• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • How Did Gandhiji Become A Symbol Of Society? Are There Really Different Types Of Disabilities? Visit Sasangir And Listen To The Audio Story ... Today's Entire Rangat Sangat In Just One Click

રંગત સંગત:ચાલો. સાસણ ગીર... મનોવિજ્ઞાનની નજરે ગાંધીજી, સ્પેશિયલ ચાઇલ્ડનો ઉછેર અને મેઘાણીની નવી ઓડિયો વાર્તા, બધું જ આજના ‘રંગત સંગત’માં વાંચો અહીં

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
વાઇલ્ડલાઇફ વીકઃ ગુજરાતનાં રાષ્ટ્રીય ઉદ્યાનની સફરે, આવો ગુજરાતની શાન એવા સાવજને મળીએ

સમગ્ર વિશ્વમાં એકમાત્ર સ્થળે જેનું કુદરતી અસ્તિત્વ હોય એવા દેશનાં જ નહીં પણ આખા એશિયાનાં ગૌરવસમા એશિયાઈ સિંહો આપણા ગુજરાતમાં ધરાવીએ છીએ. અઠવાડિયાંમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે તો એ પહેલાં જ આપણે વનરાજને મળીએ અને એના ઘર વિશે જાણકારી મેળવીએ.
***
ઈતિહાસ ગવાહ હૈ/
કેશવાનંદ ભારતી ચુકાદાએ ભારતમાં સંસદીય લોકશાહી ટકાવી... એટલે જ તો તેઓ કાયદાના વિશ્વમાં અને બંધારણીય લોકશાહીના જતનમાં અમર થઇ ગયા

કેરળના એક મઠના મઠાધીશ સ્વામી કેશવાનંદ ભારતીએ કેરળ સરકાર થકી મઠની સંપત્તિના અધિગ્રહણને સીધું જ સર્વોચ્ચ અદાલતમાં પડકારવાનું પસંદ કર્યું. 6 સપ્ટેમ્બર, 2020ના રોજ આ સ્વામી આ દુન્યવી સંસારને છોડી ગયા પણ એમના કેસમાં સુપ્રીમ કોર્ટની 13 ન્યાયાધીશોની ખંડપીઠે 7 વિરુદ્ધ 6થી આપેલા ચુકાદાને લીધે એ કાયદાના વિશ્વમાં અને બંધારણીય લોકશાહીના જતનમાં અમર થઇ ગયા.
***
મનન કી બાત/
દુનિયાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એરિક્સનના મતે ગાંધી એક વ્યક્તિ નહીં, પણ હિંસા, ગુસ્સો, દ્વેષ ભાવનાથી પરે હોવાથી સમાજના એક પ્રતિક!!

મોટાભાગનાં બાળકોને ખેલ-કૂદ અને રમત-ગમતમાં રસ હોય ત્યાં ગાંધીજી બહુ નાની ઉંમરથી જ તેમનાં માતા-પિતાની સેવા કરવામાં આનંદ અનુભવતા. એમણે પોતાની આત્મકથામાં પણ કહ્યું છે કે, બાળપણ સમયે એમને રમત-ગમતમાં ખૂબ રસ ન પડતો. એમની નાની હાઈટ અને પાતળી કાઠીના કારણે તેઓ હંમેશાં લઘુતાગ્રંથિથી પીડાતા હતા.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
વિકલાંગતાના વિવિધ પ્રકારઃ કોઈ બાળક મંદબુદ્ધિ નથી હોતું, માનસિક રીતે બહુ શાર્પ હોવાની સાથે બુદ્ધિશાળી કામગીરી પણ કરે છે

વાલી જો પોતાના બાળકને 'નોર્મલ' જીવન આપવાનું નક્કી કરે તો તે કોઈપણ પડકારનો સામનો કરી શકે છે. તેઓ પોતાના બાળકને સતત પ્રેમ અને પોષણ આપી અવનવી રીતે તેમને ભણાવવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. જો બાળકનું પોષણ સારી રીતે થાય તો બાળકો તેમની અનોખી રીતે વિચારવાની કલાને લીધે સમાજમાં અમૂલ્યવાન ફાળો આપી શકે છે
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘દસ્તાવેજ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘દસ્તાવેજ’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
(આવરણ તસવીરઃ સાસણગીર, ગુજરાત, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...