મનન કી બાત:શું તમારે તમારા કામના ક્ષેત્રમાં મહારથ હાંસલ કરવી છે?

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રેરણા એક 19 વર્ષની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે. આજના ડિજિટલ જમાનામાં નવા-નવા વ્યવસાયો ઉપજી રહ્યા છે. અમુક વ્યવસાય એવા છે કે જેને આપણી પહેલાની પેઢી આવકારતી અથવા ગણકારતી નહોતી. પરંતુ આજકાલની દુનિયામાં એવા વ્યવસાય ખૂબ મહત્ત્વના થઈ ગયા છે. પ્રેરણા એક નાના ગામમાં રહેતી યુવતી છે. એણે મનોચિકિત્સક પાસેથી એ શીખવું છે કે કોઇપણ ક્ષેત્રે મહાભારત કઈ રીતે હાંસલ કરવી? શું મહાન માણસોનું મનોવિજ્ઞાન કંઈક અલગ હોય છે? શું એ લોકોની મનોઅવસ્થા સમજી અને આપણે એ રીતે આપણી મનોઅવસ્થા ડિઝાઇન કરી શકીએ?

મોટાભાગના માણસો એવું માને છે કે મહાન બનવાના બે ઉપાયો છે
1. ટેલેન્ટ :
પહેલો રસ્તો એવું કહે છે કે તમારી પાસે સચિન તેંડુલકર અથવા માઈકલ ફેલ્પ્સ જેવું અપાર ટેલેન્ટ હોય અને તમે એ ટેલેન્ટને મહેનત દ્વારા વિકસાવી અને એને વિશ્વ પ્રખ્યાત બનાવી મહાનતા હાંસલ કરો.

2. અપાર મહેનત : મોટાભાગના લોકો એવું માને છે કે ટેલેન્ટ જેવું કંઇ હોતું જ નથી. મહેનત જ બધું છે. એટલે જે વ્યક્તિ સૌથી વધુ મહેનત કરે છે એ સૌથી વધુ મહાનતા હાંસલ કરે છે.

પણ જો આપણે મનોચિકિત્સાના એન્ગલથી જોઈએ તો આ વિષય ખૂબ રસપ્રદ બની જાય છે અને એમાં કોઈપણ ક્ષેત્રે આગળ વધવાનો અને મહાનતા મેળવવાનો એક ત્રીજો રસ્તો અને કદાચ સૌથી સહેલો રસ્તો ખૂલી જાય છે. આ વિષયે એક પ્રખ્યાત પુસ્તક પણ છે જેનું નામ છે ‘ડિકોડિંગ ગ્રેટનેસ’, જે રોન ફ્રીડમેને લખેલું છે.

ડિકોડિંગ ગ્રેટનેસનો સાર એવું કહે છે કે મહાનતા ભણવાથી અને મહાનતાને સમજવાથી પણ મેળવી શકાય છે. જે વ્યક્તિઓએ પોતાના ક્ષેત્રે મહારથ હાંસલ કરેલી હોય, તેમને જો સાચી લાગણીથી સમજવામાં આવે અને એમાંથી પોતાની નવી ઊર્જા કેળવવામાં આવે તો મહાનતા ચોક્કસ મેળવી શકાય છે. આ પ્રક્રિયાને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

1. કલેક્ટ
પહેલો ભાગ આવે કે આપણાં ક્ષેત્રે જે પણ મહાન કામો થયાં હોય એ કામનું લિસ્ટ આપણે ભેગું કરવું જોઈએ.
ઉદાહરણ તરીકે, અનુરાગ કશ્યપ જે પ્રખ્યાત ડાયરેક્ટર છે એમની પાસે 5000થી પણ વધુ ફિલ્મોનું કલેક્શન છે.
આપણા મૂળ ક્ષેત્રમાં પણ નાનાં-નાનાં ક્ષેત્રો હશે. આપણે એમાંથી શોધવાનું કે મને ક્યું ક્ષેત્ર સૌથી રસપ્રદ લાગે છે. પછી તમારું કલેક્શન બનાવવાનું શરૂ કરો.
મનોવિજ્ઞાનનાં સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જ્યારે તમે કોઈપણ ક્ષેત્રે મહાન કામ વાંચો અથવા જુઓ તો તમને એમાં રહેલી પેટર્નનું જ્ઞાન થતું હોય છે. જો તમે આ પેટર્ન ઓળખવામાં મહેનત કરો તો વધારે થાય. પરંતુ ન કરો તો પણ ખાલી સારું અને મહાન કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાથી પણ તમારું મગજ ખૂલી જતું હોય છે. આને ઇમ્પ્લિસિટ લર્નિંગ કહેવાય.

