તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેટસ્કેપ:સ્ટાર્ટઅપ્સમાં નોકરી મેળવો Angel listની મદદથી...દુનિયાભરની કંપનીઓનો ડેટા મેળવવો હોય તો Crunchbase છે બેસ્ટ!!

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

Angel list
નવલ રવિકાંત નામના ઉદ્યોગપતિ, વિચારકનું નામ તો તમે સાંભળ્યું હશે. ગયા અઠવાડિયાના લેખમાં આપણે તેમના બ્લોગનો ઉલ્લેખ પણ કર્યો હતો. સ્ટાર્ટઅપ્સ અને Angel investingની દુનિયાના સૌથી બુધ્ધિશાળી લોકોમાં તેમની ગણના થાય છે. Angel investing એટલે કોઈએ નવું સ્ટાર્ટઅપ ખોલ્યું હોય તેમાં શરૂઆતના તબક્કામાં પોતાના ખર્ચે અને જોખમે પોતાના રૂપિયાનું રોકાણ કરવાની પ્રક્રિયા. આ રીતે રોકાણ કરનાર વ્યક્તિને Angel investor કહેવાય. નવલ રવિકાંત એ આવા Angel investor + Entrepreneur છે. પોતે જ્યારે રોકાણકાર તરીકે આવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતાં હતાં ત્યારે તેમને વિચાર આવ્યો કે આવી સારી કંપનીઓ જે હું શોધું છું એમાં બીજા રોકાણકારોને પણ રોકાણ કરવામાં પણ રસ હશે જ ને? એટલે તેમણે આ વેબસાઇટની શરૂઆત કરી જેનું નામ આપ્યું Angel list. હવે જેમ-જેમ સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરતાં ગયા તેમ-તેમ તેમને સમજાયું કે સ્ટાર્ટઅપ્સ માટેના એક comprehensive એટલે કે સર્વસમાવેશક પ્લેટફોર્મની જરૂરિયાત છે કારણ કે, સ્ટાર્ટઅપ્સને ચલાવનારા મુખ્ય બે પરિબળો છે. એક તો પૈસા એટલે રોકાણકારો અને બીજું છે ટેલેન્ટ એટલે કે કર્મચારીઓ. એટલે તેમણે Angel list પર જ લોકો નોકરી માટે Apply કરી શકે તેવી સુવિધા શરૂ કરી.

આપણા વાચકોમાં કેટલા Angel investor હશે એ તો આઇડિયા નથી પણ નોકરીની શોધમાં ઘણા લોકો હોવાના જ. જો તમારી સ્ટાર્ટઅપ્સ માં કામ કરવાની ઇચ્છા હોય તો આ પ્લેટફોર્મ પર ચોક્કસ રજિસ્ટર કરાવો. હા, પરંતુ એ પહેલાં એક ચેતવણી આપવી જરૂરી છે કે સ્ટાર્ટઅપ્સમાં નોકરી કરવી સામાન્ય નોકરી જેટલી સરળ નથી કારણ કે, સ્ટાર્ટઅપ્સ એ 'અખતરો કે ખિલાડી' ટાઈપનો ખેલ છે. એને ચલાવનારા લોકો પણ રોજ નીતનવા અખતરા કરતાં હોય છે અને સ્ટાર્ટઅપ્સમાં શટર બંધ થઈ જવાની, અધિગ્રહણ એટલે કે acquire થઈ જવાની શક્યતાઓ વધારે હોય છે. તેમાં નોકરી જવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. એટલે જો તમને સુરક્ષિત બીબાંઢાળ નોકરીથી કંટાળો આવતો હોય અને કંઈક નવું, ચેલેન્જિંગ, સ્વતંત્રતાથી ભરપૂર કામ કરવાની ઇચ્છા હોય તો જ સ્ટાર્ટઅપ્સમાં જોડાવું જોઈએ. અહીંયા તમારી સામે રોજ નીતનવા પડકારો હશે પરંતુ તેની સાથે અઢળક સ્વતંત્રતા, અવનવા પ્રયોગો કરવાની આઝાદી અને દેશ અને દુનિયાના કેટલાક ખૂબ જ સાહસિક લોકો સાથે કામ કરવાની મજા મળશે.

