કરીને આપણું કામ કઢાવવાનો ખેલ, 'ઇન્ફ્લુઅન્સ' પુસ્તકનું સિક્રેટ
વ્યાપાર જગતમાં વપરાશમાં આવતી પ્રભાવિત કરવાની અનેક ટેકનિકને મનોવિજ્ઞાન સાથે જોડનારું એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક 'ઈન્ફ્લુએનસ'. આ પુસ્તક બેસ્ટ સેલર બન્યું અને વ્યાપાર અને માર્કેટિંગ જગતનું મનોવિજ્ઞાન સાથેનું ખૂબ જ ઊંડું કનેક્શન સમજવા અને વિકસવામાં એક લેન્ડમાર્ક પુસ્તક બન્યું હતું.

***

એક્સપ્લોર ઇન્ડિયા/ ચાલો આંદામાન-6: આંદામાનના પૉર્ટ બ્લેર ટાપુ પર આઝાદીનાં પાયા તરીકે જાણીતા એવા “સેલ્યુલર જેલ” માટે અચૂક સમય ફાળવવો
આંદામાન અને નિકોબારની સેલ્યુલર જેલ આપણા ઇતિહાસનાં પન્નાંઓ પર કાળી શાહીથી લખાયેલું એ પ્રકરણ છે જે કોઈપણની આંખો અને હૃદય ભીંજવી નાખે. આપણા દેશ માટે નિઃસ્વાર્થ બલિદાન આપનાર લોકો સાથે થયેલા અમાનવીય અત્યાચારો અને તેમના દેશપ્રેમની આ સફર છે.

***

ઈતિહાસ ગવાહ હૈ/ રાજા કૃષ્ણદેવ રાય સમૃદ્ધિ, સંસ્કાર અને ભોગવિલાસની દૃષ્ટિએ ચારેય દિશામાં અમર છે
ભારતીય ઈતિહાસમાં દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યને હિંદુ સામ્રાજ્ય અને હિંદુ સંસ્કૃતિના રક્ષક સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. વિજયનગર સામ્રાજ્યમાં સર્વધર્મ સમભાવની પરંપરા હતી. રાજના ચાર વંશ ચાલ્યા, પણ એમાં શ્રેષ્ઠ રાજવી તરીકે કૃષ્ણદેવ રાયની કીર્તિ દુનિયાભરમાં પ્રસરી.

***

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/ પિતા સંતાનના મિત્ર બની શકે? સાસુએ માતા બનવાનું હોય છે? પુત્રવધૂ દીકરીનું સ્થાન લઈ શકે? અદલાતા-બદલાતા સંબંધો અને સમયની વાત
સમયના પાલવમાં વિચારશૈલીના જુદા જુદા રંગ છુપાયેલા હોય છે. સમયના વર્તનની મોટામાં મોટી ખાસિયત એ છે કે તે સતત પરિવર્તનશીલ હોય છે. દરેક સંબંધની ભૂમિકા સમયકાળના જુદા જુદા પટ્ટે જુદી જુદી રીતે અંકિત થયેલી જોવા મળે છે.

***

મારી વાર્તા/ 'આપણે જેને ગાંડી... ગાંડી... કહીએ છીએ, એ હકીકતમાં ગાંડી હતી જ નહીં, આપણા મહોલ્લાની સૌથી તેજસ્વી વિદ્યાર્થીની હતી!'
ચાર માળની હવેલીમાં છેલ્લી મેડીએ ફક્ત બે બહેનો રહેતી હતી. અલકનંદામાસી અને સોહિણીમાસી. એમનાં મોટાબેન અલકનંદામાસી મગજનાં અસ્થિર હતાં. ગાભાનાં ચિંથરામાંથી બનાવેલ એક ઢીંગલું એમની પાસે રહેતું જેને એ પોતાનું બાળક સમજતાં.

***

પોઝિટિવ પેરેન્ટિંગ/ નાનપણથી જ બાળકોની લાગણીઓનું માન રાખવું જોઈએ, તેમની વાતને કોઈપણ જજમેન્ટ બાંધ્યા વિના સાંભળવી જોઈએ
પેરેન્ટિંગ સ્ટાઇલ ઉપર ખૂબ ઊંડાણમાં ચર્ચા કરીને ખ્યાલ આવ્યો કે ભારતનાં પેરેન્ટ્સને પોતાના બાળકની 'હા' અને 'ના' ની અવગણના કરવાની ટેવ પડી ગઈ છે. વાલીઓએ પોતાનો મંતવ્ય રાખવાની સાથે-સાથે બાળકના વિચારોને પણ ધ્યાનથી સાંભળવા જોઈએ.

***

સુખનું સરનામું/ ચાલો જરા ખુદને પણ તપાસી જોઇએ; આપણા કામનું તટસ્થભાવે નિરિક્ષણ કરીને તેને વધુ ઉત્તમ બનાવીએ
આપણે બધા લોકો કંઇક ને કંઇક કાર્ય કરીએ છીએ પણ આપણા એ કામથી આપણો માલિક સંતુષ્ટ છે કે કેમ તેની તપાસ કરીએ છીએ? ક્યારેય આપણે આપણી પોતાની સેવાનું ઑડિટ પોતાની જાતે કર્યું છે ખરું? મારી સેવાની ગુણવત્તા કેવી છે એની ક્યારેય ચકાસણી કરી છે ખરી?

***

સૌરાષ્ટ્રની રસધાર/ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘કામળીનો કોલ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક વાર્તા ‘કામળીનો કોલ’ ઓડિયો-વીડિયો સ્વરૂપે માણો. લ્યો ત્યારે, થાવા દ્યો તમતમારે...

અન્ય સમાચારો પણ છે...