તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From Corona's Mental Impact To Watching Online Plays, From Parenting Insights To Zaverchand Meghani's Immortality, Read On In Today's 'Rangat Sangat'

રંગત-સંગત:કોરોનાની માનસિક અસરથી લઇને ઓનલાઇન નાટકો જોવા સુધી, પેરેન્ટિંગની સમજણથી લઇને ઝવેરચંદ મેઘાણીની અમરકૃતિ સુધી, વાંચો આ બધું જ આજના 'રંગત-સંગતમાં'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સપ્લોર ઇન્ડિયા/
'શાદીયાબાદ' - ખુશીઓનું નગર, સિટી ઓફ જોય!!

વિંધ્યાચળની પર્વતમાળાઓ વચ્ચે આવેલું માંડવગઢ આજે પણ એ વાતની ચાડી ખાય છે કે એ વખતના જનો સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યે કેટલા સજાગ હતા અને એવી આસ્થા ધરાવતા હતા કે જલતત્વ અને જંગલને પ્રાધાન્ય આપીને તેમણે આખું નગર વસાવ્યું હતું.
***
મનન કી બાત/
શું કોરોનાએ તમારા નજીકના કોઈ વ્યક્તિનો જીવ લીધો છે?

કોરોનાએ કદાચ દરેક પરિવારમાંથી એક સદસ્ય ઝૂંટવી લીધો છે. કોઈપણ નજીકના વ્યક્તિનું મૃત્યુ જયારે થાય છે તો એની આપણા માનસિક સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને એની સાથે આપણે કઈ રીતે ઝઝૂમવું જોઈએ.
***
નેટસ્કેપ/
નાટકોનો ખજાનો National Theatre at Home પર અને પર્ફોર્મિંગ આર્ટ્સની દુનિયામાં વિશ્વના શ્રેષ્ઠ સર્જનો Ballet, Opera માણો Marquee TVની મદદથી

આ એપના માધ્યમથી તમે ઘરેબેઠાં શેક્સપિયર લિખિત Hamlet, Macbeth, The Comedy of Errors મારા પ્રિય અને મોડર્ન શેરલોક હોમ્સની ભૂમિકા ભજવીને પ્રસિદ્ધ બનેલા બેનેડિક્ટ કમ્બરબેચ દ્વારા અભિનીત Frankenstine અને પ્રતિષ્ઠિત નાટ્ય લેખક જ્યોર્જ બર્નાર્ડ શૉનું Man and Superman વગેરે જેવાથિયેટરના દમદાર પ્રોડક્શન્સની મજા માણી શકશો.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
એજ્યુકેશન સિસ્ટમે માહિતી યાદ રાખવાની આવડત શીખવાડી...પણ જીવનના કૌશલ્ય અને મૂલ્યો ન શીખવ્યાં!!

સ્કૂલે જે સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ શીખવવી જોઈએ તે છે કઈ રીતે શાંત રહીને સ્ટ્રેસનો સામનો કરવો. આપણે એ શીખવું જોઈતું હતું કે કઈ રીતે આપણે ખુશાલ અને પરિપૂર્ણ જીવન જીવવું જોઈએ. આપણે મૃત્યુ વિશે શીખવું જોઈએ...તેનો અર્થ શું છે અને કઈ રીતે તેનો સામનો કરવો.
***
વેદવાણી/
વેદનાં મહાન નારીરત્નો: વેદ-સંસ્કૃતિમાં ઋષિ અને ઋષિમાતા બંનેનું સરખું મહત્ત્વ છે

વેદિક યુગમાં સ્ત્રી માત્ર ગૃહિણી ન બની રહેતાં જ્ઞાન-વિજ્ઞાનની ઉંચી ઉડાન ભરતી, કઠોર તપસ્યા કરતી અને યુદ્ધમાં પણ ખભેખભા મિલાવીને લડતી! આજે આપણે વેદમંત્રોનું દર્શન કરનાર વિદુષી ઋષિકાઓની પ્રેરક વાત કરીશું.
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘ઘોડી અને ઘોડેસવાર’ સાંભળો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.
***
(આવરણ તસવીરઃ માંડવગઢ, મધ્યપ્રદેશ તસવીરકારઃ કૌશિક ઘેલાણી)