Angel list પર જ લોકો નોકરી માટે Apply કરી શકશે
Angel list પર જ લોકો નોકરી માટે Apply કરી શકશે

Angel list પર આ માટે રજિસ્ટ્રેશન કરાવવાની અને કંપનીઓ શોધવાની પ્રક્રિયા બિલકુલ સરળ છે અને હા, તમારો બાયોડેટા થોડો ક્રિએટિવ, થોડો ફની, થોડો આઝાદ પંખી જેવો બનાવશો તો તરત નોકરી મળવાના ચાન્સ વધારે છે. હું કોલેજમાંથી નવાસવા ગ્રેજ્યુએટ થઈને નોકરીની શોધ કરી રહેલાં યુવા મિત્રોને અવારનવાર સ્ટાર્ટઅપ્સમાં કામ કરવા માટે દબાણ કરતો રહું છું કારણ કે, આ ઉંમર છે જ્યારે તમે જોખમ લઈ શકો, નવા ક્ષેત્રોમાં ખેડાણ કરી શકો. પછી ઘર પરિવાર – લગ્ન કરીને ઠરીઠામ થશો અને જવાબદારીઓ આવશે ત્યારે થોડું અઘરું પડે. સ્ટાર્ટઅપ્સમાં કામ કરવાનો બીજો ફાયદો એ છે કે ઘણી કંપનીઓ પગારની સાથે સાથે equityમાં Stake એટલે કે કંપનીમાં માલિકી હિસ્સો પણ આપે છે. કામ કરવાની સંપૂર્ણ આઝાદી તો ખરી જ એટલે જો પાંખો ફફડાવીને ઊંચે ઉડવાની હિંમત અને ઇચ્છા હોય તો વહેલી તકે પહોંચી જાઓ Angel list પર. વળી, Angel listનો પોતાનો એક newsletter પણ છે એ પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તેમાં તમને સ્ટાર્ટઅપ વર્લ્ડને લગતી અપડેટ્સ અને નવા નવા આર્ટિકલ્સ વાંચવા મળશે એ નફામાં.

Crunchbase
આજની બીજી વેબસાઈટનું નામ છે Crunchbase. Crunchbase એ એક Data As A Service (DAAS) તરીકે સેવા પૂરી પાડતી વેબસાઇટ અને એપ છે. જો તમે એક બિઝનેસ ઓનર છો અને મારી જેમ સ્ટાર્ટઅપ્સ, Investments, Networking કે પછી Industry, Trends, News વગેરેમાં રસ ધરાવો છો તો તમારા માટે આ વેબસાઇટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મુખ્યત્ત્વે સ્ટાર્ટઅપ્સને ટ્રેક કરવા માટે આ વેબસાઇટની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ધીરે-ધીરે તેમાં વૈશ્વિક સ્તરે કામ કરતી પબ્લિક અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને પણ સમાવી લેવામાં આવી છે. આ કંપની મુખ્યત્ત્વે ડેટા એકત્ર કરીને તેને વેચવાનું કામ કરે છે. તમને કઈ રીતે મદદ કરી શકે? આગળ જણાવું છું. એ પહેલા જાણીએ કે Crunchbase ડેટા કેવી રીતે એકત્ર કરે છે?

આ કંપની મુખ્યત્ત્વે ડેટા એકત્ર કરીને તેને વેચવાનું કામ કરે છે
આ કંપની મુખ્યત્ત્વે ડેટા એકત્ર કરીને તેને વેચવાનું કામ કરે છે

