તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગત-સંગત:ઉત્તુંગ લદાખથી મનનાં ઊંડાણ સુધી, વેદોની વાણીથી ઇતિહાસની કહાણી સુધી, આજનું ભરચક રંગત-સંગત વાંચો અહીં

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેદવાણી/
વેદના ટાંકણે ઘડાયું ભારતમાતનું કલેવર, એ આપણું મૂળ અને એ જ આપણું કુળ; હું, તમે અને આપણે સૌ ઋષિનાં સંતાન!

તમે ‘નેતિ નેતિ’ શબ્દ સાંભળ્યો હશે. ‘નેતિ’ એટલે ‘ન ઈતિ’. જેનો અંત કે છેડો ન હોય તે નેતિ! શાસ્ત્રકારો કહે છે, વેદા અનંતા! વેદ શું છે? તેમાં શું શું છે? આજે તેની રસપ્રદ વાતો કરીશું.
***
નેટસ્કેપ/
પાસવર્ડના ‘ગજિની’ નહીં, વિશ્વભરનાં નોલેજનાં ‘આઇન્સ્ટાઇન’ બનો, પર્ફેક્ટ પાસવર્ડ રાખો અને વિશ્વભરનાં પ્રકાશનોના તંત્રીલેખો વાંચો

દેશ-દુનિયાનાં પ્રતિષ્ઠિત અંગ્રેજી પ્રકાશનોના તંત્રી લેખો વાંચવા માટેનું ઉત્તમ સ્થાન એટલે opeddiction અને તમારા અલગ અલગ પાસવર્ડ્સને સુરક્ષિત રાખવા માટેની ડિજિટલ ડાયરી એટલે Zoho Vault. આ અઠવાડિયે આ બંને ભારે કામની સર્વિસની વાત.
***
એક્સપ્લોર ઇન્ડિયા/
14 હજાર ફીટની ઊંચાઈ પર આવેલું કુદરતનું ફાઈન આર્ટ - લદાખ, જેના કણ કણમાં કોતરાયેલી છે કુદરતની કવિતા...

લદાખ વિસ્તારમાં આવેલું લેહ, લદાખનું મુખ્ય મથક છે. સમુદ્રની સપાટીથી આશરે 12000 ફીટ ઊંચાઈ પર આવેલું આ શહેર નાનકડું છતાં ખુબસુરત છે કે અહીં તમે દિવસોના દિવસો વિતાવી શકો. વિશ્વના સહુથી સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત, સૂર્યોદય સમયે વાદળો સાથે રમાતી રંગોની રમત આ બધું જ લેહ શહેરમાં માણી શકાય છે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
માઉન્ટબેટનને અખંડ ભારતને આઝાદી આપવાનો નિર્દેશ હતો

બ્રિટિશ વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ બ્રિટિશ ઇન્ડિયાના નવા ગવર્નર જનરલ અને વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનને માર્ચ ૧૯૪૭માં દિલ્હી પાઠવ્યા ત્યારે એમને લેખિતમાં જણાવ્યું હતું કે જૂન 1948 સુધીમાં બ્રિટિશ ઇન્ડિયા અને ભારતીય રજવાડાં સહિતના એક સંઘરાજ્ય એટલે કે અખંડ ભારતને આઝાદી આપવાનું કામ તેમણે કરવાનું છે.
***
મનન કી બાત/
શું તમને રાતે ઊંઘ નથી આવતી? આ રહ્યો સચોટ ઉપાય

એક વસ્તુ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે રાતે ઊંઘ ન આવવી એ સમસ્યા નહીં પરંતુ સમસ્યાનું એક લક્ષણ માત્ર છે. સાચી સમસ્યા જ્યારે આપણે નિષ્ણાત પાસે જઈએ ત્યારે બહાર આવે છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકને શેમાં કરિયર બનાવવી છે? દિમાગને નહીં, દિલને પૂછો

સંસાર એટલી તેજ રફ્તારથી બદલી રહ્યો છે કે હવે ઉભરતા વ્યવસાયોને લઇને બાળકો કરતાં તેમનાં મા-બાપને માર્ગદર્શન આપવાની વધારે જરૂર છે! ભવિષ્યના વ્યવસાયોમાં સમાવેશ થાય છે - કોડર્સ, કલાકાર, પેઈન્ટર, ડાટા એનાલિસ્ટ, રોબોટિક ડિઝાઇનર, સાયબર ફોરેન્સિક નિષ્ણાત, કાઉન્સેલર વગેરેનો. વળી ક્લાઈમેટ ચેન્જ પણ લઈને આવ્યું છે અઢળક નવા વ્યવસાય - સસ્ટેનેબલ અને ઓર્ગનિક ખેતીવાડી; લાઈફસ્ટાઇલ ગુરુ; સ્વાસ્થ્ય અને સુખાકારીના નિષ્ણાત; પર્યાવરણ લેખકો, સંશોધક, વકીલો વગેરે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘આલેક કરપડો’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

***
(આવરણ તસવીરઃ પેંગોન્ગ લેક, લદાખ, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો