તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઇપણ ગેમ માત્ર મેદાન પર જ નહીં, ખેલાડીઓનાં દિમાગમાં, ડ્રેસિંગ રૂમમાં, મીટિંગ રૂમમાં કે પાનના ગલ્લે ચાલતી ચર્ચાઓમાં પણ રમાતી હોય છે. ચાહકોનાં દિલમાં વસેલી અને હોઠે ચર્ચાતી ગેમ્સની તમામ વાતો કહેશે ‘સ્ટ્રેટ ડ્રાઇવ’, દર શનિવારે.
***
1725 કરોડની રકમ સાથે ક્રિકેટની સૌથી મોટી બ્રાન્ડ. 12 વર્ષ અને 3 મહિનાની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયાનો ‘ફિંગર ગેટ’ એપિસોડ હોય કે પછી ચાલુ મેચે અનુષ્કાને મળ્યો હોવાનો વિવાદ, ઇંગ્લેન્ડમાં જેમ્સ એન્ડરસન સામે ઘૂંટણીએ બેસી ગયો હતો એ સિઝન હોય કે દર વર્ષે IPLમાં RCBની હાર પછી થતું ભરપૂર ટ્રોલિંગ. કોહલી આવા અનેક વિવાદ અને કરિયરના લો-પોઈન્ટ્સને સહજતાથી હેન્ડલ કરતો આવ્યો છે. પણ વિરાટને લવ અને હેટ કરનાર તમામ માટે બિલિયન ડોલર ક્વેશ્ચન: જો ભારત આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપ કે T-20 વર્લ્ડ કપમાંથી એકપણ ટૂર્નામેન્ટ ન જીતે તો કોહલીની અસલી લેગસી શું?
ઇન ફોકસ
જે લોકોને કોહલીનો અભિગમ ઓવર ધ ટોપ લાગતો હોય છે તેઓ પણ તેની બેટિંગના લીધે ચૂપચાપ મોઢામાં આંગળા નાખીને બેસવા મજબૂર થઈ જાય છે. જો કે, ઇંગ્લિશમાં કહેવાય એમ ટેબલ્સ હેવ ટર્ન્ડ. દેશના હાર્ટથ્રોબ ‘ચીકુ’એ છેલ્લી 34 ઇનિંગ્સ અને 470+ દિવસથી સદી ફટકારી નથી. તેની હેઠળ 5 વર્ષમાં ભારત કોઈ મેજર ICC ટૂર્નામેન્ટ જીત્યું નથી. તો બીજી તરફ, રોહિત શર્માએ પોતાના કબાટમાં વધુ એક IPL ટ્રોફી એડ કરી દીધી છે. તેથી, ઘણા માને છે કે શર્માજીના છોકરાને ઇન્ડિયન T-20 ટીમનો કેપ્ટન બનાવી દેવો જોઈએ. એમાં વળી ઓસ્ટ્રેલિયામાં વિરાટની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેએ સિરીઝ જિતાડી અને ત્યારબાદ વિરાટની વાપસી પર ઇંગ્લેન્ડ સામે ચેન્નઈ ખાતેની હારે બળતામાં ઘી રેડ્યું. હવે તો શેરીના બાકી બચેલાં ટાબરિયાં પણ કહે છે કે, રહાણેને ટેસ્ટનો કેપ્ટન બનાવી દો.
આપ હી બતાઓ, હમારા હીરો જાયે તો જાયે કહાં, કરે તો કરે ક્યા? ભાઈસાબ, એવું બિલકુલ નથી કે કોહલીનો ગોલ્ડન પિરિયડ સમાપ્ત થઈ ગયો છે. બધા જાણે છે કે, ડેડી હન્ડ્રેડ્સની લાઈન લગાવવાથી તે માત્ર એક સારી ઇનિંગ્સથી દૂર છે. કેપ્ટન તરીકે પોતાની લાયકાત પુરવાર કરવા હજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ભારતમાં થનાર T-20 વર્લ્ડ કપ છે. મારું પર્સનલી માનવું છે કે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ એનું બેટ જરૂર બોલશે અને તેનો જન્મ જ સચિન તેંડુલકરનો 100 સદીનો રેકોર્ડ તોડવા થયો છે. તો વિરાટ ધ બેટ્સમેનને સાઈડમાં રાખીને આપણે કોહલી ધ કેપ્ટન પર ફોકસ કરીએ.
અહીંથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કે T-20 વર્લ્ડકપમાંથી એક અથવા બંનેમાં ચેમ્પિયન બને તો કોહલીની કપ્તાની વિશે વાત કરવા માટે કંઈ બાકી રહેતું નથી. પણ ન કરે નારાયણ અને ભારત બંનેમાં નિષ્ફળ રહ્યું તો કોહલી ધ કેપ્ટનની અસલી લેગસી શું?
વર્લ્ડ કપ જીત કોઈના વેલ્યુએશન માટેનો એકમાત્ર માપદંડ નથી
એવી દલીલ કરવી કે - રિકી પોન્ટિંગ, એમ.એસ. ધોની, સ્ટીવ વો, કલાઈવ લોય્ડ જેવા વર્લ્ડ કપ વિનિંગ કપ્તાન જ ઇતિહાસમાં અમર થાય છે, તે વાત સાવ ખોટી. જેન્ટલમેન રાહુલ દ્રવિડ હેઠળ આપણે બાંગ્લાદેશ સામે શરમજનક રીતે હારી 2007ના વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડમાં બહાર નીકળ્યા હતા. સૌરવ ગાંગુલીને બધા ક્રેડિટ આપે છે કે તેણે વિદેશમાં લડતા શીખવાડ્યું. એ જ દાદાની કપ્તાનીમાં 2003ની ફાઇનલમાં ભારતીય ટીમે સ્કૂલ બોય્ઝને છાજે તેવું પ્રદર્શન કર્યું હતું. કહેવાનો સાર એ છે કે, વર્લ્ડ કપ વિક્ટરી ઇઝ ચેરી ઓન ધ કેક. પણ કોઈના વેલ્યુએશન માટેનો તે એકમાત્ર માપદંડ નથી. બ્રાયન લારા, દ્રવિડ, ગાંગુલી, અનિલ કુંબલે, કુમાર સંગાકારા, એલિસ્ટર કુક...અનહદ લાંબું લિસ્ટ છે. એવા દિગ્ગજોની જેમણે રમતની શોભા વધારી છે પણ તેમનાં નામ આગળ વર્લ્ડ કપ વિનરનો બેજ નથી. સો ઇટ ડઝન્ટ રિયલી મેટર, મેન.
ઇન્ડિયન ક્રિકેટનો ફેસ બદલ્યો
કોહલીએ ટીમની કમાન સંભાળ્યા પછી સૌથી પહેલાં ફિટનેસ કલ્ચર ઇન્ટ્રોડ્યુસ કર્યું. ઇંગ્લેન્ડ અને અન્ય દેશોની જેમ આપણે પણ યો-યો ટેસ્ટ કમ્પલ્સરી કર્યો. હવે તો ખેલાડીઓએ 8.30 મિનિટમાં 2 કિલોમીટર દોડવું પડશે એવા એક ટેસ્ટની પણ તૈયારી થઈ ગઈ છે. સિક્સ પેક માટે થતી કોમ્પિટિશનની સાથે મોટાભાગના ખેલાડીઓ બિયર્ડ સાથે સ્પોટ થવા લાગ્યા એ બોનસ.
