એક્સપ્લોર ઇન્ડિયા/
જિમ કોર્બેટના વાઘની શાલીનતા અને વિશાળ જંગલમાં વાઘનાં કરતબોનો દિલધડક પરિચય
ઢીકાલાનો રંગ દરેક સફારીમાં, દરેક મુલાકાતમાં મેં અલગ અલગ જોયો છે અને માણ્યો છે. જ્યારે કુદરત જાતે જ કોઈ ધૂનની રચના કરે ત્યારે બધા જ સજીવ અને નિર્જીવ તત્ત્વોને પોતાના કામે લગાડી દે છે. મેં આ હંમેશા દરેક જગ્યાએ અનુભવ્યું છે અને મારી નજરે નિહાળ્યું પણ છે
***
ઇતિહાસ ગવાહ હૈ/
ક્યારેક રેલવે સ્ટેશને ‘હિંદુ પાણી’, ‘મુસ્લિમ પાણી’ અલગ રખાતાં
હિંદુ-મુસ્લિમ અને સવર્ણ-દલિત હિંદુના ભેદ નિહાળીને અંગ્રેજોએ ભાગલા પાડીને રાજ કરવાની કુટિલ નીતિ અપનાવીને એ ખાઈને વધુ પહોળી કર્યા કરી. અંગ્રેજોએ રેલવે સ્ટેશને આઝાદી સુધી હિંદુ પાણી અને મુસ્લિમ પાણીનાં માટલાં કે કુંજા જુદા રાખવામાં આવતા અને સ્ટેશને ગાડી આવે ત્યારે પોકાર પડતા હોય કે 'હિંદુ પાણી લો' કે 'મુસ્લિમ પાણી લો.'
***
મનન કી બાત/
શું તમને સતત કોઈ વસ્તુની ચિંતા સતાવ્યા કરે છે?
પ્રિયજનો માટે એન્ઝાયટી રહેવી એ સામાન્ય વસ્તુ છે. એ લોકોને કંઈ થઈ ના જાય એ માટે બનતી આપણે પૂરી મદદ કરીએ એ વિચાર આપણા મનમાં સતત રહે છે. પરંતુ જ્યારે એ વિચાર આપણા જીવનના બીજા બધા પાસાંને હેરાન કરવા માંડે અથવા પ્રિયજનોને પણ નડતરરૂપ બને તો એના વિશે વિચારવાનો અને કંઈક કરવાનો સમય આવી ગયો છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
મશીનની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્સિસ મનુષ્યોની રિયલ ઇન્ટેલિજન્સ
હવે બાળકો સારા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ માટે પ્રોફેશનલ બનવા લાગ્યાં છે. જેમ કે, એન્જિનિયયર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વગેરે અને પછી 90ના દાયકામાં આવ્યા નવા વ્યવસાયો જેમ કે, સોફ્ટવેર અને ITનો યુગ. હાલના દાયકામાં એક અવનવી જ સ્પર્ધા છે અને તે કોઈ વ્યક્તિ કે વ્યવસાય જોડે નથી...પણ એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોડે.
***
વેદવાણી/
અખંડ ભારતના આર્ષદૃષ્ટા મહર્ષિ અગસ્ત્ય અને લોપામુદ્રા
ઋગ્વેદ અનુસાર મિત્ર અને વરુણ નામના દેવતાઓનું અમોઘ તેજ એક યજ્ઞકળશમાં એકત્ર થયું, જેમાંથી મહર્ષિ અગસ્ત્યનું પ્રાકટ્ય થયું. તેમના વિવાહ વિદર્ભ દેશના રાજા નિમિના તેજસ્વી પુત્રી લોપામુદ્રા સાથે થયા હતા. લોપામુદ્રા મહાન પતિવ્રતા સાધ્વી હતાં. દુર્વાષ્ટમી જેવા વ્રતોપવાસમાં આ મહાન દૈવી દંપતીની પૂજા કરવામાં આવે છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘આનું નામ તે ધણી’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે
ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘‘આનું નામ તે ધણી’’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
(આવરણ તસવીરઃ જિમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.