2. ડિકોડ
બીજા પગલાનો ધ્યેય છે કે આપણને જે સર્ફેસ પર દેખાય છે એની આગળ અને એનાથી ઊંડું જોઈએ અને તેની મૂળ રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. આવું કરવાની 3 ટેક્નિક છે.

  • કોપિવર્કિંગ - ઉદાહરણ તરીકે, જો તમે એક લેખક બનવા માગતા હો તો લેખકના પુસ્તકના તમારા મનપસંદના પેજમાં રહેલી બાબતોને પેન-પેપર પર લખવાનું શરૂ કરો. દિવસમાં ચોક્કસ સમય આ કોપી કરવાને આપો. તમે જોશો કે એમાં રહેલી રચનાને તમે આવકારી શકશો એને તમને તમારી પોતાની એક રિધમ પણ મળશે.
  • રિવર્સ આઉટલાઈન - જ્યારે તમે આ કોઈપણ મહાન કામ જેમ કે, એક સારી સ્પીચ લઈને બેઠા હો તો એને માત્ર સાંભળવાને બદલે એ વિચારવાનો પ્રયાસ કરો કે આ વ્યક્તિએ શું કામ અને શું નિર્ણયો લીધા છે. આનાથી આપણે લેખકની અથવા એ મહાન માણસની મનોવ્યથા ઊંડાણપૂર્વક સમજી શકીશું.
  • કોન્ટ્રાસ્ટિંગ - આ પગલાંમાં આપણે એક મહાન કામ અને એક સાધારણ કામ બંને એક જ વિષય પર લખાયેલા, વાંચવાના અને સમજવાના અને બંનેમાં ભેદ કરવાની કોશિશ કરવાની. આ પ્રક્રિયાથી આપણને ભાસ થશે કે એક મહાન કામ અને સાધારણ કામમાં શું ફરક હોય છે.

૩. ઇવોલ્વ

  • માત્ર મહાન કામને વાંચવા અને સમજવાથી મહાનતા નથી મેળવી શકાતી.
  • લોકોના ટેસ્ટ અને લોકોની સમજવાની રીત બદલાતી રહેતી હોય છે.
  • આપણા કલ્ચરની એક અનેરી સમજ અને આપણી એક ઓરિજીનલ શૈલી આપણી ઓળખ બને છે.
  • આ મેળવવા માટે મહાન કામોને સમજવાની સાથે સાથે આપણે પોતે અલગ અલગ ક્ષેત્રના (માત્ર આપણાં ક્ષેત્રના જ નહીં) લોકોને મળવું અને એમની જોડે વાતો કરીને એ શીખવું જોઇએ એમણે એમની તકલીફોનાં સમાધાન કઈ રીતે શોધ્યાં છે.
  • સાથે સાથે આપણે એ પણ મહેનત કરવી જોઈએ કે આપણે આપણા જીવનમાં અલગ અલગ અનુભવો મેળવીએ.
  • આ અલગ અલગ અનુભવોમાંથી શીખેલી વસ્તુઓને પછી આપણે આપણા ક્ષેત્રે ઉપયોગમાં લેવાનો ચોક્કસ પ્રયત્ન કરીએ તો એક એવો અપ્રોચ બને છે જે આપણાં માટે ઓરિજીનલ હોય છે. અનેરો હોય છે.

મન : મહાનતા અંતે તો એ જ વ્યક્તિઓને મળતી હોય છે, જે પોતાનું કામ એટલે કરે છે કારણ કે, એમને પોતાનું કામ કરવું સૌથી વધુ ગમે છે. તમને તમારું કામ માણતા આવડવું એ મહાનતાનું પહેલું પગલું છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...