• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Does A 'fast Relationship' End A Relationship? What Is The Pol Culture Of Ahmedabad Like? A Unique Technique To Get Happiness From Explaining The Importance Of Festival To Children ... Today's Rangat Sangat Is Here

રંગત સંગત:શું ‘ફાસ્ટ રિલેશન’ સંબંધનો અંત આણે છે? અમદાવાદનું પોળ કલ્ચર કેવું છે?...આજનું રંગત સંગત આ રહ્યું

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
‘ફાસ્ટ ફૂડ’ હોય પણ ‘ફાસ્ટ રિલેશન’ ન હોય... ઉતાવળમાં બાંધેલા કે તોડેલા સંબંધો અફસોસ જ કરાવે

આ જમાનો ગતિનો છે. એક જમાનામાં ઉતાવળ દુર્ગુણ માનવામાં આવતો હતો. કોઈપણ વ્યક્તિ ગમે તે બાબતમાં ઉતાવળ કરતી તો તેની સામે તિરસ્કારથી જોવાતું હતું. હવે સ્થિતિ 180 અંશના ખૂણેથી બદલાઈ ગઈ છે. આ જમાનો ‘ફાસ્ટ’ છે. હવે લોકોમાં ધીરજનો અભાવ છે. મનની ચંચળતા ખૂબ વધી છે, જેની અસર સંબંધો ઉપર પણ પડી છે.
***
મારી વાર્તા/
કુણાલનો મોબાઈલ રણક્યો. 'હા... છું તો બહાર પણ ડોન્ટ વરી! પંદર મિનિટમાં હું મારા ઘરના દરવાજે હોઇશ!' મોબાઇલ પૂરો થતાં ઊભો થઈ ગયો...ને ભાગ્યો બારણાં બાજુ!!
જાતે આપવા જવું પડે એવાં બે-ચાર ઘરનો આજે મેળ પડ્યો હતો અને...એનો નવલિયો સેવખમણીની જ્યાફત ઉડાવી રહ્યો હતો...હજી બે ઘેર જવાનું બાકી હતું. તેણે યાદ કરાવવાનું ટાળી રાહ જોવાનું પસંદ કર્યું... ભલે ત્યારે ભાઈબંધને ત્યાં બે ઘડી મોજ માણી લે! બીજું શું! કુણાલની સેવખમણી સાથેની ચીટ-ચેટ પૂરી થવાની રાહ જોતી બેઠી તે...અને અચાનક ફોન રણક્યો.
***
સુખનું સરનામું/
પારિવારિક સંબંધો એ સુખ પ્રાપ્તિની એક અનોખી રમત

આજે દરેક માણસ રાત-દિવસ દોડ્યા કરે છે. ભલે દોડ ચાલતી રહે. દેશના આર્થિક વિકાસનો વિચાર કરીએ તો આવી દોડ સતત ચાલતી જ રહેવી જોઇએ, નહીંતર દેશનું અર્થતંત્ર પડી ભાંગે. પ્રશ્ન એટલો છે કે આ ભાગદોડમાં પરિવાર અને મિત્રો પાછળ છુટી જાય છે અને એનું પરિણામ એ આવે છે કે સંતાનો અને મા-બાપ વચ્ચે ધીમે ધીમે એક અદૃશ્ય દિવાલ ઊભી થઇ જાય છે
***
એક્સપ્લોર ઇન્ડિયા/
આપણા હેરિટેજની વૈશ્વિક ઓળખ એટલે અમદાવાદનું પોળ કલ્ચર - હેરિટેજ વોક

પોળના મોટાભાગના મકાનો બર્માના લાકડાંથી બનાવેલા છે, જે ખૂબ જ ટકાઉ ગણવામાં આવે છે. પોળમાં મોટાભાગે વ્યાપારીઓ અને કારીગરો રહેતા હતા. તેઓ શસ્ત્ર કે યુદ્ધ વિદ્યા જાણતા નહોતા. તેથી બાહ્ય આક્રમણ કે કોઈ વિપરીત પરિસ્થિતિમાં પોતાની રક્ષા કરવા અને ભાગી જાવા માટે દરેક પોળમાં સિક્રેટ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, જે મોટાભાગે એવી રીતે બનાવવામાં આવ્યા છે કે એમ જ લાગે કે પોળના જ કોઈ મકાનનો દરવાજો છે
***
મનન કી બાત/
કળિયુગનો એવો જમાનો...જેમાં યોગી બનવું સારું પણ ભોગી બનવું ખરાબ

જે વ્યક્તિ લક્ષ્મીથી દૂર રહી અને યોગ કરે છે એને સામાન્ય પ્રજા ખૂબ માન આપે છે અને જે વ્યક્તિ ભોગી તરીકે અથવા વ્યાપારી તરીકે ઓળખાય છે એને એક તીરછી નજરે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ તો લાલચી છે. વ્યાપારને આવી કંપનીની નજરે જોવું એ કળિયુગમાં જ થયેલું છે. તો ચાલો આજે સમજીએ કે સાચા અર્થમાં લક્ષ્મી પૂજા શું છે અને શું લક્ષ્મીનો મોહ રાખવો એક ખરાબ વસ્તુ છે?
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
આધુનિક જમાનાના તહેવારોની ટ્રેજેડીઃ બાળકો માટે હવે તહેવારનો અર્થ એટલે વસ્તુઓ ઉપર પૈસા ખર્ચવા!!

ભારતમાં ઘણા બધા તહેવારો ઉજવવાનો અવસર મળે છે. તહેવારો અસ્તિત્વમાં એટલે આવ્યા કારણ કે તેઓ બદલાતી ઋતુ અને સમય સાથે સંકળાયેલા છે. આ સિઝન ખેતી થકી માણસની બદલતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. તહેવારો આપણને પાઠ ભણાવે છે કે, આપણે આપણી પ્રકૃતિ પ્રતિ સંવેદનશીલ રહી તેની સાથે કનેક્ટ થતા શીખવું જોઈએ.
***
ડિજિટલ ડિબેટ/
ગુજરાતમાં ડ્રગ્ઝની હેરફેર અને નશાખોરીની સમસ્યાને કેમ ગંભીરતાથી લેવાતી નથી?

ગુજરાતમાં લાંબો દરિયાકાંઠો હોવાથી તે માર્ગે દાણચોરીથી કેફી દ્રવ્યો ઘુસે અને પછી બીજે પહોંચાડવામાં આવે તે સમસ્યા જૂની છે પણ આગે સે ચલી આતી હૈ એવી ઉદાસીનતા કેટલી યોગ્ય તે સવાલ દર વખતે નવો જથ્થો પકડાય ત્યારે થાય છે. એવા જ સવાલો ફરી જાગ્યા છે ત્યારે એક ચર્ચા...
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘રખાવટ’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર.’ આ કાળજયી કૃતિમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાત્યું આજેય વાંચીએ તો રૂંવાડાં ઊભાં થઈ જાય. આવો આવી જ એક વાર્તા ‘રખાવટ’ માણીએ ઓડિયો-વીડિયો સ્વરૂપે.

અન્ય સમાચારો પણ છે...