તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From Jim Corbett's Journey To Peace Of Mind, Career Choice And Whether History Will Be Rewritten ... Read All The Interesting Articles Of Rangat Sangat In One Click

રંગત-સંગત:જિમ કોર્બેટની સફારી, ઊંઘની ઉપયોગિતા, કરિયર ચોઇસ અને ઇતિહાસના પુનર્લેખનની કુચેષ્ટા... આજના ‘રંગત-સંગત’ના તમામ લેખો વાંચો એક જ ક્લિકમાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - હાથીઓ અને વાઘનો ગઢ, કુદરતનું કર્ણપ્રિય સંગીતમય અલાયદું પ્રાકૃતિક વિશ્વ

'કાર્પેટ સાહેબ'ના હુલામણા નામથી ઓળખાતા શિકારી જિમ કોર્બેટ બંદૂક બાજુએ મૂકીને કેમેરા અને કલમ પકડે, આખું જીવન પ્રકૃતિનું રક્ષણ કરવામાં ખર્ચે એ પ્રકૃતિ કોઈપણ વ્યક્તિને જડમૂળમાંથી બદલી નાખે એટલી સમર્થ તો હશે જ ને. એ વ્યક્તિએ જે પ્રાણીઓને મહાલતા જોયા હશે એના અનુભવની એક પળ આપણા માટે એક અલગ જ કલ્પના હશે.
***
ઇતિહાસ ગવાહ હૈ/
અનુકૂળ ઈતિહાસ પુનર્લેખન માટે તમામ શાસકોના ધખારા

આજે ઈતિહાસકારો તથ્યો અને સત્યોનાં નીરક્ષીર કરવાને બદલે ડાબેરી અને જમણેરીના વાડાઓમાં વહેંચાઇ ગયા છે. ઇતિહાસના વિકૃતિકરણને ખાળવાની જરૂર ખરી પણ સત્તાધીશો પોતાને અનુકૂળ ઈતિહાસને જ સાચો ઠરાવવાની કોશિશમાં રમમાણ રહે ત્યારે નિરર્થક વિવાદો અને ટંટાફસાદમાં સમય વેડફાય છે.
***
મનન કી બાત/
ઓછું ઊંઘીને વધારે કામ કેવી રીતે કરવું?

ઊંઘમાં વિતાવેલો સમય સમય વેડફ્યો નથી હોતો. વૈજ્ઞાનિક રીતે જુઓ તો ઊંઘમાં વિતાવેલો સમય તમારા દિવસનો સૌથી મહત્ત્વનો અને કિંમતી સમય હોય છે. આપણી ઊંઘ 3 પ્રકારની હોય છે અને એ ત્રણેય પ્રકારના અલગ-અલગ કામ હોય છે.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
કઈ કરિયર ચોઈસ વધુ સારી? સ્પેશિયલાઇઝેશન અથવા સમય સાથે પરિવર્તનીય?

બાળકો એક હોબીમાંથી બીજી હોબીમાં અથવા કંઇક નવું શીખવામાં પતંગિયાની માફક ફરક્યા રાખે છે. તેઓ એક કોર્સ પોતે પસંદ કરે છે અને પછી અચાનક પોતે જ નક્કી કરી લે છે કે આ કોર્સ કરવો તે તેમના સમયનો બગાડ છે અને ઝટ દઈને તેને છોડી પણ દે છે! આનું કારણ લો અટેન્શન સ્પેન હોઈ શકે છે.
***
વેદવાણી/
મહર્ષિ ગૃત્સમદ - દેવરાજ ઇન્દ્રના મિત્ર!

ગૃત્સ એટલે પ્રાણ અને મદ એટલે અપાન. આમ પ્રાણ અને અપાન (શ્વાસ અને ઉચ્છ્વાસ)નો સમન્વય એટલે ગૃત્સમદ. છે ને મજાનું અર્થપૂર્ણ નામ! શ્વાસ અને ઉચ્છવાસ નામના બે પાટા પર જીવનની ટ્રેન દોડતી રહે છે. જન્મ અને મૃત્યુ નામનાં બે જંક્શન વચ્ચે બાળપણ, શિક્ષણ, કામધંધો, પરિવાર, સેવા અને નિવૃત્તિ જેવાં સ્ટેશનો આવતાં રહે છે!
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ભાઈબંધી’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘‘ભાઈબંધી’’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.