• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From Visiting World Heritage Sites To Talking About History And Understanding To Parents About Gender Special Roles ... Read Color coded Articles In Just One Click

રંગત-સંગત:ધોળાવીરાનું હજારો વર્ષોનું સિક્રેટ શું છે? કોઇ પણ કામ પૂરું કરવાની પર્ફેક્ટ ટ્રિક શું છે? તમારું બાળક સ્ત્રી-પુરુષના રોલની કેદમાં તો નથી ને? વાંચો, આજનું ‘રંગત સંગત’

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/સુ
ગુજરાતનો વેરાન છતાં સમૃદ્ધ કચ્છનાં છેવાડે ભવ્ય ભૂતકાળ સંગોપીને બેઠેલું સુસંસ્કૃત અને સભ્ય નગર - યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ 'ધોળાવીરા'

સિંધુ, સરસ્વતી અને રાવી નદીના કિનારે ઉદભવેલી અને વિકસિત થયેલી સિંધુ ખીણની સંસ્કૃતિના સમકાલીન તેના જ એકભાગ રૂપે વસેલું આ નગર ખૂબ સમૃદ્ધ હશે. અહીંના ખંડેરો એટલા ભવ્ય છે તો તે સમયે નગરનું જીવન, લોકોની રહેણીકરણી, તેમના જીવનનાં પાસાંઓ વિશે વધુ માહિતી મેળવવા કુતૂહલવશ થઈ જવાય એમાં કોઈ શંકાને સ્થાન નથી.
***
ઈતિહાસ ગવાહ હૈ/
સનદી સેવાના સંસ્થાપક સરદાર પટેલનું અધૂરું સ્વપ્ન...સનદી સેવા બાબુશાહી અને સાહેબગીરીની પરંપરામાંથી મુક્ત ન થઈ શકી

અંગ્રેજો ભારતમાંથી ઉચાળા ભરવાના હતા એ સમયગાળામાં વલ્લભભાઈ પટેલે તાજના નિષ્ઠાવંત ICS અને IP અધિકારીઓને સ્થાને ભારતના વહીવટી માળખાને મજબૂત રાખવા માટે સ્વદેશી ભારતીય વહીવટી સેવા (IAS) સ્થાપવા માટે 1946માં વિવિધ પ્રાંતોના પ્રીમિયરો (મુખ્ય પ્રધાનો)ને તેડાવીને પોતાની ભૂમિકા માંડી હતી.
***
મનન કી બાત/
શું તમને કામ પૂરું કરવામાં તકલીફ પડે છે?

આપણું મગજ મૂળભૂત એક ક્રિએશન ડિવાઈસ છે, મતલબ નવી રચનાઓ અને નવા વિચારો કરવા એ એનું મૂળભૂત કામ છે. જો આપણે વિચારો સ્ટોર કરવાનું કામ ઓર્ગનાઈઝ કરી લઈશું તો મગજને નવા વિચારો અને ખુશ થવા માટે સમય મળશે.
***
પોઝિટિવ પેરન્ટિંગ/
શું તમારું બાળક એવી ગેરસમજમાં છે કે રસોડું એ સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર છે અને બેંકિંગ-ફાઇનાન્સ એ પુરુષોની કર્મભૂમિ છે?

આપણે આપણાં મા-બાપ પાસેથી તેમના જેન્ડર અનુરૂપ ચોક્કસ ભૂમિકા નિભાવવાની અપેક્ષા રાખીએ છીએ. આ અપેક્ષાનું મૂળ આપણા ઉછેર અને આપણી આજુબાજુ જોયેલા મોડલમાંથી જ આવે છે. મા અને પિતાએ જુદો રોલ નિભાવવાનો છે પણ ઘણી પરિસ્થિતિમાં એવું જોવા મળે છે કે તેઓ જેન્ડર સ્પેશિયલ રોલમાં સ્ટિરિયોટાઇપ થઇ જાય છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘બોળો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘બોળો’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

(આવરણ તસવીરઃ ધોળાવીરા, ગુજરાત, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)