તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From Jim Corbett's Safari To A Journey Through History And Much More With A True Understanding Of Parenting, Read All Of Rangat Sangat's Articles Here

રંગત-સંગત:આવક વધારવાની ને બાળકોને સફળ બનાવવાની ટ્રિક, જિમ કોર્બેટમાં વાઘનું યુદ્ધ... વૈવિધ્યસભર વિષયો સાથેનું આજનું ‘રંગત સંગત’ વાંચો અહીં

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
જિમ કોર્બેટ નેશનલ પાર્કનાં ઢીકાલાનો પરિચય અને વાઘની કરામતોનો દિલધડક ખેલ... વાતાવરણ ભય પ્રેરે એવું છતાં જગ્યા છોડવાનું મન નહીં થાય

ઢીકાલાનું ફોરેસ્ટ રેસ્ટ હાઉસ રામગંગા નદી કિનારે એક પહાડી ઉપર બનાવેલી જગ્યા છે, જે ઊંચા ઘાસનાં મેદાનોથી ઘેરાયેલી છે. આ ઘાસિયા મેદાનોમાં ઉનાળામાં અહીંયા હાથીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે એટલે જ આ જગ્યાને હાથીઓનો ગઢ પણ કહેવાય છે
***
ઈતિહાસ ગવાહ હૈ/
બિકાનેરના મહારાજાએ પાકિસ્તાનમાં જોડાવાની ધમકી આપવી પડી

માઉન્ટબેટન વિશે ભલે ગમે તેવી વાતો કરવામાં આવતી હોય પણ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ સાથે પણ એમનું ટ્યુનિંગ એટલું સારું હતું કે દેશી રજવાડાંના ભારતમાં વિલીનીકરણમાં એમણે મહદઅંશે ભારત તરફી વલણ અપનાવ્યું હતું. આ નિર્ણયને પગલે બિકાનેરના મહારાજાએ પોતાના રજવાડાને ભારત સાથે જોડ્યું.
***
મનન કી બાત/
શું તમે તમારી આવક વધારવા માગો છો?

હંમેશાં સામેવાળાની આપણા પાસેથી શું અપેક્ષા છે એ સાંભળવા માટે આતુર રહેવું. આપણે સામેવાળાને સાંભળીએ કે ન સાંભળીએ એને એવો અહેસાસ થાય કે આપણને એના શબ્દોની અને એનાં વાક્યોની ખૂબ કદર છે તો પણ આપણે અડધો જંગ જીતી જઈએ છીએ.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
બાળકના પ્રયત્ન અને અથાગ મહેનતને ઓળખી તેને ઇનામ આપો...આત્મવિશ્વાસ વધશે તો જ બાળક સફળ થશે

વાલીઓ અને શિક્ષકો મોટાભાગે 'પર્ફોર્મન્સ' ઉપર ફોકસ કરતા હોય છે. એટલે કે પ્રત્યક્ષ પરિણામો ઉપર જેમ કે, એમના માર્ક્સ, મેચમાં કરેલો ગોલ કે પછી જીતેલાં ઇનામ અને આ કરવામાં તેઓ અજાણતાં જ બાળકના પ્રયત્નની અવગણના કરી જાય છે. બાળકના પ્રયત્નની પ્રશંસા કેવી રીતે કરવી? જાણો આ લેખમાં...
***
વેદવાણી/
મહર્ષિ યાજ્ઞવલ્ક્ય: પ્રખર સૂર્યોપાસક વેદદૃષ્ટા

મહર્ષિ યાજ્ઞવલ્ક્ય અને વિદૂષી ગાર્ગી વચ્ચેની વિદ્વત્ચર્ચા ખૂબ જાણીતી છે, જેમાં અંતે મહર્ષિ યાજ્ઞવલ્ક્યનો વિજય થાય છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્યે પ્રયાગમાં બેસી મહર્ષિ ભરદ્વાજને રામચરિત સંભળાવ્યું. જે આગળ ચાલી ગૌસ્વામી તુલસીદાસજી મારફતે ‘રામચરિતમાનસ’ તરીકે આપણને મળ્યું છે. નીતિમત્તાના સિદ્ધાંતો અંગેની યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પણ પ્રખ્યાત છે.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ભોળો કાત્યાળ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘‘ભોળો કાત્યાળ’’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.