• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Heroic Sagas, Practical Tips For Entering The Realm Of Happiness And Keeping Relationships Afloat, As Well As Peeking Into The World Of Travel, Today's New Nakkor Rangat Sangat

રંગત સંગત:‘કશ્મીર ફાઇલ્સ’ આટલી હિટ કેમ ગઈ? સિક્કિમને ‘મસ્ટ વિઝિટ’ બનાવતું એવું તે શું છે? એક ક્લિકમાં આખા દિવસનો જલસો ‘રંગત સંગત’માં

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/
‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ સારી છે એટલે હિટ ગઈ કે પછી વિષયને કારણે જ વિવાદ ચગ્યો?

કશ્મીર ફાઈલ્સને મૌખિક પ્રચારનો ફાયદો થયો છે અને હિટની કેટેગરીમાં આવી ગઈ છે, પણ વિવાદોથી તેને હિટવિકેટ કરવાનો પ્રયાસ અગાઉથી જ થયો હતો. ભારતમાં ફિલ્મો સાથે વિવાદ નવી વાત નથી અને ઘણી વાર ઈરાદાપૂર્વક વિવાદો ઊભા કરાય છે. કશ્મીર ફાઈલ્સનો વિવાદ જોકે તેનાથી જરા જુદો છે અને જમણેરી-ડાબેરી અને રાજકીય મુદ્દાઓ સામસામે આવી ગયેલા લાગે છે.

***

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
સંબંધોને ધબકતા, લીલાછમ અને જીવંત રાખવા શું કરવું? આ રહી કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ...

સહજ સંબંધો કાયમ માટે સહજ જ રહે તે જરૂરી છે. સંબંધો સતત તાજા અને મહેકતા રહે તે માટે સભાન તો રહેવું જ પડે છે. હા, તેમાં આયાસ કે પ્રયાસ ન હોય પણ તેમાં પ્રેમભરેલી ચેષ્ટા તો જરૂર રાખવી જ પડે છે. તો સંબંધોને સતત જીવતા રાખવા શું કરવું આવો જાણીએ...
***

સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘આહીરની ઉદારતા’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ધરખમ વાર્તા ‘આહીરની ઉદારતા’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે. ક્લિક કરો ને થાવા દ્યો, તમતમારે...!

***
મારી વાર્તા/
વિજયે દાદાજીએ આપેલો 'હે માતૃભૂમિ નમોનમઃ' લખેલો રૂમાલ બાંધ્યો. ગળા પર પત્નીનો લાલ દુપટ્ટો વીંટાળ્યો અને જુસ્સાથી બોલ્યો, 'જય હિંદ. ફિર મિલેંગે.'

'હમ ડરપોક નહીં હૈ. હમારી વતન નિષ્ઠા કમ હૈ ક્યાં? હમ તેરે પીછું ક્યું રહે? તેરે આગે રહના માગતા.' વિજયે હસીને સાથી મિત્ર બલવીરને કહ્યું, 'એવું નથી, બલવીર પણ આજે મારા મનમાં ઉજમ જામ્યો છે. સાવધાન, વિજય. સૈનિક જીવનમાં આવી તક ફરી મળવાની નથી. એને ઝડપી લે. બસ, ઇતની સી બાત હૈ.

***
સુખનું સરનામું/
આપણી જ સાથે ભગવાન અન્યાય કેમ કરે છે?

વિશ્વના તમામ ધર્મોમાં કર્મ સિદ્ધાંતની વાતો કરવામાં આવી છે. માણસ જેવાં કર્મ કરે છે એવાં ફળ એને મળે છે. એટલે જો આપણને એમ લાગતું હોય કે આપણને અન્યાય થઇ રહ્યો છે તો એનો સ્પષ્ટ મતલબ એ થાય કે મેં પણ કોઇને અન્યાય કર્યો છે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
સયાજીરાવની રાજકુમારીએ ગ્વાલિયરના મહારાજા સિંધિયા સાથે સગાઈ તોડી કૂચબિહારના રાજકુમારનો પ્રેમ કબૂલ્યો

મહારાજાની ઉંમર એ વેળા 36ની હતી અને અત્યંત સુંદર રાજકુમારી સાથે એમની સગાઈ થઈ ત્યારે અંગ્રેજ સંસ્કારોમાં ઉછરેલી ઈન્દિરાએ આખું ઘર માથે લીધું હતું. જો કે, લંડનમાં ભણતી રાજકુમારીના વિરોધ છતાં એણે સગાઈ સ્વીકારી લેવી પડી અને પછી તો એ ‘ઈન્દિરા સિંધિયા’ થવાની હોવાનું કબૂલવા માંડી.
***
એક્સપ્લોર ઇન્ડિયા/
પ્રકૃતિ સાથે મોડર્ન અને ટ્રેડિશનલ કલ્ચરની સફરે...ચાલો આજે સિક્કિમ રાજ્યનું અનન્ય સૌંદર્ય માણીએ

કાંચનજંઘાની ગોદમાં વસેલું નાનકડું સિક્કિમ રાજ્ય અનન્ય સૌંદર્ય ધરાવે છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ રીતરિવાજો અને ખાણીપીણી વગેરે અનોખું છે. આમ જોઇએ તો સિક્કિમ ચાર ભાગમાં વિભાજીત રાજ્ય છે. ઇસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ સિક્કિમ. જેમાં આજે આપણે સિક્કિમના કેપિટલ ગેંગટોકની સફર કરીશું.
***
મનન કી બાત/
ઘરમાં વિવાદ થાય અને તમારા પર બ્લેમ આવે તો ગિલ્ટી ફીલ કરવાને બદલે શાંતિથી ઠંડા મગજે વિચારો, પરિસ્થિતિનું કંઈક નિરાકરણ ચોક્કસ નીકળશે

એક જૂની કહેવત પ્રમાણે અમુક લોકો પાણીના ગ્લાસને અડધો ભરેલો અને બાકીના લોકો પાણીના ગ્લાસને અડધો ખાલી તરીકે જુએ છે. આપણું કામ માત્ર એટલું વિચારવાથી કે આવા લોકો ખરાબ છે તેનાથી પતી નથી જતું. આ લોકો પાસેથી પણ આપણે કામ લેવાનું છે અને આપણા જીવનમાં એવા લોકો હોવાના જ છે. તો આવા લોકો સાથે કેવી રીતે કામ લેવું ચાલો જાણીએ...
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
માતા-પિતાનું એકબીજા સાથે વર્તન બાળકના ભવિષ્યના સંબંધોનો પાયો, એટલે પરસ્પર સામંજસ્ય અને માન જાળવી રાખો

બાળકને મેટર્નલ અને પેટર્નલ આ બંને પોલની સરખી જરૂરિયાત છે. આનો અર્થ એ છે કે બાળકને પોષણની જેટલી આવશ્યકતા છે તેટલી જ જરૂરિયાત સંરક્ષણ અને સીમારેખાઓની છે. બંનેમાંથી કોઈપણ વાલી આ ભૂમિકા નિભાવી શકે છે પણ અહીં યાદ રાખવાનો મુદ્દો એ છે કે બંને રોલમાં સામંજસ્ય બનેલું રહે.
***

અન્ય સમાચારો પણ છે...