તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનન કી બાત:શું તમારી આસપાસમાં કોઈ બાળકને મંદબુદ્ધિનાના લક્ષણો છે?

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

રોહન એક 8 વર્ષનું બાળક છે. રોહનના માતા-પિતા એને મનોચિકિત્સક પાસે લઈ આવ્યા કારણ કે, 8 વર્ષની ઉંમરે પણ રોહનને કપડાંમાં જ પેશાબ કરવાની ટેવ હતી. વધારે માહિતી મેળવી તો ખબર પડી કે રોહનને બોલવામાં પણ તકલીફ પડતી હતી. રોહન મોટાભાગે 4થી 5 શબ્દોના જ વાક્યો બોલે. શાળામાં પણ રોહન ભણવામાં નબળો છે એવી ફરિયાદો સતત આવ્યા કરે. કોઈ જાણીતા માણસને મળે તો છેલ્લે મળેલા ત્યારે કરેલી વાતો રોહનને યાદ ન રહે અને કોઈ નવા માણસને મળે તો કઈ રીતે અને શું બોલવું એ પણ રોહનને જ્ઞાત ન હોય. આ બધાં લક્ષણો મંદબુદ્ધિ અથવા ઇન્ટેલેક્યુઅલ ડિસેબિલિટીના છે. આપણા સમાજમાં મંદબુદ્ધિથી પીડિત વ્યક્તિ પર ખૂબ હસી મજાક ઠઠ્ઠા થતા હોય છે. મંદબુદ્ધિ શબ્દનો પ્રયોગ પણ લોકો એકબીજાને હેરાન કરવા અને મજાક કરવા એટલો સહજપણે કરતા હોય છે કે એ શબ્દ એક જાતનો અભદ્ર શબ્દ બની ગયો છે. સાચા અર્થમાં ઇન્ટેલેક્યુઅલ ડિસેબિલિટી એક જાતની ડિસેબિલિટી જ છે અને આવી વ્યક્તિને એવા બધા લાભો પણ મળે છે, જે આપણા સમાજમાં નિયમોનુસાર કોઈપણ વિકલાંગને મળે છે.

શું તમારી નજીકના કોઈ બાળકને આ લક્ષણો છે?

 1. શું એ પોતાની ઉંમર અનુસાર થવા જોઈતા શારીરિક વિકાસ કરતાં પાછળ છે?
 2. શું એને પેશાબ (આશરે 5 વર્ષની ઉંમર પછી) અથવા ઝાડા (આશરે 4 વર્ષની ઉંમર પછી) અથવા બંને કપડાંમાં થઇ જાય છે?
 3. શું એને લેખિત અથવા બોલવામાં વાક્યરચનામાં તકલીફ પડે છે?
 4. શું એને લખેલી અથવા બોલેલી ભાષા સમજવામાં તકલીફ પડે છે?
 5. શું એને સામાજિક નિયમો સમજવા અને એનું પાલન કરવું અઘરું પડે છે?
 6. શું એને સામાજિક રીતે લોકોને મળતી વખતે એમની જોડે કઈ રીતે અને શું બોલવું અને શું ન બોલવું એમાં તકલીફ પડે છે?
 7. શું એની ઉંમરના લોકોને એની જોડે અને એને એમની જોડે ફાવે એના કરતાં તેને નાની ઉંમરના લોકો જોડે વધારે ફાવે છે?

જો તમારા નજીકના કોઈ બાળકને આ 7 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નોનો જવાબ હા આવતો હોય તો તેને નજીકના મનોચિકિત્સક પાસે લઇને જઇને તેની સારવાર કરાવવી જરૂરી છે.

બાળક મંદબુદ્ધિ હોવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે:

 • માતાની મોટી ઉંમર
 • માતાને પ્રેગ્નન્સી દરમિયાન થયેલો કોઈ રોગ
 • ડિલિવરી દરમિયાન કોઈ હદસો
 • કોઈ બીજો શારીરિક રોગ
 • માતા દ્વારા લેવાતી કોઈ એવી દવા જે પ્રેગ્નન્સી દરમિયાન લેવાઈ હોય તો બાળકને મંદબુદ્ધિ બનાવી શકે
 • માતાને દારૂનું વ્યસન
 • ઘણીવાર કોઈ કઠોર કારણ ન પણ હોય.

કોઈપણ વ્યક્તિની બુદ્ધિને મંદબુદ્ધિ ત્યારે કહેવાય જયારે એની પાસેથી સમાજ અને કલ્ચરમાં એ ઉંમરે રાખવામાં આવતી અપેક્ષાઓ એ વ્યક્તિ પૂરી ન કરી શકે. એ વસ્તુ સ્કૂલમાંથી આવતી ફરિયાદો હોઈ શકે અથવા સામાજિક રીતે બોલવા કરવાનો ભાસ ન હોવો હોઈ શકે.

મંદબુદ્ધિની કોઈ ચોક્કસ સારવાર નથી. પરંતુ કેટલીક વસ્તુઓ ચોક્કસ થઈ શકે:

 • ખાસ જાતની શાળામાં એડમિશન
 • માતા-પિતાઓને પણ શું અપેક્ષાઓ રાખવી એનું જ્ઞાન
 • બાળકનો વિકાસ કઈ રીતે થઇ શકે એના માટે વાલીઓની ટ્રેનિંગ
 • સપોર્ટ ગ્રુપ જોઇન કરવું જેમાં માતા-પિતાઓ પોતાના અનુભવો નિખાલસતાથી કહી શકે
 • બાળકને બીજી શારીરિક તકલીફો જેમ કે, ખેંચની સાચી સારવાર

મન: મંદબુદ્ધિથી પીડિત વ્યક્તિને સમાજમાં સમ્માનથી રહેવાનો એટલો જ હક છે જેટલો કોઈપણ બીજા વ્યક્તિને. એ હકને સ્વીકારીને એની રક્ષા કરવી આપણી ફરજ છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો