રંગત સંગત:સંબંધોને સફળ બનાવવાની અને સફળ થવાની ગેરંટી એક જ ક્લિકમાં મેળવો, આજના ‘રંગત સંગત’ના તાજ્જા લેખ અહીં વાંચો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
કેટલાક સંબંધો બંધનના, કેટલાક ઋણાનુબંધના અને કેટલાક અનુબંધના...શું તમને લાગ્યો છે સંબંધોનો જેકપોટ?

સંબંધ એટલે પારાવર પ્રેમનો જેકપોટ. માણસ માત્ર પ્રેમને પાત્ર. પ્રેમ વિના માણસ જીવી શકે નહીં. પ્રેમ એક એવી ઉપલબ્ધિ છે, જે જીવનને હરિયાળું અને રળિયામણું બનાવે છે. પ્રેમને પોતાના ખોબામાં લઈને આવે છે સંબંધ. સંબંધ નામની નદીમાં પ્રેમનાં નીર અવિરત વહ્યા કરે છે અને માણસ સુંદર રીતે જીવ્યા કરે છે.

***

મારી વાર્તા/
તમે બધું નક્કી કરી જ લીધું છે...નવી મમ્મી શોધી જ લીધી છે તો મારી પરમિશન લેવાનું નાટક કેમ કરો છો? ગુસ્સાથી સમસમતી ઋચાએ રૂમ તરફ દોડી ધડામ કરતો દરવાજો પછાડ્યો​​​​​​​

‘બેટા, તને દરરોજ નવું-નવું જમવા મળે તો?’ ‘એટલે...કેવી રીતે? તમે તો કહેતા હતા કે રોજ-રોજ બહારનું ફૂડ ન ખવાય.’ ‘ઋચા, હું તારા માંટે નવી મમ્મી લાવું તો’...? માલવ ધીમેથી બોલ્યો. ‘પપ્પા...’ ઋચાનો અવાજ ઢીલો થઇ ગયો. ‘તમે, મમ્મીને ભૂલી ગયા?’ એની આંખોમાં આછાં પાણી ફરી વળ્યાં.

***

સુખનું સરનામું/
જે લાલચને રોકી શકે એ જ રાજા બની શકે...ધ્યેયથી વિચલિત થશો તો મંઝિલ સુધી નહીં પહોંચાય​​​​​​​​​​​​​​

ક્ષણિક આનંદ માટે આપણે આપણા લક્ષ્યથી વિચલિત થઇ જઇએ છીએ. જીવનમાં ધ્યેયથી વિચલિત કરનાર તમામ લાલચોને ઓળખીને તેનાથી દૂર રહીએ તો આપણને પણ શ્રેષ્ઠ કારકિર્દી ઘડતાં દુનિયાની કોઇ તાકાત રોકી શકે તેમ નથી. જે માણસ આ લાલચોને લાત મારી શકે તે મંઝીલ પર પહોંચી શકે.

અન્ય સમાચારો પણ છે...