• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • How Appropriate Is Self marriage? How To Get Rid Of Nervousness? Today's Rangat Is Associated With A Certain World Of Colorful Birds Of India

રંગત-સંગત:‘અગ્નિપથ’માં ક્યાં કાચું કપાયું? ઇન્ટરવ્યૂ પહેલાંની નર્વસનેસ કઈ રીતે દૂર કરવી? ઇતિહાસ, ટ્રાવેલ, મોટિવેશન, વાર્તા... રવિવારનું ભરચક ‘રંગત સંગત’ આ રહ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/ સેનામાં અગ્નિપથ ભરતી યોજનામાં યુવાનોની અગ્નિપરીક્ષા, આ ‘ઇન્સ્ટન્ટ’ અગ્નિવીરો કેટલાં કાર્યદક્ષ હશે?
કોરોનાને કારણે બે વર્ષ દરમિયાન સેનામાં નવી ભરતી થઈ શકી નથી અને હવે ‘અગ્નિપથ’ એવું નામ આપીને અલગ પદ્ધતિએ ભરતીની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો તેની સામે યુવાનોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આ યોજના નવી છે અને પૂરતી માહિતી અને સ્પષ્ટતાઓ થઈ રહી નથી તે પણ સમસ્યારૂપ છે.

***
ઇટ્સ કોમ્પ્લિકેટેડ/ આત્મવિવાહઃ જાત સાથેનાં લગ્ન, એક રસપ્રદ ચર્ચા
વડોદરામાં રહેતી ક્ષમા બિંદુ ભારતની એવી પહેલી મહિલા છે જેણે કોઈ પુરુષ સાથે લગ્ન કરવાને બદલે પોતાની જાત સાથે લગ્ન કર્યાં છે. આવા લગ્નને સોલોગામી કહેવાય છે. આવાં લગ્નો સમાજને ક્યાં લઈ જશે?

***

મનન કી બાત/ શું તમે લોકો જોડે વાત કરતી સમયે નર્વસ થઈ જાવ છો? સમજી લો, નર્વસનેસને ચેનલાઈઝ કરવાની 2 રીત
આપણે ઘણા બધા વક્તાઓને જાણીએ છીએ કે જે જરા પણ નર્વસ દેખાતા નથી અને ખૂબ આત્મવિશ્વાસથી પ્રશ્નોનો જવાબ આપે છે, વાર્તાલાપ કરે છે અને હસી મજાક પણ કરી શકે છે. શું તમને લાગે છે કે આવા મોટા મોટા સુરમાઓ કોઈપણ ઇન્ટરવ્યૂ પહેલાં અથવા કોઈપણ વક્તવ્ય પહેલાં નર્વસ નહીં થતા હોય?

***

સુખનું સરનામું/ આપણે બધાં જ ભગવાનના મદદનીશ છીએ
પ્રભુએ આપણને સૌને કંઇક ને કંઇક પ્રતિભાઓ આપી છે. જો તેનો સ્વવિકાસની સાથે-સાથે લોકકલ્યાણ માટે ઉપયોગ કરીશું તો ભગવાન રાજી થશે અને ‘જેવી ઈશ્વરની ઇચ્છા’ એમ કહીને બેસી રહીશું તો કપાળ કૂટશે.

***

ઈતિહાસ ગવાહ હૈ/ પતિયાળાના ઉદારદિલ મહારાજા પ્રેમકહાણીઓ માટે મશહૂર
પતિયાળાના મહારાજા ભૂપિન્દર સિંહ જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરના ગાઢ મિત્ર હતાં. હિટલરે એમને અલભ્ય ગણાય એવી ‘મેબેક’ કાર ભેટ આપી હતી.

***

મારી વાર્તા/ ‘ઓ કંચન!, હવે હર્ષદરાય..આઉટ’ એમ કહીને દાદા ઘરડાઘરમાં જવા માટે રવાના થયાં
‘માફ કરજો દાદા’ ઘરડાઘરમાં પીરસનાર છોકરી બોલી. ગાજરનો હલવો પીરસતા સહેજ હર્ષદરાયના હાથ પર પડી ગયો. હર્ષદરાયનું સ્વભાવ પ્રમાણે જરા મોઢું પણ બગડ્યું, પણ એમની નજર છોકરીનાં કાંડાં પરની ગાજર જેવા રંગની બંગડીઓ પર ગયું ને એમને કંચનનો હાથ યાદ આવી ગયો.

***

એક્સપ્લોર ઇન્ડિયા/ ભારતનાં રંગબેરંગી પક્ષીઓ અને તેમની ચોક્કસ દુનિયા એટલે અજાયબ વિશ્વ...

હિમાલયન મોનાલને મનોરમ્ય પક્ષીને ખૂબ જ નજીકથી જુઓ તો રોમાંચ અને હર્ષથી તમારી આંખો ભીની થયા વિના ન રહે. હિમાલયનાં ઉત્તરાખંડમાં ચોપતા વૅલીની પહાડીઓમાં તાજો જ છંટકાવ થયેલો બરફ હોય અને અહીં મોનાલની જોડી અને ક્યારેક બચ્ચાંઓ કૂમળાં સૂર્યપ્રકાશમાં આંટો મારવા નીકળી પડે કે એમને એકીટશે જોવાનું મન થાય.

***

સૌરાષ્ટ્રની રસધાર/ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘સૂરજ-ચંદ્રની સાખે’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલી ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ખમતીધર કૃતિ ‘સૂરદ-ચંદ્રની સાખે’ માણીએ, ઓડિયો-વીડિયો ફોર્મેટમાં. લ્યો ત્યારે, થાવા દ્યો તમતમારે...

અન્ય સમાચારો પણ છે...