તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગત-સંગત:ધોની જેવું મોટિવેશન, સાયબર બુલિંગ, સ્પિતિની સફર, ગાંધીજીનું વસિયતનામું, મેઘાણીની વાર્તા... વૈવિધ્યસભર વિષયો સાથેનું નવું ‘રંગત સંગત’ વાંચો અહીં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
હિમાલયના સ્પિતિમાં આવેલી પરીઓની ભૂમિ એટલે રહસ્યમય અને રોમાંચકારી 'ચંદ્રતાલ'

ઊડતા પ્રેયર ફ્લેગ્સ સાથે ઊંચાઈ પર દેખાતા નાનકડાં ગામડાંઓ, ખેતરો, ઊંચાઇએથી વહેતા અને નદીમાં ભળી જતા ઝરણાંઓ આ સઘળું જોતાં જોતાં રસ્તો મનાલી તરફ લઇ જશે. માત્ર 202 કિમીનો રસ્તો પણ ભયંકર ચઢ઼ાવ ઉતાર, વિષમ વાતાવરણ અને ઠંડાગાર પવનો આ મુસાફરીને રોમાંચક અને યાદગાર બનાવી દેશે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
મહાત્મા ગાંધીનું છેલ્લું વસિયતનામું ના નેહરુએ માન્યું અને ના તો સરદારે

ભાગલાની વાત હોય કે દેશની યોજનાઓ, પંડિત નેહરુ કે સરદાર પટેલે ગાંધીજીને વિશ્વાસમાં લીધા વિના જ વાઇસરોય સમક્ષ જીભ કચરી હતી. બાપુ માટે તેમની વાતને કારોબારી કે મહાસમિતિમાં અનુમોદન આપવા સિવાય છૂટકો જ નહોતો. એ દિવસોમાં ગાંધીજીની વાતોને નેહરુ અને સરદાર બેઉ એ વાતોને અમલમાં લાવવાનું ટાળતા હતા.
***
મનન કી બાત/
શું તમે ધોની જેવો કોન્સન્ટ્રેશન પાવર કેળવવા માગો છો?

આપણે મોટા-મોટા પ્લેયર્સને પ્રેશરમાં પોતાનું સંતુલન ગુમાવીને ભૂલ કરતા જોયા છે અને આપણે પોતે પણ મહત્ત્વની પરીક્ષા અથવા પ્રેઝન્ટેશન પર નર્વસ થઇ જઈએ છે. તો એવી શું પ્રક્રિયા હોય છે અથવા મનોસ્થિતિ હોય છે જે ધોની જેવા મહાન ખિલાડીઓ પાસે હોય છે અને આપણે એ કઈ રીતે કેળવવી...જાણવા વાંચો આ લેખ.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકમાં ઉદાસીનતા, માનસિક તકલીફ, બેચેની, ખોરાકમાં ફેરફાર જેવાં લક્ષણો દેખાય તો અલર્ટ થઈ જાઓ, સાઇબર બુલિંગનો ભોગ બનેલો હોઈ શકે છે

સાઇબર બુલિંગ ડિજિટલ ટેક્નોલોજી મારફતે થતું હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે બેમાંથી એક વ્યક્તિ સગીર વયની હોય. આમાં એક વ્યક્તિને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હોય છે અને બળજબરાઈથી મેસેજ, ફોટો અથવા વીડિયો મોકલવાનું કહેવામાં આવે છે. તેને ધમકીઓ થકી તીવ્ર યાતના આપવામાં આવે છે અને બ્લેકમેઇલ પણ કરવામાં આવે છે.
***
વેદવાણી/
અત્રિ-અનસૂયા: જ્ઞાન, તપસ્યા, સદાચાર, ભક્તિ મંત્રશક્તિના મૂર્તિમાન સ્વરૂપ દિવ્ય ઋષિદંપત

મહર્ષિ અત્રિ વેદમંત્રોના દૃષ્ટા છે તો માતા અનસૂયા ભારતનું મહાનતમ નારીરત્ન છે. અત્રિ જ્ઞાન, તપસ્યા, સદાચાર, ભક્તિ મંત્રશક્તિના મૂર્તિમાન સ્વરૂપ છે તો અનસૂયા પતિવ્રતા ધર્મ અને શીલના મહાન આદર્શ છે. મહર્ષિ અત્રિની સપ્તર્ષિમાં ગણના થાય છે. આવા મહાન દંપતીની પ્રેરક કથા સાંભળવી કોને ન ગમે?
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ભીમો ગરણિયો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘‘ભીમો ગરણિયો’’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

(આવરણ તસવીરઃ ચંદ્રતાલ, હિમાલય, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)