રંગત-સંગત:ગુજરાતમાં બર્ડ વૉચિંગનાં બેસ્ટ સ્થળો, કોઇપણ કામમાં માસ્ટરી મેળવવાની માસ્ટર કી, નેહરુયુગની ખાસિયત, મેઘાણીની નવી ઑડિયો વાર્તા... આજનું ‘રંગત સંગત’ આ રહ્યું

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
ગુજરાતની ધરા એટલે પ્રવાસી પક્ષીઓનું સ્વર્ગ - દેશવિદેશથી આવતાં પ્રવાસી પક્ષીઓનાં અનુઠાં સ્થળો વિશે જાણીએ

આ જગ્યા પ્રવાસી પક્ષીઓની પ્રથમ પસંદ છે. ડભોઇથી દસ કિમી અંતરે આવેલી આ જગ્યા પ્રકૃતિપ્રેમી માટે ખજાના સમી છે. વિશ્વમાં સૌથી વધારે ઊંચાઈ પર ઊડતાં હેડેડ ગીઝ હિમાલયથી અહીંયા શિયાળો ગાળવા આવે છે. આ સિવાય ગ્રે લેગ ગીઝ, પોચાર્ડ, કોમન ટીલ, બ્લેક નેક્ડ સ્ટોર્ક, ફ્લેમિંગોઝ જેવાં અસંખ્ય પંખીઓ અહીં વિહાર કરતાં જોવા મળે છે.
***
ઇતિહાસ ગવાહ હૈ/
નેહરુયુગમાં પોતીકાઓને પણ સરકારી ટીકા કરવાની આઝાદી હતી

અગાઉની બંધારણસભામાં પણ કોંગ્રેસની જંગી બહુમતી હતી પણ પક્ષના સભ્યો મોકળા મનથી યોગ્ય લાગે ત્યાં પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ કે ડૉ.બાબાસાહેબ આંબેડકરની દરખાસ્તોનો વિરોધ પોતાના તર્કથી સ્વસ્થપણે કરી શકતા હતા. એ પછી લગભગ સર્વાનુમતે દેશના વિશાળ હિતમાં બંધારણને માન્યતા આપી શકતા હતા
***
મનન કી બાત/
શું તમારે તમારા કામના ક્ષેત્રમાં મહારથ હાંસલ કરવી છે?

મહાનતા ભણવાથી અને મહાનતાને સમજવાથી પણ મેળવી શકાય છે. જે વ્યક્તિઓએ પોતાના ક્ષેત્રે મહારથ હાંસલ કરેલી હોય, તેમને જો સાચી લાગણીથી સમજવામાં આવે અને એમાંથી પોતાની નવી ઊર્જા કેળવવામાં આવે તો મહાનતા ચોક્કસ મેળવી શકાય છે
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
જન્મનો અનુક્રમ, સિબલિંગ અને પર્સનાલિટી...બાળકો માટે મૂલ્યવાન ભેટ અને વાલીઓ માટે લર્નિંગ એક્સપિરીયન્સ

મિલીનાં સિબલિંગ નહોતા જનમ્યા ત્યાં સુધી તે તેના મા-બાપની આંખોનો તારો હતી. ફક્ત એના મા-બાપ જ નહીં પણ એના દાદા-દાદી પણ એને લાડ લડાવતાં...પણ અચાનક આ બધું બદલાઈ ગયું... તેને એક પછી એક નાનાં ભાઈ-બહેન આવતાં ગયાં અને એકાએક જ બધાનું બધું ધ્યાન બીજાં બાળકો ઉપર જતું રહ્યું.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘દેપાળદે’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘‘દેપાળદે’’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

(આવરણ તસવીરઃ વઢવાણા, ગુજરાત, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)