• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From Traveling To Girnar To The New Trends Of The Corporate World As Well As The New Activity Of Keeping The Child Creative ... Read The New Articles Of Rangat Sangat In Just One Click

રંગત સંગત:સરદાર, નેહરુ વિશે ચાલતું લોલેલોલ, ગિરનારની યાત્રા, કર્મચારી શોધવામાં કંપનીઓની સાઇકોલોજી અને મેઘાણીની એક નવી ઓડિયો વાર્તા, આજનું ‘રંગત સંગત’ આ રહ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
ગુજરાતની શાન એટલે ધ્યાનમગ્ન જટાળા જોગી સમો ગઢ ગરવો 'ગિરનાર'ની ચોમાસાની ટહેલ

સોરઠના ગઢ જૂનાગઢમાં હજારો વર્ષોથી તપસ્યામાં લીન એવા જોગી ગિરનારને મળવા વર્ષા કેટલાય સમયથી આતુર હોય એમ વરસી પડે છે ત્યારે ગિરનારનાં પગથિયાં જે ન ચઢ્યા હોય એમણે ક્યારેય ગિરનારનો અસ્સલ રૂઆબ નથી જોયો એવું ચોક્કસપણે કહી શકાય. ચોમાસામાં સામાન્ય રીતે આપણે કોઈ હિલ-સ્ટેશન તરફ ભાગતા હોઈએ છીએ પણ અહીં વાદળોની આખી ફોજ ગિરનારીની ધૂનમાં જટાળાં જોગીને મળવા દોટ લગાવે છે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
સરદાર-નેહરુ અને કાશ્મીર વિશે લોલેલોલ ચલાવાય છે

સરદાર જ્યારે નેહરુની સરકારમાંથી છૂટા થવા ઇચ્છતા હતા અને 30 જાન્યુઆરી, 1948ના રોજ 4થી 5 દરમિયાન એ મહાત્મા સાથે મુલાકાત કરીને આ બાબતની ચર્ચા કરવા ગયા ત્યારે ગાંધીજી તો સરદારને પ્રધાનમંડળમાંથી છૂટા કરવાના મત પર આવ્યા હતા પણ માઉન્ટબેટને સરદારની મહાનતા અને અનિવાર્યતા પીછાણી હતી એટલે એમણે સરદારને છૂટા થવા દેવાનો સખત વિરોધ કર્યો હતો.
***
મનન કી બાત/
કોર્પોરેટ વર્લ્ડમાં સાયકોગ્રાફિક્સનો ટ્રેન્ડ...નવી નોકરી આપવામાં કંપનીઓ તમને કઈ રીતે ટાર્ગેટ કરતી હોય છે જાણો

માર્કેટિંગમાં બે ફંડા હોય છે. એક સોશિયલ ડેમોગ્રાફિક અને બીજું હોય છે સાયકોગ્રાફિક્સ. સોશિયલ ડેમોગ્રાફિક એટલે આપણી ઉંમર, જાતિ, ધર્મ, આવક વગેરે. સોશિયલ ડેમોગ્રાફિક જગજાહેર વસ્તુ છે કે જેના વિશે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. સોશિયલ ડેમોગ્રાફિક આપણા સેન્સસમાં પણ મપાતું હોય છે. પરંતુ સાયકોગ્રાફિક્સ શું છે આવો જાણીએ...
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
ઇનામ પાછળની દોડ બાળકને ક્યાંક ડિમોટિવેટ ન કરી દે...વધુ રચનાત્મક રહે એ માટે તેમને મનગમતી પ્રવત્તિ કરવા દો

જ્યારે વ્યક્તિ કોઈ પ્રવૃત્તિ કરવા માટે ત્યારે જ મોટિવેટ થાય જ્યારે તેને કોઈ ઇનામનો વાયદો કરવામાં આવે તો તે એક્સ્ટ્રિન્સિક મોટિવેશન છે. પુખ્ત વયે આપણા વ્યાવસાયિક જીવનમાં પ્રમોશન, મોટો પગાર કે અવોર્ડ પણ મોટિવેશનનું કામ કરે છે પણ તે પાછું બાહ્ય છે. આ ઇનામ પાછળની દોડ આપણા જીવનમાં એક મોટો ભાગ ભજવે છે.
***

સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘દૂધ-ચોખા’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘દૂધ-ચોખા’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

અન્ય સમાચારો પણ છે...