તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From Reconciling Relationships To New Technologies And The Art Of Living Happily, Read The Rich Treasure Of Reading I.e. 'color compatible' In Just One Click.

રંગત-સંગત:બાબા રામદેવ સાચા કે ખોટા? ફ્લાઇંગ કાર ક્યારે આવશે? ‘રંગત સંગત’માં ભરચક વાંચનનાં દ્વાર ખોલો અહીંથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલ ડિબેટ/
રસીના બે ડોઝ લીધા પછી એક હજાર ડૉક્ટર મરી ગયા...બાબા રામદેવના આ નિવેદન બાદ તેમને રસી વિરુદ્ધ નિવેદનો કરનારાની હરોળમાં મૂકવા પડે કે નહીં?

ભારતના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને બાબા રામદેવને સર્ટિફિકેટ આપી દીધું કે તેમણે મેચ્યોરિટી દાખવી છે. આરોગ્યમંત્રી તરીકે અને ડૉક્ટર તરીકે હર્ષવર્ધનની જવાબદારી હતી તેમની સામે કાર્યવાહી કરવાની કારણ કે, સમગ્ર મામલો બાબા રામદેવના બેફામ અને ગુનાહિત પ્રકારનાં નિવેદનોનો છે.

***

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
લગ્ન કરવાં એટલે સંલગ્ન થવા તરફ ગતિ કરવીઃ લગ્નસંસ્થા અકુદરતી હોવા છતાં કેમ ઈચ્છનીય છે?

સમાજિક માળખામાં લગ્નસંસ્થાની ભૂમિકા મોટી છે. કવિવર ઉમાશંકર જોશી કહેતા કે સ્ત્રી અને પુરુષમાં પરસ્પર પ્રેમ અને આકર્ષણ મૂકીને કેટલું અદભુત કામ કર્યું છે! એ બહાને એક અડધી દુનિયા બીજી અડધી દુનિયાને સતત ચાહ્યા કરે છે.
***
મારી વાર્તા/
મારા હાઈ બ્લડ પ્રેશર, એસિડિટી, ચિંતા, અનિદ્રાના રોગનું કારણ આ સાહેબ જ હતા ને...ભલે મુઓ એકલો! મારે હવે કોઈ ઓળખાણ નથી કાઢવી!!

કાબરના પલળેલા પીંછા જેવી તેની મૂછ વચ્ચેથી ક્ષીણ અવાજ પરાણે પરાણે નીકળ્યો; .'બાબુભાઈ તો નહીં?.. બરવાળાવાળા!’ હિટલર જેવો સાહેબ મને બાબુભાઈ કહી બોલાવે! બને જ નહીં ને! મારો અહમ સંતોષાણો કે કોણ જાણે કેમ મારા ઊંડા સંસ્કારો જાગી ઊઠ્યા, હું થોડો નરમ પડ્યો, સંસ્કારોએ મારું પતન થતાં અટકાવ્યું.
***
સુખનું સરનામું/
ઇર્ષાની અગ્નિ માણસને જીવતા જ બાળી નાખે છે... એટલે ઇર્ષાને શીખવાની વૃત્તિમાં પલટો તો ઇર્ષા દુ:ખ આપવાને બદલે આનંદ આપશે

માણસ પાસે બધું જ હોવા છતાં પણ માણસને સુખનો અનુભવ નથી થતો એનું કારણ ઇર્ષા છે. અગ્નિ માણસને મર્યા પછી બાળે પણ ઇર્ષા તો જીવતા જ બાળી નાખે. આપણે બધા આપણી જાત સાથે સંવાદ કરીએ તો ખબર પડશે કે આપણે આપણા દુ:ખને કારણે જેટલા દુ:ખી છીએ એના કરતાં બીજાના સુખને કારણે વધુ દુ:ખી છીએ.
***
ટેક્નોહોલિક/
ઊડતી ગાડી આવે છે... ફલાઇંગ ટેક્સી આવે છે.... પણ ક્યારે?

આવતા વર્ષે એટલે કે 2022માં દુબઈમાં ફલાઇંગ ટેક્સીની શરૂઆત થઇ જવાની છે! પેકેજ ટૂરમાં દુબઈ ફરવા જતા ગુજરાતીઓ હવે બુર્જ ખલીફાની સાથે સાથે ફલાઇંગ ટેક્સીનો પણ લાભ લેશે એ નક્કી.
***