• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From The Journey Of 'Middle Land Spiti' Situated Between The Mountains To The Understanding Of Parenting And The Unfamiliar Stories Of The Science Of Sun And Moon In The Vedas, Read All This In Today's Rangat Sangat

રંગત-સંગત:સ્પિતિની સફર, લક્ષદ્વીપમાં લાક્ષાગૃહ, દુઃસ્વપ્નોમાંથી છૂટવાનો ઉપાય, મેમરીઝની એનર્જી અને ઘણું બધું, વાંચો આજનું ‘રંગત-સંગત’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
અમાપ વ્યોમ સુધી વ્યાપેલા દુર્ગમ પહાડો વચ્ચે વસેલું મનમોહક સામ્રાજ્ય એટલે 'મિડલ લેન્ડ-સ્પિતિ'

જેણે હિમાલય જોયો જ નથી તેમના માટે કલ્પનામાં પણ ન સમાઈ શકે તેવી રચનાઓ કુદરતે અહીં કરી છે. આ પ્રદેશને સ્પિતિનાં નામે ઓળખવામાં આવે છે. આ પ્રદેશ જેટલો સૌમ્ય છે એટલા જ અહીંના લોકો પણ સૌમ્ય છે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
સરદાર પટેલની ચકોરદૃષ્ટિ થકી લક્ષદ્વીપ પાકિસ્તાનમાં જતું બચ્યું

લક્ષદ્વીપ પર આઝાદીના પ્રારંભિક દિવસોમાં જ પાકિસ્તાન કબજો જમાવવા માગતું હતું. બહુમતી પ્રજા મુસ્લિમ હોવાથી એ દાવો રજૂ કરી શકતું હતું. એ વેળાની એની રાજધાની કરાંચીથી જહાજ રવાના થયાના વાવડ દિલ્હીમાં સરદાર પટેલ સુધી પહોંચ્યા અને એમણે તત્કાળ ત્રાવણકોરના કલેક્ટરને પોતાનો સંદેશ પહોંચાડવા માટે મુદલિયારબંધુઓનો સંપર્ક સાધ્યો.
***
મનન કી બાત/
શું ખરાબ સપનાઓ તમારી ઊંઘ હરામ કરે છે?

સિગ્મંડ ફ્રોઈડ વિશ્વવિખ્યાત મનોચિકિત્સક હતા જેમણે કહ્યું હતું કે આપણા સપના આપણા અનકોન્શિયસ માઈન્ડને આપણી જાગૃતતા સાથે જોડતો મુખ્ય હાઇવે છે. સપના આપણાં જીવનનો ખૂબ મહત્ત્વનો ભાગ છે અને આપણા સપનાઓ વિશે આપણે એક જર્નલ રાખવી જોઈએ.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
મેમરીઝમાં એનર્જી હોય છે...બાળપણની નાની ઘટના પણ ટ્રોમા પેદા કરી શકે છે

પુખ્તવયની બિહેવિયરલ પેટર્નની જડ આપણી ભૂતકાળની મેમરીઝમાં હોય છે. એક સામાન્ય કે નાની ઘટનાની પણ એક ખૂબ જ નકારાત્મક અસર થઈ શકે છે, જે ટ્રોમા પણ પેદા કરી શકે છે. આ ઘટનાઓ આપણી મેમરીમાં બેસી જાય છે અને પછી સમય જતાં તેને આપણે અજાણતા દબાવી દઈએ છીએ.
***
વેદવાણી/
વેદોમાં સૂર્ય-ચંદ્રનું વિજ્ઞાન: પ્રકાશ અને ઊર્જાનો મોટામાં મોટો સ્રોત

સૂર્યમાળાના ગ્રહોની ઉત્પત્તિ સૂર્યમાંથી થઇ છે અને સૂર્ય પોતાની ગુરુત્વાકર્ષણ શક્તિથી બધા ગ્રહોને પોતાની ફરતે કક્ષામાં ગતિમાન કરે છે. આપણા સારુ પ્રકાશ અને ઊર્જાનો મોટામાં મોટો સ્રોત સૂર્ય છે અને તેને લીધે ધરતી પર દિવસ અને રાત થાય છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘વોળાવિયા’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘‘વોળાવિયા’’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.