રંગત-સંગત:લદ્દાખની સંસ્કૃતિથી મનની વ્યથા સુધી, વેદોની વાણીથી ટેક્નોલોજીના મેજિક સુધી, આજનું 'રંગત-સંગત' વાંચો એક જ ક્લિકમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
વિશ્વના સૌથી ઊંચા અને વિષમ પ્રદેશમાં બૌદ્ધ સંસ્કૃતિની અનન્ય ઝાંખી કરાવતું ખા-પા-ચાન એટલે લદ્દાખ

લદ્દાખને મોનેસ્ટ્રીઓની એટલે કે બૌદ્ધ મઠની ભૂમિ કહેવામાં આવે છે. બૌદ્ધ પરંપરાની ઝાંખી કરાવતાં નાના- મોટા સ્તૂપોના બાંધકામ, વાસ્તુકલા અને સંસ્કૃતિ વૈવિધ્યસભર છે. એકાંત વાસ્તવમાં શું છે એ જાણવા અને સમજવા માટે ભગવાન બુદ્ધના અનુભવ માટે જીવનમાં એકવાર લદ્દાખની મોનેસ્ટ્રીનું સાંનિધ્ય ચોક્કસપણે માણવું જ રહ્યું.
***
મનન કી બાત/
શું તમને સતત એવું લાગ્યા કરે છે કે તમને કોવિડ છે?

બાણપણમાં જો માતાએ બાળકને થોડું વધારે પડતું પંપાળ્યું હોય હોય તો પણ હાઈપોકોન્ડ્રિયાસિસ ડિસઓર્ડર જોવા મળતો હોય છે. હાઈપોકોન્ડ્રિયાસિસનું કોઈ ચોક્કસ કારણ નથી હોતું. પરંતુ મગજના કેટલાક મહત્ત્વના જ્ઞાનતંતુઓમાં થતો ફેરફાર એના માટે જવાબદાર હોય છે.
***
નેટસ્કેપ/
લિસ્ટેડ કંપનીઓના શેરનું ફંડામેન્ટલ એનાલિસિસ કરો Screener.inની મદદથી...અને સ્ટાર્ટઅપ્સને લગતાં સમાચાર મેળવો yourstory.com પર!!

જો શેર માર્કેટમાં કે અન્ય સંસાધનોમાં રોકાણ કરવા માગતા હો તો તેની પાયાની બાબતો અંગે વિસ્તૃત માહિતી મેળવવી ખૂબ જરૂરી બની જાય છે. આ બધો ડેટા મેળવવા માટેની એક વેબસાઈટ છે. જેનું નામ છે Screener.in. સ્ક્રીનર એ અત્યંત સરળ, પહેલી નજરે ગમી જાય એવી આ સુંદર વેબસાઈટ છે અને તે બિલકુલ મફત છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
તમારી અપેક્ષાઓ વિશે જાગૃત રહો...નહીં તો બાળકો પાસે રખાતી અપેક્ષાઓનું પરિણામ નિષ્ફળતામાં મળશે

ખોટી માન્યતાઓ બાળપણના કોઈક ખાસ અનુભવથી આકાર મેળવે છે, જેના લીધે બાળક હિંમત હારીને એ પ્રવૃત્તિ વચ્ચેથી છોડી દે છે. આનું ઊલટું પણ સાચું થાય છે. મજબૂત ટેકો અને અડગ વિશ્વાસ બાળકને વિપરિત પરિસ્થિતિ સામે લડવાની શક્તિ પણ આપે છે.
***
વેદવાણી/
મહર્ષિ વશિષ્ઠ: સંસ્કાર અને સાધનાનો દિવ્ય સુમેળ!

ઋષિઓનાં આશ્રમો એક પ્રકારની નેચર યુનિવર્સિટી જેવા હતા. નદી કિનારે વનવગડામાં નાનકડી પર્ણકુટી બનાવીને પરિવાર સાથે રહે. દેશ-વિદેશનાં વિદ્યાર્થીઓ પણ કુટીરોમાં રહીને ભણે. તપ, પરિશ્રમ અને સ્વાધ્યાયની પારસમણિથી ઋષિકુમારોનું ચારિત્ર્ય ઘડાય. સગી મા કરતાંયે વધુ હેતથી ઋષિમાતા બધાંનો ઉછેર કરતા.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘કલોજી લૂણસરિયો’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘કલોજી લૂણસરિયો’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
***
(આવરણ તસવીરઃ લદ્દાખ, તસવીરકારઃ કૌશિક ઘેલાણી)

અન્ય સમાચારો પણ છે...