• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • From Automobile Airwaves To Relationships, From Interesting Stories Of Cricket To Interesting Debates, A Treasure Trove Of Reading, Read 'Rangat Sangat' In A Single Click.

રંગત-સંગત:ઓટોમોબાઇલની આકાશવાણીથી સંબંધોની સરવાણી સુધી, ક્રિકેટની ઇન્ટરેસ્ટિંગ વાતોથી લઇને ડિબેટની રસપ્રદ ચર્ચા, આજનું 'રંગત-સંગત' વાંચો એક જ ક્લિકમાં

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
એક પક્ષીય પ્રેમ જ્યારે સંબંધમાં ન પરિણમે ત્યારે જિંદગીને ખૂબ સાચવી લેવી પડે છે...

કાજલના એકપક્ષીય પ્રેમમાં પાગલ હતો. એમાં પ્રેમ કરતાં આકર્ષણનું, વિજાતીય ખેંચાણનું કારણ વધારે જવાબદાર હતું. તેણે કાજલનો પીછો કરવાનું શરૂ કર્યું. જ્યાં-જ્યાં કાજલ જતી ત્યાં ત્યાં તે જતો. થોડા દિવસ તો કાજલે આ સહન કર્યું પણ પછી તેણે પોતાનાં માતા-પિતાને જાણ કરી.
***
મારી વાર્તા/
મારે કાંઇ નથી સાંભળવું...એના લખ્ખણ નથી જાણતી તું? આખા ગામમાં એવી કઈ છોડી છે જેનું નામ એણે નંઈ લીધું હોય. એ ભમરાળો તો ક્યારેય નહીં...

પોતાની અંદર આકાર લઈ રહેલા બીજને પોતાની જ હૂંફ આપી શકે એ માટે એણે શું નહોતું કર્યું? એણે સગી માને પણ આ વાતની જાણ ક્યાં થવા દીધેલી? પોતાની જાત સામે જ બળવો કરેલો અને આજે અચાનક બધું જ એક વંટોળિયા સાથે ઉડી જવાનું હોય તેમ લાગવા માંડ્યું.
***
સ્ટ્રેટ ડ્રાઇવ/
ડિયર સિલેક્ટર્સ, ઐતિહાસિક પ્રદર્શન છતાં તમે તેની અવગણના કરી શકો પણ આ જયદેવ ઉનડકટની રેડ ચેરી સાથેની લવ સ્ટોરી પર બ્રેક ન મારી શકો!

આ ડાબોડી ફાસ્ટ બોલર 10 સેકંડ પણ ચેરી સામે જોયા વગર રહી શકતો નહોતો. ખબર નહીં કદાચ મગજમાં ફાઇનલ માટેની તૈયારીને અંતિમ ઓપ આપી રહ્યો હતો કે પછી કોણ જાણે ફાઇનલ જ રમી રહ્યો હતો. આખરે મેચ મેદાન કરતાં વધુ મગજમાં રમાતી હોય છે અને ઉનડકટ એ ઝોનમાં હતો.
***
સુખનું સરનામું/
દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે...જરૂર છે વિચલિત થયા વગર મન સ્થિર રાખીને ઉકેલ શોધવાની!!

જ્યારે કોઇ સમસ્યા આવે ત્યારે એ એકલી નથી આવતી એનો ઉકેલ પણ સાથે લાવે જ છે. પરિસ્થિતિ ગમે એટવી વિકટ હોવા છતાં હકારાત્મક્તા સાથે જો થોડો વિચાર કરવામાં આવે તો સમસ્યાઓને સુવિધાઓમાં બદલી શકાય છે.
***
ટેક્નોહોલિક/
ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટી ક્રાંતિ : ડ્રાઈવિંગ પણ ચાલુ અને ચાર્જિંગ પણ ચાલુ!

સોએક કિલોમીટર ઇલેક્ટ્રિક ગાડી ચલાવ્યા પછી જો તમારી ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવાનો ચાર્જિંગ પોઈન્ટ ન મળે તો ચિંતા ન કરવી કારણ કે, તમારી કાર તો ઓલરેડી ફૂલ ચાર્જ જ હશે. વીસ-પચ્ચીસ વર્ષ પછી એ કલ્પના વાસ્તવિકતા બનવાની છે. બેટરી પાવર્ડ હોવાને કારણે એક જગ્યાએ ઊભી રાખીને તેને ચાર્જ કરવાની જફા વહેલા મોડી દૂર થઇ જશે.
***
ડિજિટલ ડિબેટ/
SSCમાં માસ પ્રમોશનનો નિર્ણય કેટલો યોગ્ય? 11મા ધોરણમાં પ્રવેશ તો મળી જશે પણ 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં જંગી સંખ્યા થઈ જશે એનું શું!!

આ મહામારીમાં પરિવારમાં, નજીકના કે દૂરના સગામાં, પરિચિતોમાં કોવિડ-19ને કારણે આવેલી વિપત્તિની અસરથી બાળકો મુક્ત રહી શકે તેમ નહોતા. શોકના વાતાવરણમાં વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપી શક્યા હોત? સ્થિતિ કાબૂમાં આવે ત્યારે પરીક્ષા લઈ શકાય તેમ કહેવાતું હતું. પરંતુ કોઈ કહેશે કે ક્યારે આ સ્થિતિ કાબૂમાં આવશે?