• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From The Various Feats Of The Tiger To An Overview Of The Good Hindu Muslim Relationship As Well As Social Intelligence And Tricks To Understand The Aspirations Of The Children ...

રંગત સંગત:વાઘના વિવિધ કરતબોથી લઇને હિંદુ-મુસ્લિમના સુમધુર સંબંધોની ઝાંખી અને સાથે સોશિયલ ઇન્ટેલિજન્સ અને બાળકોની આકાંક્ષા સમજવાની ટ્રિક્સ...આજનું રંગત-સંગત આ રહ્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
18 જેટલાં તળાવો ધરાવતાં
વાઘનાં નગર પર દસ્તક - મહારાષ્ટ્રનું 'તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ'
'તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ'માં વાઘને જંગલમાં મહાલતો જોવા માટેનું સર્વ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં કોઈ પણ ટ્રેલ પર સવારે ધરણીને ચુમતો સૂરજનો સ્પર્શ ધરણીને જીવંત કરતી હોય એવું ભાસે અને એમાં પણ નસીબ જોર કરતું હોય તો એ જ સમયે વાઘ મહાલતો મળી જાય કે પછી હજારો હરણોનું ટોળું મળી જાય એટલે જંગલનો ફેરો સફળ એવું કહી શકાય.
***
ઈતિહાસ ગવાહ હૈ/
હિંદુ-મુસ્લિમના સુમધુર સંબંધો: યુદ્ધ રાજકીય બાબતોને લઈને થતાં, ધાર્મિક મુદ્દે નહીં

વિશ્વ આખું ઈસ્લામોફોબિયાથી ગ્રસ્ત છે. અમેરિકામાં તો હમણાં હમણાં 'ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિંદુત્વ'ની ચળવળમાં અને એના વિરોધમાં ગુજરાતીઓ જ અગ્રેસર જોવા મળે છે. આવા સંજોગોમાં હિંદુ-મુસ્લિમ સંબંધના કેટલાંક તથ્યોને વિચારકો સામે મૂકવાં એ પણ જરા વિકટ છે. આમ છતાં, હિંદુ-મુસ્લિમ વચ્ચેના સુમધુર સંબંધોમાં ઝેર ઘોળવાની કોશિશ કરવાના દુષ્પ્રચાર ટાણે કેટલાંક ઐતિહાસિક તથ્યો રજૂ કરવાં અનિવાર્ય છે.
***
મનન કી બાત/
સાયકોલોજિકલ ઇન્ટેલિજન્સ, અકેડેમિક ઇન્ટેલિજન્સ પછી હવે સોશિયલ ઇન્ટેલિજન્સ ટ્રેન્ડિંગ...આ નવો ટ્રેન્ડ શું છે જાણીએ

કોઈપણ વાર્તાલાપ અથવા સામાજિક પરિસ્થિતિમાં આપણું વર્તન અને મનન બંને સોશિયલ ઇન્ટેલિજન્સમાં આવે છે. સામે રહેલી વ્યક્તિ જ્યારે એની જોડે વાત કરે તો એને એવું લાગે કે સાચે આ માણસને મારી વાત સાંભળવામાં રસ પણ છે અને એને એ પરિસ્થિતિ વિશે કંઇક કરવું પણ છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
આકાંક્ષાઓ અને અપેક્ષાઓ વચ્ચેની ખેંચાતાણી બાળકને જંજીરમાં જકડે છે...એટલે આકાંક્ષાઓ એક્સપ્રેસ થાય પછી બાળકને તે એક્સપ્લોર કરવા દો

બાળકને એવું પણ કેહવામાં આવે છે કે તેને રમતવીર કે આર્ટિસ્ટ બનવા વિશે વિચારવાનું છોડી દેવું જોઈએ કારણ કે, તે એક સ્થિર વ્યવસાય નથી. એની જગ્યાએ તેણે ગ્રેજ્યુએશન પુરું કરીને એક નોકરી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વાલીની અપેક્ષા બની જાય છે. આવી અનેક અપેક્ષાઓની દિવાલ બાળક માટે સીમારેખા ખેંચી દે છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ધણીની નિંદા’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘ધણીની નિંદા’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
(આવરણ તસવીરઃ તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ, મહારાષ્ટ્ર, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...