ફિટનેસથી જઈએ ડિટર્મિનેશન (દૃઢનિશ્ચય) અને ક્લેરિટી ઓફ થોટ્સ પર. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એક મેચ પછી ઓન-રેકોર્ડ કહેલું કે "ટેસ્ટના પ્રથમ દિવસની પહેલી ઓવર હોય કે અંતિમ દિવસની છેલ્લી, અમે દરેક પરિસ્થતિમાં એક જેટલી જ ઊર્જા સાથે રમવા માટે વિરાટથી પ્રેરિત થયા છીએ. આ ખાલી ફિઝિકલી ફિટ રહેવાની વાત નથી, એના જેટલું જ મહત્ત્વ છે કે માનસિક રીતે ન થાકવું." શ્રીલંકામાં 0-1થી પાછળ રહ્યા બાદ શ્રેણી જીતવાની વાત હોય કે જ્હોનિસબર્ગમાં તીખી પિચ ઓફર કરનાર સાઉથ આફ્રિકા પોતે ધ્રુજીને રમવાની ના પાડતું હોય એ ઘટના હોય. ઋષભ પંત, શુભમન ગિલ જેવા યુવાઓને નાની ઉંમરે ફિયરલેસ રમવાનું લાઇસન્સ આપવું. ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે એન્યુઅલ કરારમાં સારો ગ્રેડ આપવાની રજૂઆત કરવી. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ એશિયન કપ્તાન બનવું કે પછી ટીમ ઇન્ડિયાને નેટ્સમાં થ્રો નાખનાર રાજુને પણ પબ્લિકલી ક્રેડિટ આપવી. રિઝલ્ટ તેની તરફેણમાં આવે કે ન આવે. પોતે શું ઈચ્છે છે, તે માટેની પ્રોસેસ શું છે અને એ પ્રોસેસ પર બેજિજક અડગ રહેતા જાણે છે વિરાટ. તેણે એકલા હાથે કલ્ચરલ ચેન્જિસ કરાવી ઇન્ડિયન ક્રિકેટનો ફેસ બદલ્યો.
કોહલીનો ઈમ્પેક્ટ
સ્પિન ડોમિનેટ ઇન્ડિયન બોલિંગ લાઈનઅપને વર્લ્ડના બેસ્ટ પેસ બોલિંગ એટેકમાં કન્વર્ટ કરી. એવી ટીમ તૈયાર કરી કે, ફિલ્ડિંગ દરમિયાન જૂના જમાનાની જેમ કોઈ ફિલ્ડરને ક્યાંય સંતાડવો ન પડે. હોમ અને અવે મેચના કોન્સેપ્ટને જમીનમાં દફન કરીને ટીમને સમજાવી કે આપણે ગમે ત્યાં જીતવા સક્ષમ છીએ. આ ટોપિક પરથી નાનકડો કૂદકો મારીને ફાઇનાન્શિયલ એસ્પેક્ટ પર નજર કરીએ. ભારત સામેની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન બોર્ડે કોરોનાકાળમાં ફેન્સને સ્ટેડિયમમાં આમંત્રણ આપવા, સ્ટેન્ડમાં બેસીને મેચ જોવા સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર કે પોતાની ટીમની જગ્યાએ કોહલીનો પ્રચાર કર્યો. આવો છે કિંગ કોહલીનો ઈમ્પેક્ટ.
હોપ vs સર્ટન્ટી
જેમ ઓરિજિનલ લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે એકવાર કહ્યું હતું, "કોહલી ધ કેપ્ટનની સૌથી મોટી સ્ટ્રેન્થ એ છે કે તેની પાસે ટીમમાં કોહલી ધ બેટ્સમેન છે." કમ્પેરિઝનની વાત નથી પણ, 1990થી 2010નાં ટાઈમ પિરિયડમાં લિમિટેડ ઓવરમાં લોકો પૂછતાં સચિન ઊભો છે? તમે હા પાડો તો હાશકારો લઈને કહેતા, તો કદાચ જીતી જઇશું. સચિને હોપ પીરસવાનું કામ બખૂબી કર્યું. જ્યારે હાલ રનચેઝમાં કોહલી ઊભો હોય તો બધા કહે છે કે, સર્ટન્લી (ચોક્કસપણે) જીતીશું.
અગ્રેશન અને પેશન. ક્યારેય કંઈ અશક્ય નથી તે મંત્ર બધાની સિસ્ટમમાં ઇનબિલ્ટ કરવાની જીદ. એક યૂનિટ તરીકે રમવું. એવી ઘેલછા સાથે રમવું કે ઓડિયન્સ 12th મેન બની જાય.
વિરાટ, તારી અસલી લેગસી એ છે કે, ક્રિકેટ કાયમ પોતાને સેલિબ્રેટ કરશે, જ્યારે એ તને યાદ કરશે.
vayamanan.dipak@dainikbhaskar.com
(લેખક ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે સંકળાયેલા યુવા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે)
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.