Crunchbase મુખ્યત્વે ચાર રીતે ડેટા એકત્ર કરે છે. કંપનીનો પોતાનો venture program ચાલે છે, જેમાં આ વેબસાઇટ સાથે સંકળાયેલી venture capital firms પોતાના પોર્ટફોલિયોમાં રહેલી કંપનીઓ અંગેની માહિતી crunchbase સાથે શેર કરે. બીજું, મશીન લર્નિંગના માધ્યમથી, ત્રીજું પોતાની ઇન-હાઉસ ટીમ દ્વારા કે જેનું મુખ્ય કામ જ આ ડેટા મેળવવાનું હોય અને ચોથું crunchbase communityના માધ્યમથી, જેમાં crunchbase સાથે જોડાયેલા અને crunchbaseને કારણે લાભ પામેલા સભ્યો હોય. તેઓ ડેટા એકત્ર કરવામાં મદદરૂપ થાય. હવે આ બધો ડેટા તમને કેવી રીતે કામ લાગે? તમે આ નવી કહેવત સાંભળી છે? Data is the new oil. જેમ ઓઇલની શોધ થયા બાદ દુનિયાની સિકલ બદલાઈ ગઈ એ જ રીતે ડેટા એ આવનારા ભવિષ્ય માટે ઓઇલની ગરજ સારશે. જુઓ, તમે એક સ્ટાર્ટઅપ કે બિઝનેસ ચલાવતાં હો તો તમને ડેટાનું મહત્ત્વ ખબર જ હશે. તમને તમારા હરીફો કોણ છે, તેઓ શું કરી રહ્યા છે? તમારી ઇન્ડસ્ટ્રીમાં આજકાલ શું ટ્રેન્ડ ચાલે છે? કઈ કંપનીના ક્યા હોદ્દા પર કઈ વ્યક્તિ કામ કરે છે? કઈ કંપનીમાં કેટલું રોકાણ આવ્યું? આ રોકાણ કરનાર વ્યક્તિઓ કે સંસ્થાઓ કોણ? તેમના આવકના સ્ત્રોત વગેરે જાણવામાં અને તેના આધારે નિર્ણયો લઈને તમારી કંપનીને આગળ ધપાવવામાં મદદ મળી શકે. આ બધી બાબતો ખાસ કરીને તમને ફંડિગ, ક્લાયન્ટ્સ કે ટેલેન્ટ મેળવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે.

તમે જો કોઈ વિદ્યાર્થી, રિસર્ચર કે બિઝનેસ જર્નાલિસ્ટ હો તો પણ તમને આ માહિતી ખૂબ જ મદદગાર બની શકે. હા, આ બધો ડેટા મફતમાં નથી મળતો કારણ કે, આ કંપની અને વેબસાઇટનો મુખ્ય બિઝનેસ છે. પરંતુ તમને રજિસ્ટ્રેશન અને મેમ્બરશિપ લીધા પછી વધુ લાભ મળવાની 5%-10% શક્યતા હોય તો પણ આ ચાન્સ લેવો જોઈએ. આ વેબસાઇટ પર ચાર પ્રોડક્ટ ઓફર થાય છે. Crunchbase Pro જેના દ્વારા તમે વધુ એડવાન્સ રિસર્ચ કરી શકો, જેમાં ઇન્ડસ્ટ્રીઝ, લોકો, કંપનીઓ, રોકાણકારો વગેરેનો સમાવેશ થાય છે. Crunchbase Marketplace કે જેમાં તમે વેબ ટ્રાફિક, આઇટી બજેટ્સ વગેરે જેવી વિગતો જાણી શકો. Crunchbase Enterprise જેમાં તમે Growth Industries કે પોતાના જેવી કંપનીઓ શોધી શકો અને છેલ્લે Crunchbase for Applications કે જેમાં તમે Crunchbase પરથી લીધેલા ડેટાને પોતાની પ્રોડક્ટમાં ઇન્ટિગ્રેટ કરીને ખરીદી અને વેચાણ અંગેના analytics જાણી શકો. આ વેબસાઇટ Online સ્ટાર્ટઅપ્સ કે તેના માટે કામ કરતા લોકો માટે વધુ ઉપયોગી છે. ટ્રાય કરી જુઓ, પછી જણાવજો કે તમારો શું અભિપ્રાય છે.
tusharacharya2611@gmail.com
(લેખક ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ટરનેટની દુનિયાના બાશિંદા અને યુવા આંત્રપ્રેનર છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો