• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From Visiting Wildlife In Gujarat To The Unfamiliar Stories Of Indira Gandhi's Married Life As Well As Business Tricks And Fun Stories ... Enjoy Today's 'Rangat Sangat'

રંગત સંગત:ગુજરાતના વન્યજીવોની મુલાકાતથી લઇને ઇન્દિરા ગાંધીનાં લગ્નજીવનની અજાણી વાતો અને સાથે બિઝનેસની ટ્રિક્સ અને નવી વાર્તા, અહીં વાંચો 'રંગત-સંગત'માં

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/
સરકાર ખાનગીકરણ કરે અને પાંચજન્ય એમેઝોન અને ઇન્ફોસિસની ટીકા કરે એવું શા માટે?

એમેઝોન સડસડાટ આગળ વધે એવી ઉદારીકરણની નીતિઓ બની રહી છે પણ તે અબજો રૂપિયા ખર્ચીને સરકારી નીતિ બદલી કાઢે છે એવા આક્ષેપો સંઘ પ્રેરિત વિચારપત્રમાં છપાય ત્યારે આવું કેમ એવો સવાલ થાય. જવાબ મેળવવો મુશ્કેલ છે પણ કેટલાક અનુમાનો કરી જોઈએ...

***
એક્સપ્લોર ઇન્ડિયા/
વાઇલ્ડલાઇફ વીક: ગુજરાતનાં વિવિધ સ્થળોએ મહાલતા વન્યજીવો અને પક્ષીઓને કંપની આપીએ

દર વર્ષે 2 ઓક્ટોબરથી અઠવાડિયાં સુધી વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી થાય છે, જેમાં વન્યજીવોનાં સંરક્ષણ અને વન્યજીવોને કુદરતી વાતાવરણ પૂરું પાડતાં જંગલોનાં સંરક્ષણ અને સંવર્ધનને લગતી પ્રવૃત્તિઓને વેગ મળે અને નિસર્ગ જેમનું તેમ જળવાઈ રહે. આજે આપણે ગુજરાતનાં વિવિધ સ્થળોએ વસતા વન્યજીવો, કુદરતી સ્થળોની શાબ્દિક અને વિઝ્યુઅલ સફર કરીને કુદરતનાં ખોળે વિહાર કરીશું.
***
ઈતિહાસ ગવાહ હૈ/
ફિરોઝ ગાંધી સાથે નેહરુ-પુત્રી ઇન્દિરાનાં વૈદિક વિધિથી લગ્ન થયાં...પણ ફિરોઝ ખુલ્લેઆમ અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખતા પતિ-પત્નીનાં સંબંધો વણસ્યાં

પિતા નેહરુ અને ફિરોઝની માતા સહિતની સાક્ષીએ હિંદુ વિધિથી ઇન્દિરાપ્રિયદર્શિની ભરૂચના પારસી-જરથોસ્ત્ર ફિરોઝ ગાંધી સાથે લગ્નસંબંધે જોડાયાં. બે મહિના હનીમૂન માટે કાશ્મીર ગયાં અને પાછાં ફર્યાં ત્યારે ગાંધીજીએ જગાવેલી ‘ક્વિટ ઈન્ડિયા’ની આહલેકમાં ઓગસ્ટ 1942માં પિતા જવાહરલાલ અને મહાત્મા-કસ્તૂરબા, સરદાર-મણિબહેનની જેમ જ જેલવાસી થયાં હતાં.
***
મનન કી બાત/
દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટરનું મનોવિજ્ઞાન: વ્યવસાય વિશે પૂરતું રિસર્ચ જરૂરી...તો જ પ્રોબ્લેમનું સારામાં સારું નિરાકરણ મળશે!

વોરન બફેટે એક કોલ્ડડ્રિંકની દુકાનની બહાર ઢાંકણા વીણવાનું ચાલુ કર્યું. ઢાંકણા વીણતાં એમને જાણવા મળ્યું કે સૌથી વધુ ઢાંકણા કોકાકોલાના છે. એમણે આ ઉંમરે જ શીખી લીધું કે કોઈપણ વ્યવસાય શરૂ કરતાં પહેલાં એ વ્યવસાય વિશે પૂરતું રિસર્ચ કરવું જોઈએ.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
ડાન્સિંગ ઈન ધ રેન: બાળક અંતરાત્મા સાથે કનેક્ટ થઇને પ્રકૃતિમય બનશે...સમાજ સામે તેનો અવાજ પણ મજબૂત બનશે

મેં જોયું કે રિયા પોતાનો ક્લાસ છોડીને બહાર ખુલ્લા ચોકમાં વરસાદમાં ડાન્સ કરવા લાગી છે. મેં તરત જ તેની માતાને ફોન કરીને આ વાત શેર કરી. તેમણે પ્રશ્નોનો વરસાદ કરી મૂક્યો, 'તમે આ કઈ રીતે અલાઉ કર્યું? પરવાનગી વગર બાળક ક્લાસ છોડી જ કેવી રીતે શકે? શું તમે આના માટે બાળકને સજા નહીં આપો?' જવાબમાં મેં કહ્યું, 'હું ફક્ત આવું અલાઉ કરીશ એટલું જ નહીં, પણ તેને આવું ફરી કરવા માટે પ્રોત્સાહન પણ આપીશ.'
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ઝૂમણાની ચોરી’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘ઝૂમણાની ચોરી’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
(આવરણ તસવીરઃ લિટલ રણ ઓફ કચ્છ, ગુજરાત, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...